મેદાન પર મોતનો આંચકો! Karnataka ના પૂર્વ ફાસ્ટ બોલર SL Akshay નું હૃદયરોગના હુમલાથી નિધન
- બેંગલુરુમાં પૂર્વ ફાસ્ટ બોલર SL Akshay નું મેદાન પર જ નિધન
- માત્ર 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે જીવ ગુમાવ્યો
- 2014-15 ની રણજી ટ્રોફી વિજેતા ટીમના મહત્વના સભ્ય હતા અક્ષય
- નિવૃત્તિ બાદ કર્ણાટક અંડર-19 ટીમના યુવા ખેલાડીઓને આપી રહ્યા હતા કોચિંગ
- ક્રિકેટ જગતે એક તેજસ્વી ખેલાડી અને કોચ ગુમાવ્યા
SL Akshay death news : ક્રિકેટના મેદાન પરથી એક ખૂબ જ કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના પૂર્વ પ્રતિભાશાળી ફાસ્ટ બોલર (Fast Bowler) એસ.એલ. અક્ષય (SL Akshay) નું રવિવારે બેંગલુરુમાં એક ક્લબ મેચ દરમિયાન હૃદયરોગના હુમલા (Heart Attack) ને કારણે અકાળે નિધન થયું છે. માત્ર 39 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દેનારા અક્ષયના આકસ્મિક મૃત્યુથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
SL Akshay ની મોતનો ઘટનાનો ઘટનાક્રમ
રવિવારે બેંગલુરુમાં કેએસસીએ (KSCA) થર્ડ ડિવિઝન લીગ મેચ રમાઈ રહી હતી, જેમાં એસ.એલ. અક્ષય સૈફાયર સીસી (Sapphire CC) ટીમ તરફથી મેદાનમાં ઉતર્યા હતા. મેચ દરમિયાન તેઓ પૂરા જોશ સાથે બોલિંગ કરી રહ્યા હતા. અક્ષયે પોતાની ટીમના ફાળે આવેલી ચાર ઓવર ખૂબ જ કુશળતાપૂર્વક ફેંકી હતી. પરંતુ, ઓવર પૂરી કર્યા બાદ તેમને અચાનક ગભરામણ અને છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાયો હતો. તબિયત બગડતા તેઓ તરત જ મેદાનની બહાર જતા રહ્યા હતા. જોકે, તેમની સ્થિતિ સતત ગંભીર બનતી ગઈ, જેના કારણે તેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ (Hospital) માં દાખલ કરવામાં આવ્યા. પરંતુ કમનસીબે, તબીબો તેમને બચાવી શક્યા નહીં અને તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
SL Akshay નો ક્રિકેટ પ્રત્યેનો અડગ જુસ્સો
એસ.એલ. અક્ષય એવા ખેલાડીઓમાંના એક હતા જેમણે પોતાની મહેનતથી ઘરેલું ક્રિકેટ (Domestic Cricket) માં સ્થાન બનાવ્યું હતું. તેઓ 2014-15 ની રણજી ટ્રોફી (Ranji Trophy) વિજેતા કર્ણાટક ટીમનો અત્યંત મહત્વનો હિસ્સો રહ્યા હતા. 2011 થી 2013 દરમિયાન તેમણે કર્ણાટક માટે 6 ફર્સ્ટ ક્લાસ, 3 લિસ્ટ-એ અને 9 ટી-20 (T20) મેચો રમી હતી. ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં તેમણે 18 વિકેટ ઝડપી પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
Terrible terrible news for the cricket community. SL Akshay, 39, a fast bowler, whom I saw from close quarters from his U19 days has passed away today while playing a division match.
Just don’t have words to express my grief. A soft spoken guy who played for Karnataka in 2011/12… pic.twitter.com/AgX34j4GPw— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) May 24, 2026
નિવૃતિ બાદ પણ તેઓ ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા
નિવૃત્તિ બાદ પણ તેઓ ક્રિકેટથી ક્યારેય દૂર રહ્યા નહોતા. અક્ષય એક નિષ્ણાત કોચ તરીકે પણ ખૂબ સક્રિય હતા અને કર્ણાટક અંડર-19 (Karnataka Under-19) ટીમમાં યુવા પ્રતિભાઓને તૈયાર કરવાનું જવાબદારીપૂર્ણ કાર્ય કરી રહ્યા હતા. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને (KSCA) તેમને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, ખેલાડી અને કોચ બંને તરીકે અક્ષયનું યોગદાન કર્ણાટક ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે.
ક્રિકેટ પ્રત્યે હતો અતૂટ પ્રેમ
અક્ષયના નિધનથી તેમના પરિવારજનો, મિત્રો અને તમામ ક્રિકેટ ચાહકો શોકમાં ડૂબી ગયા છે. સોશિયલ મીડિયા પર અનેક દિગ્ગજ ખેલાડીઓએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. એક તેજસ્વી ખેલાડી અને ભવિષ્યના કોચને ગુમાવવો એ ક્રિકેટ જગત માટે એક ક્યારેય ન પુરાય એવી ખોટ છે. તેમનો સંઘર્ષ અને ક્રિકેટ પ્રત્યેનો તેમનો અતૂટ પ્રેમ હંમેશા યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફૂટબોલ રમતના પ્રોત્સાહન પર ભાર મુકતા MP Parimalbhai Nathwani


