ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Shubman Gill Record : ઓવલ ટેસ્ટમાં શુભમન ગિલે કર્યો રેકોર્ડનો વરસાદ

ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે રચ્યો ઈતિહાસ મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બન્યો   Shubman Gill Record : ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ઓવલ ખાતે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો...
08:27 PM Jul 31, 2025 IST | Hiren Dave
ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે રચ્યો ઈતિહાસ મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બન્યો   Shubman Gill Record : ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ઓવલ ખાતે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો...
Shubman Gill Record

 

Shubman Gill Record : ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ઓવલ ખાતે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો છે. તેને મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે તે ટેસ્ટ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે.સુનીલ ગાવસ્કર હવે આ બાબતમાં પાછળ રહી ગયા છે. શુભમન ગિલને આ રેકોર્ડ (Shubman Gill Record)તોડવા માટે ફક્ત 11 રન બનાવવાની જરૂર હતી. આ મેચમાં તેને 11 રન બનાવતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની છેલ્લી મેચ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલના મેદાન પર 5 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ રમાઈ રહી છે, જેમાં ટીમ ઇન્ડિયા ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરી છે. ભારતીય ટીમે 38ના સ્કોર પર પોતાની બીજી વિકેટ કેએલ રાહુલના રૂપે ગુમાવી હતી. ત્યાર બાદ કેપ્ટન શુભમન ગિલ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો. ગિલે છઠ્ઠા બોલમાં જ્યારે પોતાનું ખોતું ખોલ્યું, તેની સાથે જ તેણે આ ટેસ્ટ સિરીઝમાં કુલ 723 રન બનાવ્યાં અને તે SENA દેશોમાં કેપ્ટન તરીકે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો. તેની પહેલા આ રેકોર્ડ ગેરી સોબર્સના નામે હતો. જેણે વર્ષ 1966માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન તરીકે કુલ 722 રન બનાવ્યાં હતા.

આ પણ  વાંચો -ખો-ખો રમત માટે 'અચ્છે દિન આ ગયે', AIESCB ના કેલેન્ડરમાં સમાવેશ

સુનિલે 1978/79માં મેળવી હતી આ સિદ્ધિ

સુનીલ ગાવસ્કરે આ સિદ્ધિ 1978/79માં મેળવી હતી. સુનીલ ગાવસ્કરે કેપ્ટન તરીકે એક ટેસ્ટ સિરીઝમાં 732 રન બનાવ્યા હતા. પરંતુ હવે આ રેકોર્ડ શુભમન ગિલે તોડી નાખ્યો છે. હવે ગિલે એક ટેસ્ટ સિરીઝમાં 733 રન બનાવીને ભારત માટે કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. હવે સુનીલ ગાવસ્કર બીજા સ્થાને આવી ગયો છે.

આ પણ  વાંચો -India and England : પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ ટીમને મોટો ઝટકો, આ ખેલાડી થયો બહાર

વિરાટ કોહલીનું નામ ત્રીજા નંબરે

આ સિવાય વિરાટ કોહલીનું નામ ત્રીજા નંબરે છે. તેને 2017-18માં એક ટેસ્ટ સિરીઝમાં 655 રન બનાવ્યા હતા. કિંગ કોહલીએ ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. કિંગ કોહલીનું નામ પણ ચોથા નંબરે છે. તેને 2017-18માં શ્રીલંકા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં 610 રન બનાવ્યા હતા. આ પછી, પાંચમું સ્થાન પણ રન મશીનના નામે છે. તેને 2018માં ભારતીય કેપ્ટન તરીકે 593 રન બનાવ્યા હતા.

Tags :
Gary SobersIND vs ENGIndia Vs EnglandIndian Cricket TeamShubman GillShubman Gill NewsSports NewsTeam India Cricket News
Next Article