Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RR vs RCB IPL 2026: RCBએ રાજસ્થાન રોયલ્સને આપ્યો 202 રનનો આપ્યો વિશાળ ટાર્ગેટ

IPL 2026 માં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગુવાહાટીમાં હાઈ-સ્કોરિંગ ડ્રામા જોવા મળી રહ્યો છે. વરસાદના વિલંબ બાદ મેચ શરૂ થઈ અને રજત પાટીદારે પોતાની બેટિંગથી મેદાન ગજવ્યું હતું. 202 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ સામે હેઝલવુડનો પડકાર રહેશે.
rr vs rcb ipl 2026  rcbએ રાજસ્થાન રોયલ્સને આપ્યો 202 રનનો આપ્યો વિશાળ ટાર્ગેટ
Advertisement
  • રજત પાટીદારની 40 બોલમાં 63 રનની આક્રમક ઇનિંગથી RCB મજબૂત સ્થિતિમાં (RR vs RCB IPL 2026)
  • વરસાદના કારણે 1 કલાક 10 મિનિટ મોડી શરૂ થઈ રાજસ્થાન-બેંગ્લોરની મેચ
  • રાજસ્થાનના બોલર બ્રિજેશ શર્મા અને રવિ બિશ્નોઈએ મહત્વની વિકેટો ઝડપી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 16મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals - RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore - RCB) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ (Barsapara Cricket Stadium) ખાતે રમાઈ રહેલી આ મેચમાં વરસાદે વિઘ્ન નાખતા રમત 1 કલાક અને 10 મિનિટ મોડી શરૂ થઈ હતી. રાજસ્થાનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

RR vs RCB IPL 2026:  કેપ્ટન રજત પાટીદારની શાનદાર ઇનિંગ

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમની શરૂઆત મધ્યમ રહી હતી, પરંતુ કેપ્ટન રજત પાટીદારે (Rajat Patidar) મોરચો સંભાળ્યો હતો. પાટીદારે માત્ર 40 બોલમાં 63 રન ફટકાર્યા હતા, જેમાં 4 આકર્ષક છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એક સમયે RCBએ 125 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પાટીદાર અને ઇમ્પેક્ટ પ્લેયર વેંકટેશ ઐયરે (Venkatesh Iyer) આઠમી વિકેટ માટે 41 રન જોડતા ટીમનો સ્કોર 201 રન સુધી પહોંચાડ્યો હતો.

Advertisement

Advertisement


રાજસ્થાનની ધારદાર બોલિંગ

રાજસ્થાન રોયલ્સ તરફથી રવિ બિશ્નોઈ (Ravi Bishnoi) અને બ્રિજેશ શર્માએ (Brijesh Sharma) ઘાતક બોલિંગ કરી હતી. બ્રિજેશ શર્માએ જીતેશ શર્મા અને ટિમ ડેવિડની મહત્વની વિકેટો ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) રોમારિયો શેફર્ડને આઉટ કરીને બેંગ્લોરની રન ગતિ પર બ્રેક લગાવી હતી.

હેઝલવુડનું કમબેક

આ મેચમાં RCB માટે સારા સમાચાર એ રહ્યા કે સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (Josh Hazlewood) ટીમમાં પરત ફર્યો છે. ફિટનેસના કારણે તે શરૂઆતની મેચો રમી શક્યો નહોતો. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સે તુષાર દેશપાંડેની જગ્યાએ યુવા બોલર બ્રિજેશ શર્માને તક આપી છે.

આ પણ વાંચો: IPL 2026 : LSG એ અંતિમ બોલમાં હારને જીતમાં ફેરવી દીધી

Tags :
Advertisement

.

×