ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cricket જગત માટે દુઃખદ સમાચાર,આ અમ્પાયરનું 41 વર્ષની ઉંમરે નિધન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર બિસ્મિલ્લાહ જાન શિનવારીનું નિધન  અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે મંગળવારે આ વાતની પુષ્ટિ કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં શોકનું મોજું Umpire Bismillah Jan Shinwari demise: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર બિસ્મિલ્લાહ જાન શિનવારીનું (Bismillah Jan Shinwari))માત્ર 41 વર્ષની ઉંમરે અવસાન થયું....
04:47 PM Jul 08, 2025 IST | Hiren Dave
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર બિસ્મિલ્લાહ જાન શિનવારીનું નિધન  અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે મંગળવારે આ વાતની પુષ્ટિ કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં શોકનું મોજું Umpire Bismillah Jan Shinwari demise: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર બિસ્મિલ્લાહ જાન શિનવારીનું (Bismillah Jan Shinwari))માત્ર 41 વર્ષની ઉંમરે અવસાન થયું....
Umpire Bismillah Jan Shinwari demise

Umpire Bismillah Jan Shinwari demise: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર બિસ્મિલ્લાહ જાન શિનવારીનું (Bismillah Jan Shinwari))માત્ર 41 વર્ષની ઉંમરે અવસાન થયું. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે મંગળવારે આ વાતની પુષ્ટિ કરી. તેમના મૃત્યુના સમાચાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે.

ICC ઇન્ટરનેશનલ પેનલ ઓફ અમ્પાયર્સના સભ્ય હતા

શિનવારી ICC ઇન્ટરનેશનલ પેનલ ઓફ અમ્પાયર્સના સભ્ય હતા અને તેમણે 25 ODI અને 21 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું હતું. તેમણે ડિસેમ્બર 2017માં શારજાહમાં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી ODI મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ  વાંચો -RCB ના આ ક્રિકેટર પર ગાઝિયાબાદની યુવતીએ લગાવ્યો જાતીય શોષણનો આરોપ, FIR દાખલ

અફઘાનિસ્તાન વિરુદ્ધ આયર્લેન્ડ વચ્ચેની  છેલ્લી મેચ હતી

ODI ક્રિકેટમાં, તેમણે આ વર્ષે 18 ફેબ્રુઆરીએ ઓમાન વિરુદ્ધ યુએસએ મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું; જ્યારે T20 આંતરરાષ્ટ્રીયમાં, 18 માર્ચે શારજાહમાં રમાયેલી અફઘાનિસ્તાન વિરુદ્ધ આયર્લેન્ડ વચ્ચેની મેચ અમ્પાયર તરીકે તેમની છેલ્લી મેચ હતી.

આ પણ  વાંચો -ત્રેવડી સદી ફટકાર્યા બાદ દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો સૌથી ખરાબ નિર્ણય લીધો

બિસ્મિલ્લાહ જાન અફઘાન ક્રિકેટમાં શોકની

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ મંગળવારે તેમને શ્રદ્ધાંજલિ આપી. ACB એ તેની પોસ્ટમાં લખ્યું- ACBનું નેતૃત્વ, સ્ટાફ અને સમગ્ર અફઘાન ટીમ બિસ્મિલ્લાહ જાન શિનવારીના અવસાનથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે.તેઓ અફઘાનિસ્તાનના ચુનંદા અમ્પાયરિંગ પેનલના આદરણીય સભ્ય હતા. તેમનું બીમારીને કારણે અવસાન થયું. બિસ્મિલ્લાહ જાન અફઘાન ક્રિકેટના સાચા સેવક હતા, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમના પરિવાર, મિત્રો અને સમગ્ર અફઘાન ક્રિકેટ સમુદાય પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.

ICC ચેરમેન જય શાહે શોક વ્યક્ત કર્યો

ICC ચેરમેન જય શાહે પણ શિનવારીના અવસાન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું- તેમણે ક્રિકેટમાં ઘણું યોગદાન આપ્યું છે, તેમનું વિદાય ક્રિકેટ સમુદાય માટે એક મોટું નુકસાન છે, અમે તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

Tags :
Afghan umpire Bismillah passes awayAfghanistan cricket board newsAfghanistan cricket umpire diesBismillah Jan obituaryBismillah Jan Shinwari age 41Bismillah Jan Shinwari umpirecontent="Bismillah Jan Shinwari deathcricket umpire death 2025ICC panel umpire deathICC umpire Bismillah Jan
Next Article