Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ઋષભ પંતે લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું

IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે અચાનક પદ છોડતા ક્રિકેટ જગત સ્તબ્ધ છે. ટીમની સતત નિષ્ફળતા અને પંતનું ખરાબ ફોર્મ આ નિર્ણય માટે જવાબદાર હોવાની ચર્ચાઓ છે. ફ્રેન્ચાઈઝી દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ આ નિર્ણય પંતનો વ્યક્તિગત છે કે પછી ટીમના મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે, તે અત્યારે રહસ્ય છે. ટીમમાં હવે કેપ્ટનશીપની ધુરા કોણ સંભાળશે તે જોવું રહ્યું.
ઋષભ પંતે લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું
Advertisement

Rishabh Pant resignation : IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) માટે અત્યંત નિરાશાજનક રહ્યા બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) એ પોતાની કેપ્ટનશીપ પદેથી રાજીનામું ધરી દીધું છે. આ જાહેરાત બાદ ક્રિકેટના કોરિડોરમાં અનેક અટકળો વહેતી થઈ છે.

Rishabh Pant resignation : કેપ્ટનશીપ પર પૂર્ણવિરામ

IPL 2026 ની સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. ટીમે ટેબલ પર 10મું સ્થાન મેળવ્યું હતું, જે મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય હતો. ઋષભ પંતનું વ્યક્તિગત ફોર્મ પણ આ સીઝનમાં સાથ ન આપતા તેઓ સતત દબાણ હેઠળ હતા. લખનૌ ફ્રેન્ચાઈઝી (LSG Management) એ એક સત્તાવાર નિવેદન દ્વારા પંતના રાજીનામાની પુષ્ટિ કરી છે.

Advertisement

Advertisement

નિર્ણય પાછળનું રહસ્ય

સીઝનની વચ્ચેથી જ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે પંતને કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવી શકે છે. હવે સવાલ એ છે કે શું પંતે નૈતિક જવાબદારી સ્વીકારીને સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે, કે પછી ટીમના માલિકો અને મેનેજમેન્ટ દ્વારા તેમની પર રાજીનામું આપવા માટેનું દબાણ હતું? આ પ્રશ્ન હાલમાં ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો: IPL 2026 Final : RCB ટીમની ફાઇનલમાં એન્ટ્રીથી ફ્લાઇટ-હોટલના ભાવમાં ઉછાળો

Tags :
Advertisement

.

×