Rohit Sharma Stand: વાનખેડેમાં હિટમેનનું સ્ટેન્ડ, માતા-પિતાના હસ્તે થયું ઉદ્ઘાટન!
- મુંબઈ ક્રિકેટ એસોએ વાનખેડે એક નામ હિટમેન રાખ્યું
- રોહિત શર્માના માતા-પિતાએ કર્યું ઉદ્ઘાટન
- હું તેને શબ્દોમાં વર્ણવી શકતો નથી :રોહિત
Rohit Sharma Stand: ભારતીય ટીમના વનડે કેપ્ટન રોહિત શર્માના માનમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ હિટમેન (Rohit Sharma Stand)રાખ્યું છે. શુક્રવાર, 16 મેના રોજ રોહિત શર્માના માતા-પિતાએ રિબન કાપીને સ્ટેન્ડનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, રોહિતે કહ્યું કે તે મહાન ખેલાડીઓમાં પોતાનું નામ હોવાનો અહેસાસ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.
રોહિતના માતા-પિતાએ પડદો ઉંચકીને સ્ટેન્ડનું ઉદ્ઘાટન કર્યું
16 મે, શુક્રવારના રોજ મુંબઈના વાનખેડે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રોહિતના માતા-પિતાએ પડદો ઉંચકીને સ્ટેન્ડનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભૂતપૂર્વ MCA પ્રમુખ શરદ પવાર, વર્તમાન MCA પ્રમુખ અજિંક્ય નાઈક અને અન્ય ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા.
𝗧𝗛𝗘 𝗥𝗢𝗛𝗜𝗧 𝗦𝗛𝗔𝗥𝗠𝗔 𝗦𝗧𝗔𝗡𝗗 🫡🏟#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 pic.twitter.com/dqdWu6YSQ5
— Mumbai Indians (@mipaltan) May 16, 2025
આ પણ વાંચો -WTC Prize Money : ICC એ WTC ફાઈનલ પહેલા રેકોર્ડ પ્રાઈઝ મની કરી જાહેર !
હું તેને શબ્દોમાં વર્ણવી શકતો નથી :રોહિત
ઉદ્ઘાટન સમારોહમાં બોલતા રોહિત શર્માએ કહ્યું, આજે જે બન્યું, મેં ક્યારેય મારા સપનામાં પણ કલ્પના કરી ન હતી. બાળપણમાં, મેં મુંબઈ વતી ભારત વતી રમવાનું સ્વપ્ન જોયું હતું. કોઈ તેના વિશે વિચારતું નથી, મારું નામ રમતના મહાન ખેલાડીઓમાં સ્થાન પામે છે. હું તેને શબ્દોમાં વર્ણવી શકતો નથી તે ખાસ પણ છે કારણ કે હું હજી પણ રમી રહ્યો છું. મેં બે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે પણ હું હજુ પણ એક ફોર્મેટ રમી રહ્યો છું.
#WATCH | Mumbai | At the inauguration ceremony of a stand in Wankhede to be named after him, Indian ODI men's cricket team captain Rohit Sharma says, "What is going to happen today, I have never dreamed of. As a kid growing up, I wanted to play for Mumbai, for India. No one… pic.twitter.com/BH2VCjmxFi
— ANI (@ANI) May 16, 2025
આ પણ વાંચો -Neeraj Chopra ને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, ભાલાની સાથે સંભાળશે આ જવાબદારી
ઉદ્ઘાટન કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રિકેટ એસોસિએશને થોડા દિવસ પહેલા સ્ટેન્ડના નિર્માણની જાહેરાત કરી હતી. MCA એ કહ્યું હતું કે તે T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું સન્માન કરવા માંગે છે. MCA એ IPL 2025 મેચ દરમિયાન આ કરવાની યોજના બનાવી હતી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે તે શક્ય બન્યું નહીં.