ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સચિન તેંડુલકરના પુત્રએ ફોટોગ્રાફર્સને આપી ગાળો! સોશિયલ મીડિયામાં થયો Troll

સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)ની ક્રિકેટ કારકિર્દી માટે 2023નું વર્ષ ઘણું સારું રહ્યું છે. આ વર્ષે, 2021થી ચાલી રહેલી IPLમાં રમવાની તેની રાહનો અંત આવ્યો અને તેણે મુંબઈ માટે ડેબ્યૂ કર્યું. તેની રમતની સાથે સાથે...
11:16 PM Jun 03, 2023 IST | Hardik Shah
સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)ની ક્રિકેટ કારકિર્દી માટે 2023નું વર્ષ ઘણું સારું રહ્યું છે. આ વર્ષે, 2021થી ચાલી રહેલી IPLમાં રમવાની તેની રાહનો અંત આવ્યો અને તેણે મુંબઈ માટે ડેબ્યૂ કર્યું. તેની રમતની સાથે સાથે...

સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)ની ક્રિકેટ કારકિર્દી માટે 2023નું વર્ષ ઘણું સારું રહ્યું છે. આ વર્ષે, 2021થી ચાલી રહેલી IPLમાં રમવાની તેની રાહનો અંત આવ્યો અને તેણે મુંબઈ માટે ડેબ્યૂ કર્યું. તેની રમતની સાથે સાથે તે અન્ય પ્રવૃત્તિઓને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ જૂના વીડિયોમાં અર્જુન તેંડુલકર એક રેસ્ટોરન્ટ છોડીને પોતાની કાર તરફ જતો જોવા મળી રહ્યો છે. તેની સાથે એક સિક્યુરિટી ગાર્ડ પણ છે. આ દરમિયાન કેટલાક ફોટોગ્રાફર્સ તેની તસવીર ખેંચે છે જેના માટે તે ઉભો રહે છે અને બાદમાં 'ઝાલે કઢલે' કહે છે. મરાઠીમાં આ શબ્દનો અર્થ થાય છે શું તમે ફોટો લઇ લીધો. પરંતુ આ વીડિયો જોયા પછી જે લોકો મરાઠી નથી સમજતા તેઓ સમજી ગયા કે અર્જુન તેંડુલકર 'સાલે કટ લે' કહી રહ્યો છે. ગેરસમજના કારણે ફેન્સ આ ખેલાડીને ઈન્સ્ટા પર ટ્રોલ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ વીડિયો જૂનો છે જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ડાબોડી ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરને, જે 2021 થી IPLમાં પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહ્યો હતો, તેને IPL 2023 માં કોલકાતા સામે ડેબ્યૂ કરવાની તક મળી. આ સિઝનમાં તેણે 4 મેચ રમી જેમાં તેને માત્ર 1 ઈનિંગમાં બેટિંગ કરવાની તક મળી અને તેમાં તેણે 13 રન બનાવ્યા. આ સિવાય 4 મેચમાં 9.5 ઓવરની બોલિંગમાં તેણે 92 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) IPL 2023માં પોતાના ડેબ્યૂને લઈને ચર્ચામાં હતો, કેમેરા મેન સાથે દુર્વ્યવહાર કરતો ડગઆઉટમાં બેઠેલી તેની તસવીર ખૂબ વાયરલ થઈ હતી. આ સિવાય એક મેચ દરમિયાન તેના નાકમાં હાથ નાખવાનો અને તે જ આંગળી મોંઢામાં નાખવાનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેના પછી તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - ICC WTC માં રમશે અજિક્ય રહાણે, જાણો કોણે મુશ્કેલ સમયમાં આપ્યો સાથ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
arjun tendulkarIPL 2023sachin tendulkarSocial Mediaviral video
Next Article