RR vs RCB: રાજસ્થાનને તેના હોમ ગ્રાઉન્ડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આપી માત, 9 વિકેટે જીત
- રાજસ્થાનને તેના હોમ ગ્રાઉન્ડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આપી માત
- RCB એ IPL 2025 માં 4થી જીત નોંધાવી
- રાજસ્થાને IPL 2025 માં 3જી હારનો સામનો કરવો પડ્યો
Jaipur: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 28મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 9 વિકેટથી હરાવ્યું છે. જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, રાજસ્થાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. તેના જવાબમાં RCB એ 17.3 ઓવરમાં 175 રન બનાવીને 9 વિકેટે મેચ જીતી લીધી છે. આ સિઝનમાં RCB ની 6 મેચમાંથી આ 4થી જીત છે. જ્યારે રાજસ્થાનને 3જી હારનો સામનો કરવો પડ્યો છે.
સોલ્ટે 33 બોલમાં 65 રન ફટકાર્યા
રાજસ્થાને આપેલ ટાર્ગેટનો પીછો કરતી વખતે RCBના ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ પોતાની વિકેટ બચાવી અને શરૂઆતમાં ઝડપથી સ્કોર કર્યો. આ સમય દરમિયાન ફિલ સોલ્ટે પોતાનો 50 રન પૂર્ણ કર્યા. RCB માટે સોલ્ટે 33 બોલમાં 65 રન બનાવ્યા, જેમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ RR vs RCB: RCB જયપુરના મેદાનમાં Green Jersey પહેરીને કેમ ઉતરી? આ શુભકામના છે કે બીજું કંઈક કારણ?
વિરાટ કોહલી 62 રન બનાવી અણનમ
રાજસ્થાને આપેલ ટાર્ગેટને ચેસ કરતી વખતે વિરાટ અને સોલ્ટે બહુ ધીરજપૂર્વક રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ પોતાની અડધી સદી પૂર્ણ કર્યા બાદ ફટકાબાજી કરવાનું શરૂ કર્યુ હતું. RCB તરફથી વિરાટ કોહલી 62 રન બનાવી અણનમ રહ્યો. આ ઈનિંગમાં વિરાટ કોહલીએ 45 બોલનો સામનો કર્યો જેમાં તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. જ્યારે દેવદત્ત પડિકલે 28 બોલમાં 40 રન ફટકાર્યા હતા.
RR ની બેટિંગ સરેરાશ
RCB સામેની આ મેચમાં રાજસ્થાન માટે યશસ્વી જયસ્વાલ સિવાય અન્ય કોઈ બેટ્સમેન અસરકારક રહ્યા ન હતા. રાજસ્થાન તરફથી જયસ્વાલે 75 રન ફટકાર્યા. આ દરમિયાન જયસ્વાલે કેપ્ટન સંજુ સેમસન સાથે મળીને 49 રનની ઓપનિંગ ભાગીદારી કરી. દરમિયાન, પાવર પ્લે દરમિયાન રન રેટ ધીમો રહ્યો. આ ભાગીદારી 6.5 ઓવરમાં થઈ હતી. 19 બોલમાં 15 રન બનાવીને સેમસન સ્પિનર કૃણાલ પંડ્યાના બોલ પર સ્ટમ્પ આઉટ થયો. ત્યારબાદ જયસ્વાલે રિયાન પરાગ સાથે બીજી વિકેટ માટે 56 રન ઉમેર્યા. પરાગ 22 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 30 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
આ પણ વાંચોઃ IPL 2025: રજત પાટીદારે ટોસ જીત્યો... RCB એ રાજસ્થાન રોયલ્સને બેટિંગ આપી