Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CSKની જીત પર સારા અને વિકી સ્ટેડિયમમાં ખુશીથી ઝૂમી ઉઠી,જુઓ video

બોલીવુડની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વિકી કૌશલ હાલમાં તેમની ફિલ્મ ‘જરા હટકે ઝરા બચકે’ના પ્રચારમાં વ્યસ્ત છે. જેમ-જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે, બંને સ્ટાર્સ ફિલ્મને હિટ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે....
cskની જીત પર સારા અને વિકી સ્ટેડિયમમાં ખુશીથી ઝૂમી ઉઠી જુઓ video
Advertisement
બોલીવુડની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વિકી કૌશલ હાલમાં તેમની ફિલ્મ ‘જરા હટકે ઝરા બચકે’ના પ્રચારમાં વ્યસ્ત છે. જેમ-જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે, બંને સ્ટાર્સ ફિલ્મને હિટ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.
આ દરમિયાન ગઈકાલે એટલે કે 29 મેના રોજ સારા અલી ખાન અને વિકી કૌશલ IPL 2023ની ફાઈનલ મેચ જોવા માટે આવ્યા હતા. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ હતી. જો કે આ મેચ 28 મેના રોજ યોજાવાની હતી પરંતુ વરસાદના કારણે મેચ આગળ ધપાવવામાં આવી હતી. આ મેચનું પરિણામ સામે આવ્યું છે, જે બાદ સારા અલી ખાન અને વિકી કૌશલનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વિકી કૌશલ-સારા અલી ખાન ખુશીથી કૂદી પડ્યા
વિકી કૌશલ અને સારા અલી ખાન તેમની ફિલ્મ જરા હટકે ઝરા બચકેના પ્રમોશન માટે IPL 2023 ની ફાઈનલ મેચ જોવા આવ્યા હતા. જે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ગઈકાલે એટલે કે 29મી મેના રોજ રમાયેલી આ મેચનું પરિણામ વરસાદના કારણે વિલંબમાં આવ્યું હતું. પરંતુ સારા અલી ખાન અને વિકી કૌશલ આખી મેચ જોઈને ત્યાંથી નીકળી ગયા હતા.
આ મેચમાં સારા અલી ખાન અને વિકી કૌશલની આ મેચના ઘણા વીડિયો વાયરલ થયા હતા. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ જે વીડિયો સામે આવ્યો છે તેમાં સારા અલી ખાન અને વિકી કૌશલ ખુશીથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિકી કૌશલ અને સારા અલી ખાન ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.
વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
વિકી કૌશલ અને સારા અલી ખાન અભિનીત ઝરા હટકે ઝરા બચકે 2 જૂન, 2023ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મના પ્રમોશન માટે બંન્ને સેલેબ્સ એકસાથે ઘણી જગ્યાએ જોવા મળ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.

×