ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rishabh Pant એ ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચમાં ફટકારી ધમાકેદાર સદી

ઈંગ્લેન્ડની ધરતી પર રિષભ પંતની સદી ફટકારી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સાતમી સદી ફટકારી રિષભ પંતે છગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી India Vs England : ઈંગ્લેન્ડની ધરતી પર રિષભ પંતે (Rishabh Pan)બેટિંગ કરતાં વધુ એક સદી ફટકારી છે. વાઈસ...
06:06 PM Jun 21, 2025 IST | Hiren Dave
ઈંગ્લેન્ડની ધરતી પર રિષભ પંતની સદી ફટકારી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સાતમી સદી ફટકારી રિષભ પંતે છગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી India Vs England : ઈંગ્લેન્ડની ધરતી પર રિષભ પંતે (Rishabh Pan)બેટિંગ કરતાં વધુ એક સદી ફટકારી છે. વાઈસ...
indian cricket team

India Vs England : ઈંગ્લેન્ડની ધરતી પર રિષભ પંતે (Rishabh Pan)બેટિંગ કરતાં વધુ એક સદી ફટકારી છે. વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળતાની સાથે જ રિષભ પંતે લીડ્સના મેદાન પર શાનદાર ઈનિંગ રમી. વિકેટકીપર બેટ્સમેનએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સાતમી સદી ફટકારી છે.રિષભ પંતે છગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી છે. આ સાથે રિષભ પંત વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેને આ મામલે એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. ઈંગ્લેન્ડના બોલરો રિષભ પંત સામે સંપૂર્ણપણે લાચાર જોવા મળ્યા હતા.

રિષભ પંતે ફટકારી સદી

પહેલા દિવસે 65 રન બનાવી અણનમ રહેનારા રિષભ પંતે બીજા દિવસે પણ પોતાના અંદાજમાં આક્રમક બેટિંગ કરી. રિષભે કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને ઈંગ્લેન્ડના બોલરોને હેરાન કર્યા. શોએબ બશીરની એક જ ઓવરમાં પંતે એક ફોર અને પછી સિક્સર ફટકારી. રિષભ પંતે 146 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ સદી સાથે રિષભ પંત ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે

આ પણ  વાંચો -MLC 2025માં આ 40 વર્ષીય ખેલાડીએ કરી શાનદાર ફટકાબાજી

2025માં રિષભના બેટથી ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલી સદી છે. રિષભ પંતે શોએબ બશીરના બોલ પર શક્તિશાળી સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી. રિષભ પંતને બીજા છેડેથી કેપ્ટન શુભમન ગિલનો સારો સપોર્ટ મળી રહ્યો છે. જ્યારે પંતે આક્રમક અંદાજ અપનાવ્યો, ત્યારે શુભમન ગિલ એન્કરની ભૂમિકા ભજવતો જોવા મળ્યો.

આ પણ  વાંચો -IND vs ENG: શુભમન ગિલની ઐતિહાસિક સદી, પટૌડીનો રેકોર્ડ તોડ્યો

ધોનીનો તૂટ્યો રેકોર્ડ

રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર-બેટ્સમેન બની ગયો છે. રિષભ પંતે ધોનીને પાછળ છોડીને આ મહાન સિદ્ધિ હાંસલ કરી છે. ધોનીએ 2005 થી 2014 દરમિયાન વિકેટકીપર-બેટ્સમેન તરીકે 90 ટેસ્ટ મેચોમાં 6 સદી ફટકારી હતી. રિષભ પંતે ફક્ત 44 ટેસ્ટ મેચોમાં 7 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ રિષભ પંતની ઈંગ્લેન્ડમાં ત્રીજી ટેસ્ટ સદી છે. સેના (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં આ તેની 5મી સદી છે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે પંતનું બેટ વિદેશી ધરતી પર જોરથી બોલે છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર-બેટ્સમેન

  1. રિષભ પંત – 7
  2. એમએસ ધોની – 6
  3. રિદ્ધિમાન સાહા- 3
  4. ફારુક એન્જિનિયર - 2
  5. બુધી કુંદરન- 2

Tags :
Cricket Newsheadingley weatherIND vs ENGIND vs ENG cricket match updatesIND vs ENG test match day 2ind vs eng test seriesIndia Vs Englandindia vs england cricket matchindia vs england match todayindia vs england test match todayIndia vs England Test Series 2025india vs england today matchindia vs england tossIndian Cricket Teamrishabh pantRishabh Pant Century Celebration VideoRishabh Pant NewsSports NewsTeam India
Next Article