ઋષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર: શું ભારત મેનચેસ્ટર ટેસ્ટમાં 10 ખેલાડીઓ સાથે રમશે?
- ઋષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર: શું ભારત મેનચેસ્ટર ટેસ્ટમાં 10 ખેલાડીઓ સાથે રમશે?
- પંતની ઈજા બાદ ઈશાન કિશનને બોલાવવાની તૈયારી, સબસ્ટિટ્યૂટ નિયમો પર ચર્ચા
ભારત VS ઈંગ્લેન્ડ ટેસ્ટ: ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને મેનચેસ્ટરમાં ચાલી રહેલા ચોથા ટેસ્ટના પ્રથમ દિવસે (23 જુલાઈ, 2025) ઈંગ્લેન્ડના ઝડપી બોલર ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમવાની કોશિશ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. પંત 48 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યા હતા, જ્યારે બોલ તેમના જમણા પગના અંગૂઠા પર વાગ્યો. મેદાન પર પ્રાથમિક સારવાર બાદ પણ તેમની હાલત ગંભીર જણાતા તેમને એમ્બ્યુલન્સ જેવી ગાડીમાં મેદાનની બહાર લઈ જવાયા હતા. સ્કેનમાં જાણવા મળ્યું કે પંતના જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચર છે, અને ડોક્ટરોએ તેમને ઓછામાં ઓછા 6 અઠવાડિયાના આરામની સલાહ આપી છે.
ભારતીય ટીમ પહેલેથી જ ખેલાડીઓની ઈજાઓથી પરેશાન છે, અને પંતનું બહાર થવું ટીમ માટે મોટો ફટકો છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની આ પાંચ મેચની શ્રેણીમાં ભારત 1-2થી પાછળ છે. પંતના કવર તરીકે ઈશાન કિશનને બોલાવવાની તૈયારી ચાલી રહી છે. કિશન તાજેતરમાં નોટિંઘમશર માટે બે કાઉન્ટી મેચ રમી ચૂક્યા છે અને ભારત A ટીમનો ભાગ પણ હતા, જોકે તેઓ ઈંગ્લેન્ડ લાયન્સ સામેની મેચોમાં નહોતા રમ્યા.
ઈંગ્લ્નેડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ઋષભ પંતના પગની ઈજા પછી ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી, જ્યારે વધુ એક ઇગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટેયર કૂકે આમા સહમતિ વ્યક્ત કરી હતી. માઈકલ વોને કહ્યુ કે, આ દૂર્ભાગ્યપૂર્ણ ઈજા હવે ટેસ્ટ મેચને અસંતુલિત બનાવી દેશે.
વોને ટેસ્ટ મેચ સ્પેશ્યલ પર કહ્યું કે, મને આ વાત પસંદ નથી કે,હવે મેચના ચાર દિવસ બાકી હોય અને આ શાનદાર સિરીઝના આગામી ચાર દિવસ 10 Vs 11 ખેલાડીઓ વચ્ચે રમાય. તમને સૂચનો આપ્યો છે કે ઈજાની સ્થિતિમાં ખેલાડીઓને બદલવાની અનુમતિ આપવી જોઈએ.
વોને કહ્યું કે, જ્યારે હેડની ઈજા માટે સબ્સ્ટીટ્યૂટની પરવાનગી આપવામાં આવી છે, ત્યારે પણ હું કહી રહ્યો હતો કે, પ્રથમ ઇનિંગમાં કોઈપણ ઈજાની સ્થિતિમાં સબ્સ્ટીટ્યુટની અનુમતિ આપવી જોઈએ.
તેમણે સબ્સ્ટીટ્યુટ બાબતે કહ્યું કે, જો આવું બીજી ઇનિંગમાં થયું હોત તો ટીમો દ્વારા નિયમોનો ખોટો ઉપયોગ કરવામાં આવી શક્યો હોત. પરંતુ જો ઈજા સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે- જેમ કે કોઈનો હાથ કે પગ તૂટવો અથવા માંસપેશિયો ગંભીર રીતે ખેંચાઈ જવી.. તો તે સ્પષ્ટ છે કે, ખેલાડી આગળ રમી શકશે નહીં. એવામાં સબ્સ્ટીટ્યુટની પરવાનગી હોવી જોઈએ.
બીજી તરફ એલિસ્ટેયર કૂકે વોનના સૂચનો પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમને એક કાલ્પનિક ઉદાહરણ આપીને વાત રજૂ કરી છે, હું હજું સુધી તે નક્કી કરી શકી રહ્યો નથી કે શું સાચું છે. પરંતુ માની લઈએ કે પંત દર્દમાં છે અને બહાર જતાં રહ્યા. પાછળથી સ્કેનમાં કંઈ જ નિકળ્યું નથી. બસ માત્ર એક નાની એવી ઇજા છે. તો શું તેને ફરીથી રમવું જોઈએ?
કૂકે કહ્યું, જો પગ તૂટી ગયું હોત તો વાત અલગ હતી. પરંતુ ઘણી વખત કોઈ બોલ લાગે છે, થોડી વાત તો હાથ પણ હલતો નથી અને સાથે ખુબ જ દુખાવો પણ થાય છે. પરંતુ અસલમાં તે માત્ર એક સોજો હોય છે. તો શું તેને પણ માત્ર તકલીફના આધાર પર બદલી શકાય, પછી ભલે તે ગંભીર ઇજા નહોય?
અસલમાં વોક્સની ફુલ લેન્થ બોલ પંતના પગના અંગુઠા ઉપર જોરથી લાગી. ઈગ્લેન્ડના ખેલાડીઓએ એલબીડબ્લ્યૂની અપીલ કરી પરંતુ રિવ્યુમાં દેખવામાં આવ્યું કે, બેટની કટ અડી છે, જેનાથી પંત બચી ગયા. ઈજા પછી પંતના પગમાંથી લોહી નિકળતું જોવા મળ્યું અને તે ભાગમાં સોજો પણ આવી ગયો હતો.
આ સિરીઝમાં પંતની બીજી ઈજા છે. આનાથી પહેલા લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન વિકેટ કિપિંગ કરતાં તેમની આંગળીમાં ઈજા લાગી હતી, જેનાથી તેઓ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં વિકેટકિપિંગ કરી રહ્યાં નથી.
આ પણ વાંચો- IND vs ENG : રિષભ પંતે ઈંગ્લેન્ડમાં તે કરી બતાવ્યું જે MS Dhoni પણ ન કરી શક્યા