ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SA vs PAK: WTC ના ઈતિહાસમાં પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન બીજી ટેસ્ટ પ્રથમ દાવમાં કુલ 9 વખત 600 પ્લસનો સ્કોર બન્યો પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ   SA vs PAK: દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન (SA vs PAK)સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 615 રન બનાવ્યા હતા. આફ્રિકાએ 600...
09:06 AM Jan 05, 2025 IST | Hiren Dave
દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન બીજી ટેસ્ટ પ્રથમ દાવમાં કુલ 9 વખત 600 પ્લસનો સ્કોર બન્યો પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ   SA vs PAK: દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન (SA vs PAK)સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 615 રન બનાવ્યા હતા. આફ્રિકાએ 600...
SA vs PAK

 

SA vs PAK: દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન (SA vs PAK)સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 615 રન બનાવ્યા હતા. આફ્રિકાએ 600 નો આંકડો પાર કરતાની સાથે જ પાકિસ્તાનના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. વાસ્તવમાં, WTC ના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ દાવમાં કુલ 9 વખત 600 પ્લસનો સ્કોર બન્યો છે. પાકિસ્તાનની ટીમ સામે પ્રથમ દાવમાં 5 વખત 600 પ્લસનો સ્કોર થયો હતો.

 

દક્ષિણ આફ્રિકા  ટીમે 615 રનનો જંગી સ્કોર બનાવ્યો

દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચમાં યજમાન ટીમે 615 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. આ સાથે પાકિસ્તાનના નામે ખરાબ રેકોર્ડ નોંધાયો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં પાકિસ્તાનના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાની ટીમના બોલરોનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું.

 

પાકિસ્તાન ટીમના નામે એક ખરાબ રેકોર્ડ

આફ્રિકન ટીમની ઇનિંગ્સમાં ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી, જેમાં ઓપનિંગ બેટ્સમેન રેયાન રિકલ્ટનના બેટમાંથી 259 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકાએ 600 રન બનાવતા જ પાકિસ્તાન ટીમના નામે એક ખરાબ રેકોર્ડ જોડાઈ ગયો. ટેસ્ટ ક્રિકેટમાં, 2021 થી, 11 વખત ત્રણ બેટ્સમેનોએ એક ઇનિંગમાં સદી ફટકારી છે, જેમાંથી ત્રણ વખત પાકિસ્તાની ટીમ સામે આવું બન્યું છે, જે અન્ય કોઈપણ ટીમની તુલનામાં સૌથી વધુ છે.

આ પણ  વાંચો -Sports: ઈગા સ્વિયાતેકે રેબાકિનાને હરાવતા પોલેન્ડ યુનાઇટેડ કપની ફાઇનલમાં

સુધી માત્ર 9 વખત ટીમનો 600 પ્લસનો

એટલું જ નહીં, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 9 વખત ટીમનો 600 પ્લસનો સ્કોર એક ઈનિંગમાં જોવા મળ્યો છે, જેમાંથી 5 વખત પાકિસ્તાન સામે બન્યું છે. દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે એક-એક વખત એવું બન્યું હતું. છેલ્લા ચાર વર્ષમાં પાકિસ્તાનના બોલરોએ ટેસ્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે.

આ પણ  વાંચો -યજુવેન્દ્ર ચહલે ધનશ્રીને અનફોલો કરીને તમામ તસ્વીરો હટાવી, બંન્ને છૂટાછેડા લગભગ નિશ્ચિત

પ્રથમ દાવમાં 615 રન બનાવ્યા

ચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં 615 રન બનાવ્યા હતા. રેયાન રિકલ્ટને 259 રનની ઇનિંગ અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ સદી ફટકારી હતી. આ સિવાય આફ્રિકા ટીમનો વિકેટકીપર બેટ્સમેન કાયલ વોરેન પણ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. માર્કો જેન્સન (62) અને કેશવ મહારાજ (40)એ પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાન તરફથી સલમાન આગા અને અબ્બાસે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

 

Tags :
CricketGujaratGujarat FirstPakistanSouth AfricaTest MatchWORLD TEST CHAMPIONSHIP
Next Article