ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL 2025 નો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, તેમ છતાં કેમ થયો ભાવુક?

IPL 2025 ની મેગા હરાજીમાં, રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે ₹27 કરોડમાં ખરીદ્યો, જે IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. 9 વર્ષ સુધી દિલ્હી કેપિટલ્સ માટે રમ્યા બાદ, પંતે ટીમને અલવિદા કહીને એક ભાવુક પોસ્ટ શેર કરી, જેમાં તેણે ચાહકોનો આભાર માન્યો. લખનૌ સુપર જાયન્ટ્સમાં પંત નવા કેપ્ટન બની શકે છે. દિલ્હી કેપિટલ્સે પંતને રિલીઝ કર્યા બાદ, તેમના ચાહકો માટે આ ફેરફાર આશ્ચર્યજનક રહ્યો. IPL 2025 ની હરાજીમાં પંતની ખરીદી મુખ્ય આકર્ષણ રહી.
01:05 PM Nov 26, 2024 IST | Hardik Shah
IPL 2025 ની મેગા હરાજીમાં, રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે ₹27 કરોડમાં ખરીદ્યો, જે IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. 9 વર્ષ સુધી દિલ્હી કેપિટલ્સ માટે રમ્યા બાદ, પંતે ટીમને અલવિદા કહીને એક ભાવુક પોસ્ટ શેર કરી, જેમાં તેણે ચાહકોનો આભાર માન્યો. લખનૌ સુપર જાયન્ટ્સમાં પંત નવા કેપ્ટન બની શકે છે. દિલ્હી કેપિટલ્સે પંતને રિલીઝ કર્યા બાદ, તેમના ચાહકો માટે આ ફેરફાર આશ્ચર્યજનક રહ્યો. IPL 2025 ની હરાજીમાં પંતની ખરીદી મુખ્ય આકર્ષણ રહી.
IPL 2025 Rishabh Pant Emotional Post

IPL 2025 Rishabh Pant Post : IPL 2025 માટે બે દિવસીય મેગા હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરના રોજ યોજાઈ. આ હરાજીમાં તમામ 10 ટીમોએ કુલ ₹639.15 કરોડ ખર્ચીને 182 ખેલાડીઓને ખરીદ્યા. આ હરાજીનું મુખ્ય આકર્ષણ રિષભ પંત રહ્યો હતો, જેણે સૌથી મોંઘા ખેલાડીનો તાજ મેળવ્યો. લખનૌ સુપર જાયન્ટ્સે પંતને ₹27 કરોડમાં ખરીદ્યો, જે IPL ઈતિહાસમાં એક રેકોર્ડ છે. IPL 2025 માં સૌથી મોંઘો ખેલાડી બન્યો હોવા છતા પંત ભાવુક થયો છે. તેણે એક ઇમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. શું છે તેમા આવો જાણીએ...

દિલ્લી કેપિટલ્સને અલવિદા

રિષભ પંત અગાઉ દિલ્લી કેપિટલ્સ માટે ઘણા વર્ષોથી રમી રહ્યો હતો અને ટીમના કેપ્ટન તરીકે સેવા આપી હતી. પરંતુ આ વર્ષે ફ્રેન્ચાઇઝીએ પંતને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો, જે ચાહકો માટે ચોકાવનારું હતું. લખનૌ સુપર જાયન્ટ્સે હરાજીમાં પંત પર મોટી રકમ લગાવી અને પોતાની ટીમમાં સામેલ કર્યો. દિલ્લી સાથે તેની કુલ 9 વર્ષની સફર રહી છે. હવે આ અંગે તેણે એક ઇમોશનલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં પંતે લખ્યું, દિલ્હી કેપિટલ્સ (DC) માં મારી સફર ઘણી યાદગાર રહી. હું અહીં કિશોરાવસ્થામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સમાં આવ્યા પછી મે ઘણો ગ્રોથ કર્યો છે. અમે 9 વર્ષ સુધી સાથે મોટા થયા અને જે વસ્તુએ તેને સૌથી યાદગાર બનાવ્યું તે તમે ચાહકો છો... તમે હંમેશા મને ટેકો આપ્યો, મને સપોર્ટ કર્યો, જે હું હંમેશા મારા હૃદયમાં રાખીશ. રિષભ પંતની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. હવે પંત IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમતા જોવા મળશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લખનૌ સુપર જાયન્ટ્સ તેને નવા કેપ્ટન તરીકે પણ પસંદ કરી શકે છે. કેએલ રાહુલને મુક્ત કર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સ નવા કેપ્ટનની શોધ કરી રહી છે.

દિલ્હીની ટીમે પંતને કર્યો રિલીઝ

રિષભ પંત IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળશે. પંત છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો હતો પરંતુ આ વખતે ફ્રેન્ચાઇઝીએ આ વિકેટકીપર બેટ્સમેન અને કેપ્ટનને છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ લખનૌ સુપર જાયન્ટ્સે મેગા ઓક્શનમાં પંતને ખરીદ્યો હતો. જોકે દિલ્હી કેપિટલ્સ પણ પંતને ફરીથી ઇચ્છે છે પરંતુ અંતે LSG તેને પોતાની ટીમમાં ઉમેરવામાં સફળ થઇ હતી. પંત હવે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. LSGએ આ ખેલાડીને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. દિલ્હી કેપિટલ્સને અલવિદા કહેતી વખતે ઋષભ પંત ભાવુક જોવા મળ્યો હતો. રિષભ પંત લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલો હતો. દિલ્હીના ચાહકો પણ પંતને ખૂબ પ્રેમ કરતા હતા. હવે, તેની ટીમમાં અચાનક બદલાવ દિલ્હીના ચાહકો માટે પણ થોડો આશ્ચર્યજનક હતો.

આ પણ વાંચો:  IPL 2025 Mega Auction : IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી, જાણો કોને મળશે સપોર્ટ...

Tags :
delhi capitalsDelhi Capitals 9-Year Journey IPL 2025 Player TransfersDelhi Capitals Fans EmotionalDelhi Capitals Releases Rishabh PantGujarat FirstHardik ShahIPL 2025IPL 2025 Auction HighlightsIPL 2025 Mega AuctionKL Rahul Released by LSGLSGlucknow super giantsLucknow Super Giants New CaptainLucknow Super Giants Rishabh Pantrishabh pantRishabh Pant Emotional Instagram PostRishabh Pant emotional PostRishabh Pant IPL 2025 CaptaincyRishabh Pant Most Expensive PlayerRishabh Pant Viral PostRishabh Pant’s New IPL Team₹27 Crore IPL Record
Next Article