Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sachin Tendulkar Birthday : ક્રિકેટના બાદશાહે, પત્ની અને માતા સાથે જન્મદિવસ પર એક અદભુત ફોટો કર્યો શેર

Sachin Tendulkar Birthday : ક્રિકેટ જગતના દિગ્ગજ અને 'ભારત રત્ન' સચિન તેંડુલકર આજે તેમનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલિબ્રિટીઝ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
sachin tendulkar birthday   ક્રિકેટના બાદશાહે  પત્ની અને માતા સાથે જન્મદિવસ પર એક અદભુત ફોટો કર્યો શેર
Advertisement
  • ક્રિકેટના 'ભગવાન' Sachin Tendulkar આજે મનાવી રહ્યા છે તેમનો 53મો Birthday
  • સચિને માતા અને પત્ની અંજલિ સાથે ફોટો શેર કરી દિવસને 'પરફેક્ટ' ગણાવ્યો
  • જન્મદિવસની પોસ્ટમાં નથી અર્જુન કે સારા, માત્ર ખાસ લોકો સાથે કરી ઉજવણી
  • 24 વર્ષની કરિયર અને 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર લેજન્ડનો આજે ખાસ દિવસ
  • સોશિયલ મીડિયા પર માસ્ટર બ્લાસ્ટર માટે ઉમટ્યો ફેન્સનો અદભુત પ્રેમ

Sachin Tendulkar Birthday : ક્રિકેટ જગતના દિગ્ગજ અને 'ભારત રત્ન' (Bharat Ratna) સચિન તેંડુલકર (Sachin Tendulkar) આજે તેમનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલિબ્રિટીઝ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. જોકે, સચિને પોતાના દિવસની શરૂઆત ખૂબ જ સાદગીપૂર્ણ અને પારિવારિક રીતે કરી છે, જેની તસવીર અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ (Viral Photo) થઈ રહી છે.

Sachin Tendulkar Birthday :  પરિવાર સાથે કરી દિવસની શરુઆત

પોતાના જન્મદિવસ (Birthday Celebration)ની ઉજવણીના ભાગરૂપે સચિને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એક સુંદર તસવીર શેર કરી છે. આ ફોટામાં સચિન તેની માતા રજની તેંડુલકર (Rajni Tendulkar) અને પત્ની અંજલિ (Anjali Tendulkar) સાથે જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ ફોટામાં તેનો પુત્ર અર્જુન, પુત્રી સારા કે પુત્રવધૂ સાનિયા જોવા મળતા નથી. સચિને કેપ્શનમાં લખ્યું, "માતા, અંજલિ અને મારા જેવો તોફાની... દિવસની આનાથી વધુ સારી શરૂઆત બીજી શું હોઈ શકે? એક માણસને આનાથી વધુ શું જોઈએ!"

Advertisement

ક્રિકેટનો સુવર્ણ ઇતિહાસ અને અજેય રેકોર્ડ્સ

1989માં માત્ર 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે ડેબ્યૂ (International Debut) કરનાર સચિનની 24 વર્ષની લાંબી કારકિર્દી (Cricket Career) અનેક કીર્તિમાનોથી ભરેલી છે. વર્ષ 2011માં પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) પર વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન સચિને પૂર્ણ કર્યું હતું. તે વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી (100 Centuries) ફટકારી છે. આ ઉપરાંત સચિને 200 ટેસ્ટ મેચમાં 15,921 રન અને 463 વનડે (ODI) મેચમાં 18,426 રન બનાવ્યા છે.

Advertisement

મેદાન બહાર પણ તેટલા જ મહાન

સચિન માત્ર તેની બેટિંગ માટે જ નહીં, પરંતુ તેની નમ્રતા અને માનવતા માટે પણ જાણીતા છે. વર્ષ 2013માં નિવૃત્તિ (Retirement) લીધા પછી પણ તે નવા ખેલાડીઓને માર્ગદર્શન આપવામાં અને સામાજિક કાર્યોમાં સક્રિય રહે છે. તેમની આ ઉદારતા જ તેમને કરોડો ચાહકોના પ્રિય બનાવે છે.

આ પણ વાંચો---- IPL 2026 : MI બરાબરનું રગદોળાયું, CSK એ ગાભા કાઢી નાંખ્યા

Tags :
Advertisement

.

×