ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ આ સિરીઝમાં રમતા દેખાશે રોહિત-વિરાટ!
- ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ 1-3થી ગુમાવી
- બંને સિનિયર આગામી કઈ સિરીઝમાં રમશે
- 6 ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સામે વનડે રમાશે
Virat Kohli Rohit Sharma:સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારતે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ 1-3થી ગુમાવી હતી. જેમાં ભારતે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતના દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી (Virat Kohli Rohit Sharma)આ સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યા નહોતા. જેના કારણે તેમની ઘણી ટીકા થઈ હતી. રોહિતે સિડનીમાં કાંગારૂ ટીમ સામે રમાયેલી સિરીઝની પાંચમી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી પણ પોતાને બાકાત રાખ્યા હતા. પરંતુ આ પછી પણ ટીમનો પરાજય થયો હતો. હવે એ કન્ફર્મ થઈ ગયું છે કે બંને સિનિયર આગામી કઈ સિરીઝમાં રમશે.
ઈંગ્લેન્ડ સામે રમતા દેખાશે રોહિત-વિરાટ
રિપોર્ટ અનુસાર, રોહિત અને વિરાટ 6 ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની વનડે સિરીઝમાં ટીમ ઇન્ડિયા તરફથી રમશે. આ અગાઉના અહેવાલોથી વિપરીત છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે બંને સિનિયર બેટ્સમેન આ સિરીઝમાં નહીં રમે. ભારત માટે આ એક મહત્વપૂર્ણ તૈયારી હશે કારણ કે 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા તે તેની છેલ્લી વનડે સિરીઝ હશે.
Rohit, Virat and Bumrah at the Post match presentation. pic.twitter.com/TOvHB1CW8F
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 5, 2025
આ પણ વાંચો -ઓસ્ટ્રેલિયામાં હાર બાદ ભારતીય ટીમને વધુ એક મોટો ઝડકો
જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવશે
આ રિપોર્ટ અનુસાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાંથી બહાર થઈ શકે છે.કારણ કે ટીમ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા તેના સ્ટાર ફાસ્ટ બોલરને આરામ આપવા માંગે છે.તમને જણાવી દઈએ કે બુમરાહનો વર્કલોડ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પછી.જ્યાં તેણે ઘણી બોલિંગ કરી હતી.ઓસ્ટ્રેલિયા સામેની આ સિરીઝમાં બુમરાહને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. બુમરાહે આ સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટ લીધી અને એક રેકોર્ડ બનાવ્યો.
આ પણ વાંચો -IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં હાર અપાવનાર આ 5 ગુનેગાર
સિડની ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો બુમરાહ
બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં બીજી વખત અને ટેસ્ટ કારકિર્દીમાં ત્રીજી વખત ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર બુમરાહને સિડની ટેસ્ટના બીજા દિવસે ઈજા થઈ હતી, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. શનિવારે પત્રકારો સાથે વાત કરતા પ્રસિદ્ધ કૃષ્ણાએ કહ્યું કે ફાસ્ટ બોલરને પીઠમાં દુખાવો હતો અને તેના કારણે તે હોસ્પિટલમાં ગયો હતો.


