Rinku Singh Controversy : વર્લ્ડ કપ પહેલા રિંકુ સિંહ જેલમાં જશે? કરણી સેનાએ કરી કડક માંગ
- ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રિંકુ સિંહ સામે પોલીસ ફરિયાદ
- સોશિયલ મીડિયા પર દેવી-દેવતાઓનો AI વીડિયો શેર કરતા વિવાદ
- હનુમાનજી અને શિવજીને ચશ્મા પહેરી કાર ચલાવતા દર્શાવ્યા
- ધાર્મિક લાગણી દુભાતા કરણી સેનાએ પોલીસ સ્ટેશનમાં કરી અરજી
- સાસની ગેટ પોલીસ સ્ટેશનમાં ક્રિકેટર વિરુદ્ધ તપાસ શરૂ
Rinku Singh Controversy : ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સિતારા અને ટી-20 સ્પેશિયાલિસ્ટ ગણાતા રિંકુ સિંહ (Rinku Singh) મોટી મુશ્કેલીમાં મુકાયા છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેર કરવો આ યુવા ક્રિકેટરને ભારે પડી ગયો છે. રિંકુ સિંહે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી બનાવેલો હિન્દુ દેવી-દેવતાઓનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના કારણે વિવાદ સર્જાયો છે અને તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
Rinku Singh Controversy : વિવાદિત વીડિયોમાં શું હતું?
વિવાદનું મૂળ રિંકુ સિંહ દ્વારા શેર કરવામાં આવેલો એક એનિમેટેડ વીડિયો છે. આ વીડિયોમાં ભગવાન હનુમાનજી (Lord Hanuman) આંખો પર કાળા ચશ્મા લગાવીને કાર ચલાવતા જોવા મળે છે. તેમની બાજુમાં ભગવાન શિવ (Lord Shiva) પણ કાળા ચશ્મા પહેરીને બેઠેલા દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પાછળની સીટ પર અન્ય દેવી-દેવતાઓ પણ મોર્ડન લુકમાં કાળા ચશ્મા સાથે નજરે પડે છે. રિંકુ સિંહે મનોરંજનના હેતુથી આ AI જનરેટેડ વીડિયો શેર કર્યો હતો, પરંતુ તેનાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો આક્ષેપ થયો છે.
Indian cricketer Rinku Singh is facing a police complaint in Aligarh after he shared an AI-generated social media reel showing Hindu deities in a modern setting that went viral.
Karni Sena says the video hurt religious sentiments. Police are examining the complaint; no FIR yet. pic.twitter.com/cxp1heeHon
— Instant Info (@InstantInfo07) January 19, 2026
Rinku Singh Controversy : કરણી સેનાનો રોષ અને પોલીસ ફરિયાદ
આ વીડિયો વાયરલ થતાં જ કરણી સેના (Karni Sena) ના પદાધિકારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સંગઠનનું કહેવું છે કે હિન્દુ દેવી-દેવતાઓને આવા સ્વરૂપમાં દર્શાવીને રિંકુ સિંહે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ મામલે કરણી સેનાએ અલીગઢના સાસની ગેટ પોલીસ સ્ટેશન (Sasni Gate Police Station) માં લેખિત ફરિયાદ આપી છે અને ક્રિકેટર વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ અધિકારી મનોજ કુમારના જણાવ્યા અનુસાર, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
વર્લ્ડ કપ પહેલા મુશ્કેલી
ઉલ્લેખનીય છે કે રિંકુ સિંહ આગામી ટી-20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માટે ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો છે અને ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં પણ રમવાના છે. રિંકુએ અત્યાર સુધી 35 ટી-20 મેચમાં 42.30ની એવરેજથી 550 રન બનાવ્યા છે. જોકે, મેદાન પર ચોગ્ગા-છગ્ગા મારતા રિંકુ હવે મેદાન બહાર કાયદાકીય પીચ પર ફસાઈ ગયા છે. હવે પોલીસ આ મામલે શું એક્શન લે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : Ravindra Jadeja ODI Career : શું જાડેજાની વન-ડે કરિયર પૂરી? પૂર્વ ક્રિકેટરનો દાવો


