ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RJ મહવશે ક્રિકેટની આ ધાંસૂ લીગમાં ખરીદી ટીમ, કેપ્ટનનું નામ કરી દેશે હેરાન

તે હવે માત્ર મેચ જોવા માટે સ્ટેડિયમમાં જતી નથી, પરંતુ તેણે પોતે એક ટીમ ખરીદીને ખેલ જગતના વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે.
10:48 AM Aug 03, 2025 IST | Mihir Solanki
તે હવે માત્ર મેચ જોવા માટે સ્ટેડિયમમાં જતી નથી, પરંતુ તેણે પોતે એક ટીમ ખરીદીને ખેલ જગતના વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે જેનું નામ ઘણીવાર ચર્ચામાં રહે છે, તે આરજે મહેવશ હવે ક્રિકેટ સાથે એક નવા રોલમાં જોડાઈ છે. તે હવે માત્ર મેચ જોવા માટે સ્ટેડિયમમાં જતી નથી, પરંતુ તેણે પોતે એક ટીમ ખરીદીને ખેલ જગતના વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે. મહેવશે તાજેતરમાં એક T10 ટુર્નામેન્ટની હરાજીમાં એક ટીમ ખરીદી છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

આરજે મહેવશે CLT10 નામના ટેનિસ બોલ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 'સુપ્રીમ સ્ટ્રાઈકર્સ' નામની ટીમ ખરીદી છે અને તે તેની માલિક બની ગઈ છે. આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટ 22 થી 24 ઓગસ્ટ દરમિયાન રમાવાની છે. મહેવશે પોતાની ટીમ માટે એક મોટા આંતરરાષ્ટ્રીય ખેલાડીને કેપ્ટન પણ બનાવ્યો છે.

કેપ્ટન ક્રિકેટર શૉન માર્શના નામની કરી જાહેરાત

દિલ્હીમાં યોજાયેલી હરાજી પ્રક્રિયામાં ભાગ લઈને મહેવશે પોતાની ટીમના કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શૉન માર્શના નામની જાહેરાત કરી. આ હરાજીનું સંચાલન જાણીતા સ્પોર્ટ્સ પ્રેઝન્ટર ચારુ શર્માએ કર્યું હતું. આરજે મહેવશ ઉપરાંત, પ્રિન્સ નરુલા અને સની લિયોની જેવા અન્ય સેલિબ્રિટી પણ આ ટુર્નામેન્ટમાં ટીમના માલિક છે. ટીમ ખરીદ્યા બાદ મહેવશે પોતાની ખુશી વ્યક્ત કરી અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આની જાણકારી આપી.

યુઝવેન્દ્ર ચહલે સબંધ અંગે આપ્યો હતો જવાબ

તાજેતરમાં, જ્યારે યુઝવેન્દ્ર ચહલને આરજે મહેવશ સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર સારા મિત્રો છે. ચહલે કહ્યું હતું કે, "લોકોએ અમારી મિત્રતાને સંબંધનું નામ આપી દીધું છે." અગાઉ, ધનશ્રી વર્માથી અલગ થયા બાદ મહેવશે ચહલને ઘણો સહકાર આપ્યો હતો, અને તાજેતરની IPL સિઝનમાં પણ તેને પંજાબ કિંગ્સની મેચોમાં ચહલને સપોર્ટ કરતા જોવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે શૉન માર્શની કેપ્ટનશીપ હેઠળ તેની ટીમ કેવું પ્રદર્શન કરે છે.

Tags :
Celebrity T10 TournamentCricket businessFinancial investmentGujarat FirstRJ MahvashRJ Mahvash cricket Team ownerRJ Mahvash Instagram announcementRJ Mahvash Instagram postRJ Mahvash NewsRJ Mahvash Relationship rumorsRJ Mahvash Supreme StrikersRJ Mahvash UpdateT10 Tournament AuctionTennis ball cricketYuzvendra ChahalYuzvendra Chahal and RJ Mahvash
Next Article