Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શાહરુખ ખાનનો બાઉન્ડરી પર કમાલ, જબરદસ્ત ઝડપ્યા કેચ,જુઓ Video

શનિવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં જબરદસ્ત IPl 2023 મેચ જોવા મળી હતી. અહીં હોમગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 160 રનનુ લક્ષ્ય પંજાબ કિંગ્સ સામે રાખ્યુ હતુ. જવાબમાં પંજાબ કિંગ્સ સંઘર્ષની સ્થિતીમાં લક્ષ્ય સુધી પહોંચવા મથામણ કરી રહ્યુ હતુ...
શાહરુખ ખાનનો બાઉન્ડરી પર કમાલ  જબરદસ્ત ઝડપ્યા કેચ જુઓ video
Advertisement

શનિવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં જબરદસ્ત IPl 2023 મેચ જોવા મળી હતી. અહીં હોમગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 160 રનનુ લક્ષ્ય પંજાબ કિંગ્સ સામે રાખ્યુ હતુ. જવાબમાં પંજાબ કિંગ્સ સંઘર્ષની સ્થિતીમાં લક્ષ્ય સુધી પહોંચવા મથામણ કરી રહ્યુ હતુ અને અંતમાં સિકંદર રઝા અને શાહરુખ ખાને પંજાબને માટે બાજી બનાવી દીધી હતી. જોકે મેચમાં શાહરુખ ખાને સૌને પ્રભાવિત કર્યા હતા. શાહરુખ ખાને અંતમાં ભલે બેટિંગ વડે છગ્ગા ફટકારી દિલ જીતી લીધા હોય, પરંતુ ફિલ્ડીંગ દરમિયાન તેણે શાનદાર કેચ ઝડપ્યા હતા. આમ મેચમાં તેને બેટિંગ હોય કે ફિલ્ડીંગ પરંતુ બાઉન્ડરી પર કમાલ ફાવી ગયો હતો.

પંજાબ કિંગ્સે લખનૌ સામની મેચને 2 વિકેટથી 3 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. સિકંદર રઝાએ મુશ્કેલ સમયમાં અડધી સદી નોંધાવીને પંજાબને માટે મેચ બનાવી આપી હતી. રઝાએ મેચનો અસલી રોમાંચ બનાવ્યો હતો. જેને લઈ શાહરુખ ખાને અંતમાં જીત અપાવવાનુ કાર્ય પોતાની અદાથી પૂર્ણ કર્યુ હતુ. મેચ અંતમાં રસાકસી ભરી બની ગઈ હતી.

Advertisement

Advertisement

યુદ્ધવીરનો ઝડપ્યો શાનદાર કેચ
સેમ કરનના બોલ પર યુદ્ધવીર સિંહે લોંગ ઓન તરફ શોટ રમ્યો હતો. શાહરૂખ ખાને પણ તેને પહેલા બાઉન્ડ્રીની નજીક કેચ કર્યો અને સંતુલન બગડે તે પહેલા બોલ હવામાં ઉછાળ્યો અને બાઉન્ડ્રીની બહાર નિકળી ગયો હતો. બાદમાં ફરી મેદાનમાં પળવારમાં આવીને હવામાં ઉછાળેલા બોલને ફરીથી ઝડપીને કેચ પૂરો કર્યો હતો. શાહરૂખના આ બે કેચ જોઈને બધા દંગ રહી ગયા. બરાબર એ જ કેચ 5 ઓવરના ગેપમાં લીધો. કેપ્ટન સેમ કરને શાહરૂખને બાઉન્ડ્રીની નજીક ઉભો રાખ્યો તે પ્લાનિંગ સફળ રહ્યું.

આ પહેલા 15 મી ઓવરમાં પણ શાહરુખે શાનદાર કેચ બાઉન્ડરી પર ઝડપ્યો હતો. કાગિસો રબાડાના બોલ પર કૃણાલ પંડ્યાએ મોટો શોટ રમ્યો હતો. જ્યાં બાઉન્ડરી પર શાહરુખ ખાને તેનો કેચ ઝડપી લઈને મહત્વની વિકેટ ઝડવામાં મહત્વનુ યોગદાન આપ્યુ હતુ.

આપણ  વાંચો- વિરાટ કોહલી મહેરબાની કરીને રન ન બનાવતાં નહીંતર RCB હારી જશે !

Tags :
Advertisement

.

×