ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Champions Trophy પહેલા શુભમન ગિલે રચ્યો ઈતિહાસ, રોહિત-બાબરને છોડ્યા પાછળ

ICC ODIબેટ્સમેન રેન્કિંગમાં જાહેર કરી શુભમન ગિલ વનડેમાં નંબર-1 બેટ્સમેન બન્યો ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન   Champions Trophy : ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં (Champions Trophy)પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે રમશે. તે પહેલા ટીમ ઈન્ડિયાના ડેશિંગ બેટ્સમેન...
05:26 PM Feb 19, 2025 IST | Hiren Dave
ICC ODIબેટ્સમેન રેન્કિંગમાં જાહેર કરી શુભમન ગિલ વનડેમાં નંબર-1 બેટ્સમેન બન્યો ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન   Champions Trophy : ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં (Champions Trophy)પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે રમશે. તે પહેલા ટીમ ઈન્ડિયાના ડેશિંગ બેટ્સમેન...
Shubman Gill number one in ICC Rankings

 

Champions Trophy : ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં (Champions Trophy)પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે રમશે. તે પહેલા ટીમ ઈન્ડિયાના ડેશિંગ બેટ્સમેન શુભમન ગિલનો જલવો ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં જોવા મળ્યો. શુભમન ગિલ (Shubman Gill ) રોહિત શર્મા અને બાબર આઝમ (Babar Azam)જેવા ખેલાડીઓને હરાવીને વનડેમાં નંબર-1 બેટ્સમેન બન્યો છે.

ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન

તાજેતરમાં ઈંગ્લેન્ડ સાથે રમાયેલી ત્રણ મેચની ODI સિરીઝમાં શુભમન ગિલનું પ્રદર્શન શાનદાર રહ્યું. ગિલે આ સિરીઝમાં 2 અડધી સદી અને એક સદી ફટકારી હતી. ગિલે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચમાં 229 રન બનાવ્યા. તેને છેલ્લી ODI મેચમાં 112 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય તેને પહેલી મેચમાં 87 રન અને બીજી મેચમાં 60 રન બનાવ્યા. શુભમન ગિલના હાલમાં 796 રેટિંગ પોઈન્ટ છે. ગિલ બીજી વખત ODI માં નંબર-1 બેટ્સમેન બન્યો છે.

આ પણ  વાંચો-Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી આજથી શરૂ, પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાન સામે ટકરાશે

બાબર આઝમ બીજા સ્થાને સરક્યો

પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ હવે ICC ODI બેટ્સમેનોની તાજેતરની રેન્કિંગમાં બીજા સ્થાને સરકી ગયો છે. બાબર આઝમના હાલમાં 773 રેટિંગ પોઈન્ટ છે. ગિલની સરખામણીમાં, બાબરનું પ્રદર્શન છેલ્લી કેટલીક મેચોમાં ખાસ રહ્યું નથી. લાંબા સમય પછી, બાબર નંબર-2 પર સરકી ગયો છે. બાબર હવે ગિલથી 23 રેટિંગ પોઈન્ટ પાછળ છે.

આ પણ  વાંચો-MIW Vs GGW: મુંબઈ ઈન્ડિયન્સની ગુજરાત સામે શાનદાર જીત,સિવર-બ્રન્ટે ફટકારી ફિફ્ટી

ત્રીજા સ્થાને છે રોહિત શર્મા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આઈસીસી બેટિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાને યથાવત છે. હાલમાં રોહિતના 761 રેટિંગ પોઈન્ટ છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેન 756 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે અને ડેરિલ મિશેલ 756 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.

Tags :
Babar AzamBabar Azam ICC RankingsCHAMPIONS TROPHYGujarat FirstHeinrich KlaasenHiren daveICC Latest RankingICC ODI RankingsICC RankingsICC Update RankingsODI ICC RankingsODI RankingRankings ICC ODIrohit sharmaShubman GillShubman Gill ICC RankingsShubman Gill number one in ICC RankingsVirat Kohli
Next Article