ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રિંકુ સિંહ પાસેથી 5 કરોડની ખંડણી માંગનારની વેસ્ટ ઈન્ડિઝથી ધરપકડ, જાણો સમગ્ર મામલો

પહેલા પ્રશંસક બનવાનો ડોળ કર્યો, પછી ધમકી આપી. રિંકુ સિંહને ખંડણીના ત્રણ અલગ-અલગ મેસેજ મોકલાયા હતા.
12:33 PM Oct 09, 2025 IST | Mihir Solanki
પહેલા પ્રશંસક બનવાનો ડોળ કર્યો, પછી ધમકી આપી. રિંકુ સિંહને ખંડણીના ત્રણ અલગ-અલગ મેસેજ મોકલાયા હતા.
Rinku Singh Ransom

તાજેતરમાં એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે વિનિંગ શૉટ ફટકારનાર યુવા ક્રિકેટર રિંકુ સિંહને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની પાસેથીરૂ.5 કરોડની જબરદસ્ત રકમની ખંડણી (Ransom) માંગવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાને પગલે રાજ્ય અને રાષ્ટ્રીય એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ હતી અને કેસમાં ઝડપી કાર્યવાહી કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

કેવી રીતે શરૂ થઈ ખંડણીની માંગણી? (Rinku Singh Ransom)

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નવીદ નામની વ્યક્તિએ 5 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે રિંકુ સિંહને સૌપ્રથમ મેસેજ મોકલ્યો.  નવીદે શરૂઆતમાં પોતે રિંકુનો મોટો પ્રશંસક હોવાનું કહીને નાની આર્થિક મદદ માંગી.  કોઈ જવાબ ન મળતાં, 9 એપ્રિલની રાત્રે તેણે ફરીથી મેસેજ કર્યો, જેમાં સીધી રૂ.5 કરોડની માંગણી કરી અને મુલાકાત માટે સ્થળ અને સમય પોતે નક્કી કરશે તેવું જણાવ્યું.

ધમકી ભર્યો કર્યો મેસેજ (Rinku Singh Ransom)

ફરીથી કોઈ પ્રતિક્રિયા ન મળતાં, 20 એપ્રિલના રોજ એક અંગ્રેજીમાં ધમકીભર્યો રિમાઇન્ડર મેસેજ મોકલવામાં આવ્યો. પ્રાથમિક મેસેજમાં નવીદે એવું પણ લખ્યું હતું કે, "તમે KKR (કોલકાતા નાઇટ રાઇડર્સ) તરફથી રમી રહ્યા છો, તેની ખુશી છે. તમે તમારી કારકિર્દીમાં ટોચ પર પહોંચશો રિંકુ સર. એક વિનંતી છે કે તમે થોડી આર્થિક મદદ કરશો તો અલ્લાહ બરકત આપશે."

બિહારથી કનેક્શન અને ધરપકડ

આરોપી નવીદ મૂળ બિહારના દરભંગાનો રહેવાસી છે. આ કેસમાં બીજો આરોપી દિલશાદ છે, જે પણ શંકાસ્પદ માનવામાં આવે છે. નવીદ વિરુદ્ધ પહેલા લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી, અને બાદમાં રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી. તેને વિદેશમાં રહેતો હોવાથી ત્યાંથી ભારત લાવવામાં આવ્યો. માહિતી અનુસાર, તેને વેસ્ટ ઈન્ડિઝથી ભારત લાવવામાં આવ્યો છે.

ધરપકડ કરાયેલા આરોપીએ કર્યો સ્વીકાર

પોલીસે જણાવ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એકે ખંડણી માંગવાનું સત્ય સ્વીકારી લીધું છે. આગળની તપાસમાં એ જોવાનું બાકી છે કે આ સમગ્ર કૌભાંડમાં કોઈ અન્ય જૂથ કે વ્યક્તિ સામેલ છે કે નહીં.

આ પણ વાંચો :  મેદાનમાં જ જોવા મળ્યા ફિલ્મી દ્રશ્યો! Prithvi Shaw એ બેટ લઇ આ ખેલાડીને દોડાવ્યો, જુઓ Video

Tags :
Asia Cup Cricketer NewsKKR Player ThreatRinku Singh ExtortionRinku Singh Police CaseRinku Singh Ransom
Next Article