સાઈ સુદર્શને IPLમાં રચ્યો ઇતિહાસ, એક જ પ્રકારે સતત બે વાર થયો આઉટ
Sai Sudharsan Hit Wicket : IPL 2026 માં ગુજરાત ટાઇટન્સ [Gujarat Titans] ના બેટ્સમેન સાઈ સુદર્શન [Sai Sudharsan] સાથે એક આઉટ થવાની વિચિત્ર ઘટના બની છે. એક જ પ્રકારની ભૂલને કારણે તે સતત બે વખત આઉટ થતા સોશિયલ મીડિયા પર પણ આ અંગે ઘણી ચર્ચાઓ હાલ થઇ રહી છે. અગાઉની મેચ પણ હિટ વિકેટ થયો હતો.
Sai Sudharsan Hit Wicket : સાઈ સુદર્શન ફરી એકવાર 'હિટ વિકેટ
રાજસ્થાન રોયલ્સ [Rajasthan Royals] સામેની મેચમાં ૨૧૫ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ગુજરાત ટાઇટન્સ [Gujarat Titans] ના ઓપનર શુભમન ગિલ [Shubman Gill] અને સાઈ સુદર્શન [Sai Sudharsan] એ શાનદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ આક્રમક શોટ્સને બદલે ગ્રાઉન્ડેડ શોટ્સ પર ધ્યાન આપ્યું હતું અને રાજસ્થાનના બોલરોને વિકેટ માટે તરસાડી દીધા હતા.
સાઇ સુદર્શનને ફરી કરી એજ ભૂલ
નોંધનીય છે કે મેચ દરમિયાન જીટી [GT] મજબૂત સ્થિતિમાં હતી અને સ્કોર ૧૬૭ રન સુધી પહોંચ્યો હતો. જોકે, ૧૩મી ઓવરમાં સાઈ સુદર્શન ૫૮ રન બનાવીને ક્રિઝ પર હતો ત્યારે તે ફરી એકવાર 'હિટ વિકેટ' [Hit Wicket] આઉટ થયો હતો. આ ઘટના ક્રિકેટ ચાહકો માટે ચોંકાવનારી હતી કારણ કે સાઈ સુદર્શન આ પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સ [Lucknow Super Giants - LSG] સામેની મેચમાં પણ બિલકુલ આજ રીતે હિટ વિકેટ આઉટ થયો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે તે બંને મેચમાં સેટ થઈ ગયા પછી અને પોતાની અર્ધસદીની નજીક અથવા અર્ધસદી પૂરી કર્યા બાદ જ આ રીતે આઉટ થયો છે. અગાઉની મેચમાં પણ તે બિલકુલ આજ રીતે આઉટ થયો હતો. સતત બે મેચમાં એક જ રીતે આઉટ થવું એ સાઈ સુદર્શનના ટેકનિકલ અભિગમ પર સવાલો ઉભા કરે છે. સાઇ સુદર્શને આઇપીએલમાં હિટ વિકેટમાં બે વાર સતત આઉટ થઇને ઇતિહાસ રચ્યો છે.
આ પણ વાંચો : GT vs RR: કેપ્ટન ગિલની તોફાની બેટિંગ કરતા સદી ફટકારી, પિતાજી એ પંજાબી અદામાં બિરદાવી


