RR vs KKR : કોલકાતાએ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય
- કોલકાતાએ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય
- કોલકાતાએ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય
- રાજસ્થાન રોયલ્સ પ્રથમ કરશે બેટીંગ
- બંને ટીમોમાં 1 -1 ફેરફાર
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની છઠ્ઠી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ (RR vs KKR) વચ્ચે રમાઈ રહી છે. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં કોલકાતાના કેપ્ટન ajinkya rahane એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
બંને ટીમોમાં 1 -1 ફેરફાર થયા હતા.
રહાણેએ કોલકાતાની પ્લેઇંગ-૧૧માં એક ફેરફાર કર્યો છે. સુનીલ નારાયણની તબિયત ખરાબ છે. તેમના સ્થાને મોઈન અલીનો પ્રવેશ થયો છે. બીજી તરફ, રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે પણ એક ફેરફાર કર્યો છે. ફઝલહક ફારૂકી આઉટ થયા છે. તેમના સ્થાને વાનિન્દુ હસરંગાએ પ્રવેશ કર્યો છે.આ સિઝનમાં બંને માટે આ બીજી મેચ છે. બંને ટીમો પોતાની પહેલી મેચ હારી ગઈ છે. આવી સ્થિતિમાં, આજે કોલકાતા કે રાજસ્થાનમાંથી કોઈ એક જીતનું ખાતું ખોલશે તે નિશ્ચિત છે.ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં નાઈટ રાઈડર્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 7 વિકેટથી પરાજય થયો હતો, જ્યારે રાજસ્થાનનો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે 44 રનથી પરાજય થયો હતો.
આ પણ વાંચો -NZ vs PAK: Pakistan ના કેપ્ટને સિરીઝ હાર્યા બાદ આપ્યું મોટું નિવેદન
રાજસ્થાન-કોલકાતા વચ્ચે H2H
KKR અને રાજસ્થાનની ટીમો વચ્ચે હંમેશા રોમાંચક મુકાબલો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 IPL મેચ રમાઈ છે, જેમાં બંને ટીમોએ સમાન 14-14 મેચ જીતી છે. 2 મેચ અનિર્ણિત રહી. રાજસ્થાને છેલ્લી 4 મેચમાંથી 3 મેચ જીતી છે. એક અનિર્ણિત હતું.
- કુલ મેચ: 30
- કોલકાતા જીત્યું: 14
- રાજસ્થાન જીત્યું: 14
- કોઈ પરિણામ નથી: 2
આ પણ વાંચો -GT vs PBKS : રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાતને 11 રને હરાવ્યું
કોલકાતા નાઈટ રાઈડર્સ
અજિંક્ય રહાણે (કેપ્ટન),રિંકુ સિંહ,ક્વિન્ટન ડી કોક,રહેમાનુલ્લાહ ગુરબાઝ,અંગક્રિશ રઘુવંશી,રોવમેન પોવેલ,મનીષ પાંડે,લવનિટી સિસોદિયા,વેંકટેશ ઐયર,અનુકુલ રોય,મોઈન અલી,રમનદીપ સિંહ,આન્દ્રે રસેલ,એનરિક નોર્કિયા,વૈભવ અરોરા,મયંક માર્કંડે,સ્પેન્સર જોહ્ન્સન,હર્ષિત રાણા,સુનીલ નારાયણ,વરુણ ચક્રવર્તી અને ચેતન સાકરિયા.
રાજસ્થાન રોયલ્સ
રિયાન પરાગ (કામચલાઉ કેપ્ટન),સંજુ સેમસન,શુભમ દુબે,વૈભવ સૂર્યવંશી,કુણાલ રાઠોડ,શિમરોન હેટમાયર,યશસ્વી જયસ્વાલ,ધ્રુવ જુરેલ,નીતિશ રાણા,યુદ્ધવીર સિંહ,જોફ્રા આર્ચર,મહેશ તીક્ષ્ણા,વાનિન્દુ હસરંગા,આકાશ માધવાલ,કુમાર કાર્તિકેય સિંહ,તુષાર દેશપાંડે,ફઝલહક ફારૂકી,ક્વેના મફાકા,અશોક શર્મા અને સંદીપ શર્મા