Shreyas Iyer bullet Throw : વડોદરામાં અય્યરનું તોફાન, બુલેટ જેવો થ્રો જોઈને કીવી કેપ્ટન પણ ચોંકી ગયા
- IND vs NZ: અય્યરના 'બુલેટ થ્રો'એ કિવી ટીમની બાજી બગાડી
- વડોદરામાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચમાં રસાકસી
- ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 300 રન ખડકી ભારતને આપ્યો 301 નો ટાર્ગેટ
- શ્રેયસ અય્યરે બુલેટ થ્રોથી માઈકલ બ્રેસવેલને કર્યા રનઆઉટ
- પલક ઝપકતા થયેલા રનઆઉટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Shreyas Iyer bullet Throw : વડોદરાના મેદાન પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચ રોમાંચક તબક્કે પહોંચી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યુઝીલેન્ડની ટીમે મજબૂત શરૂઆત કરી હતી પરંતુ સમયાંતરે વિકેટો ગુમાવી હતી. જોકે, મેચની સૌથી મોટી હાઈલાઈટ ઈજા બાદ વાપસી કરી રહેલા શ્રેયસ અય્યરની ફિલ્ડિંગ રહી હતી. અય્યરે ચિત્તા જેવી ઝડપ બતાવીને કરેલા એક રનઆઉટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Shreyas Iyer bullet Throw : કિવી કેપ્ટન સ્તબ્ધ
ન્યુઝીલેન્ડની ઇનિંગ મુશ્કેલીમાં હતી અને 200 રનની અંદર જ અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. તે સમયે કિવી કેપ્ટન માઈકલ બ્રેસવેલ અને ડેરિલ મિચેલ બાજી સંભાળી રહ્યા હતા. ઇનિંગની 43મી ઓવરમાં મિચેલે લોંગ ઓન પર શોટ રમ્યો અને રન લેવા દોડ્યા. કોમેન્ટેટર્સથી લઈને દર્શકોને લાગ્યું કે બે રન આસાનીથી પૂરા થઈ જશે. પરંતુ બાઉન્ડ્રી લાઈન પર ઉભેલા શ્રેયસ અય્યરે આંખના પલકારામાં બોલ ઉપાડીને વીજળીવેગે થ્રો કર્યો. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર દોડી રહેલા કેપ્ટન બ્રેસવેલ ક્રીઝમાં પહોંચે તે પહેલા જ વિકેટ્સ વિખેરાઈ ગઈ હતી. આ રનઆઉટ જોઈને સૌકોઈ અવાક રહી ગયા હતા.
SHREYAS IYER THE FIELDER DESERVES MUCH MORE APPRECIATION. 🫡🔥
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 11, 2026
ભારતને જીતવા માટે 301 રનનો પડકાર
ન્યુઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 300 રનનો મજબૂત સ્કોર ખડક્યો છે. હવે ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 301 રનનો લક્ષ્યાંક મળ્યો છે. આ મોટા સ્કોરનો પીછો કરવા માટે ભારતની આશા ફરી એકવાર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર ટકેલી છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં આ બંને દિગ્ગજોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, ત્યારે ન્યુઝીલેન્ડ સામે પણ બેટિંગમાં આતશબાજી જોવા મળી શકે છે.
ઈજા બાદ વાપસી: અય્યર પર સૌની નજર
ઉલ્લેખનીય છે કે, શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા સામેની સિડની વનડેમાં ઈજાગ્રસ્ત થયા બાદ ટીમમાંથી બહાર થયા હતા. લગભગ ત્રણ મહિનાના આરામ અને રિહેબ બાદ તેઓ ફરીથી બ્લૂ જર્સીમાં મેદાન પર ઉતર્યા છે. ફિલ્ડિંગમાં તો તેમણે કમાલ કરી દીધી છે, પરંતુ હવે ચાહકો તેમને બેટિંગમાં પણ મોટો સ્કોર કરતા જોવા માંગે છે. આ કમબેક મેચ અય્યર માટે ઘણી મહત્વની સાબિત થવાની છે.
આ પણ વાંચો :T20 World Cup Controversy : ટી20 વર્લ્ડ કપ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રી, બાંગ્લાદેશને લઇને આપી આ મોટી ઓફર


