ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SAvsPAK: બાબર આઝમ તોડશે વિરાટ કોહલી અને રોહિત શર્માના રેકોર્ડ

Babar Azam : સાઉથ આફ્રિકાએ T20 સીરીઝમાં બાબર આઝમનાધ્યાને અનેક મોટા રેકોર્ડ હશે. તે પોતાની પહેલી ટી20 મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી શકે છે.
03:12 PM Dec 11, 2024 IST | KRUTARTH JOSHI
Babar Azam : સાઉથ આફ્રિકાએ T20 સીરીઝમાં બાબર આઝમનાધ્યાને અનેક મોટા રેકોર્ડ હશે. તે પોતાની પહેલી ટી20 મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી શકે છે.
Babar Azam make new record

Babar Azam : સાઉથ આફ્રિકાએ T20 સીરીઝમાં બાબર આઝમનાધ્યાને અનેક મોટા રેકોર્ડ હશે. તે પોતાની પહેલી ટી20 મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી શકે છે.

BABAR AZAM સાઉથ આફ્રીકા અને પાકિસ્તાન વચ્ચે 10 ડિસેમ્બરના રોજ ત્રણ મેચની ટી20 સીરીઝની પહેલી મેચ ડરબનનાં કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. મોહમ્મદ રિઝવાનની કેપ્ટન્સીમાં પાકિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકાને આકરી ટક્કર આપવા માંગશે. આ મેચમાં તમામ લોકોની નજર બાબર આઝમ પર ટકેલી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સીરીઝમાં બાબરનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. તેવામાં આ સીરીઝમાં છાપ છોડવાનો તે પ્રયાસ કરશે. બીજી તરફ આ સીરીઝમાં તેમના નિશાન પર રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ્સ હશે.

આ પણ વાંચો : Maharashtra : બંધારણના અપમાનને લઈને પરભણીમાં હિંસા, પોલીસ તૈનાત...

નિશાન પર હશે રોહિત શર્માનો આ મોટો રેકોર્ડ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ હાલ ટી20 માં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં બીજા સ્થાન પર રહ્યા. તેમણે 119 મેચમાં 4192 રન બનાવ્યા છે. પહેલા નંબર પર ભારતીય ટીમના બેટ્સમેન રોહિત શર્મા છે. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી 20 માં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. બાબર આઝમ રોહિત શર્માનો રેકોર્ડ તોડવા માટે માત્ર 40 રનની જરૂર હશે. રોહિત શર્માએ 151 મેચમાં 4231 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીનો રેકોર્ડ તોડે તેવી શક્યતા

વિરાટ કોહલી અને બાબર આઝમ ટી20માં સૌથી વધારે અડધી સદી ફટકારનારો ખેલાડી છે. આ બંન્ને બેટ્સમેનોએ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 29 વખત અડધી સદી ફટકારી છે. તેવામાં જો આજે તેઓ અડધી સદી બનાવી શકે છે તો તેઓ વિરાટ કોહલીનો પણ રેકોર્ડ તોડી નાખશે.

આ પણ વાંચો : વિનેશ ફોગાટે ધોની અને વિરાટ પાછળ છોડ્યા, Google પર સૌથી વધુ સર્ચ થયું આ....

બંન્ને ટીમની ટી20 ની સ્કવોર્ડ

દક્ષિણ આફ્રિકાની ટીમઃ હેનરિક ક્લાસેન (કેપ્ટન), ઓટનીએલ બાર્ટમેન, મેથ્યુ બ્રિટ્ઝકે, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, પેટ્રિક ક્રુગર, જ્યોર્જ લિન્ડે, ક્વેના માફાકા, ડેવિડ મિલર, એનરિચ નોર્ટજે, નકાબા પીટર, રેયાન રિકલ્ટન, તબરેઈઝ શમ્મસી અને રાઈલેસ. વેન ડેર ડ્યુસેન.

પાકિસ્તાન ટીમઃ મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), અબરાર અહેમદ, બાબર આઝમ, હરિસ રઉફ, જહાન્દાદ ખાન, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ ઈરફાન ખાન, ઓમૈર બિન યુસુફ, સૈમ અયુબ, સલમાન અલી આગા, શાહીન શાહ આફ્રિદી, સુફિયાન મોકિમ, તૈયબ તાહિર અને ઉસ્માન ખાન (વિકેટકીપર).

આ પણ વાંચો : US : ડોનાલ્ડ ટ્રમ્પે જસ્ટિન ટ્રુડોની મજાક ઉડાવી, જાણીને તમે પણ હસી પડશો...

Tags :
Babar AzamGujarat FirstGujarati NewsGujarati Samacharlatest newsPakistan T20 Matchrohit sharmaSA vs PAK T20 LiveTrending NewsVirat Kohli
Next Article