SA vs NZ: શું ન્યુઝીલેન્ડ બદલી શકશે 19 વર્ષ જૂનો ઇતિહાસ? આજે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે
- SA vs NZ: T20 વર્લ્ડ કપ 2026 ની પ્રથમ સેમીફાઈનલમાં આજે કોલકાતા રમાશે
- દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે જંગ
- દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ સામે 5-0 થી આગળ
- બીજી સેમીફાઈનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે
- ન્યુઝીલેન્ડ માટે ઇતિહાસ બદલવાની સુવર્ણ તક
SA vs NZ T20 World Cup 2026 Semifinal: T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. આજે બુધવારે, 4 માર્ચના રોજ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ (Eden Gardens) સ્ટેડિયમમાં પ્રથમ સેમીફાઈનલ રમાશે. આ મુકાબલો દક્ષિણ આફ્રિકા (South Africa) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે છે. આ મેચ માત્ર ફાઈનલની ટિકિટ માટે જ નથી, પરંતુ ન્યુઝીલેન્ડ માટે ઇતિહાસ બદલવાની સુવર્ણ તક છે.
SA vs NZ: દક્ષિણ આફ્રિકાનો દબદબો અને અજેય અભિયાન
એડન માર્કરામ (Aiden Markram) ની કેપ્ટન્સી હેઠળ દક્ષિણ આફ્રિકાની ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. બીજી તરફ, મિશેલ સેન્ટનર (Mitchell Santner) ની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડની ટીમે સુપર 8 (Super 8) માં નેટ રન રેટના આધારે પાકિસ્તાન (Pakistan) ને પછાડીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જોકે, આંકડા જોઈએ તો કીવી ટીમ માટે રસ્તો ઘણો મુશ્કેલ જણાય છે.
The Proteas sweat it out ahead of the all-important #T20WorldCup semi-final clash against New Zealand 💪
Tournament broadcast details 👉 https://t.co/Wf4VaE4pSJ pic.twitter.com/8lRLQZzX0w
— T20 World Cup (@T20WorldCup) March 3, 2026
SA vs NZ: ટી20 વર્લ્ડ કપમાં 5-0નો સ્કોર
ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 વખત સામનો થયો છે અને પાંચેય વખત દક્ષિણ આફ્રિકાએ જીત મેળવી છે. 2007 માં દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટે જીત મેળવી હતી, જ્યારે 2009 માં કીવી ટીમ માત્ર 1 રનથી હારી ગઈ હતી. 2010 અને 2014 માં પણ રોમાંચક મેચોમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો. ચાલુ વર્ષે 2026 માં ચેન્નાઈ (Chennai) ખાતે રમાયેલી ગ્રુપ મેચમાં પણ દક્ષિણ આફ્રિકાએ 176 રનનો લક્ષ્યાંક માત્ર 17.1 ઓવરમાં હાંસલ કરી 7 વિકેટે જીત મેળવી હતી.
દક્ષિણ આફ્રિકાનું પલ્લું ન્યુઝીલેન્ડ પર હંમેશા ભારે રહ્યું છે
એકંદર ટી20 ઇન્ટરનેશનલ (T20I) ફોર્મેટની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 19 મેચ રમાઈ છે. જેમાંથી 12 મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી છે, જ્યારે 7 મેચ ન્યુઝીલેન્ડના નામે રહી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે દક્ષિણ આફ્રિકાનું પલ્લું ન્યુઝીલેન્ડ પર હંમેશા ભારે રહ્યું છે.
હવે જોવાનું એ રહેશે કે ઈડન ગાર્ડન્સ (Eden Gardens) ની પિચ પર શું મિશેલ સેન્ટનરની ટીમ 19 વર્ષનો જીતનો દુકાળ ખતમ કરીને ફાઈનલમાં પ્રવેશ કરી શકશે કે પછી દક્ષિણ આફ્રિકા ફરી એકવાર પોતાની સર્વોપરિતા સાબિત કરશે. ઉલ્લેખનીય છે કે, બીજી સેમીફાઈનલ ગુરુવારે મુંબઈ (Mumbai) ના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચે રમાશે.
આ પણ વાંચો: T20 World Cup : "રુલાએગા ક્યા પગલે?" જીત બાદ સંજુ અને સૂર્યા વચ્ચેનો વીડિયો થયો વાયરલ


