Smriti Mandhana બની વનડેની નંબર-1 બેટર, આફ્રિકન કેપ્ટનને પછાડી હાંસલ કર્યું ટોચનું સ્થાન
- Smriti Mandhana બની વનડેની વિશ્વની નંબર-1 બેટર
- ICC રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાની લૌરા વૂલવાર્ટને પછાડી
- છેલ્લા પાંચ મહિનામાં 8 મોટી સિદ્ધિઓ સાથે રચ્યો ઈતિહાસ
- ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ અને RCBને WPL ટ્રોફી જીતાડી
- વનડેમાં 14 સદી અને 5400થી વધુ રનનો પહાડ જેવો સ્કોર
- ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ બાદ જાહેર થયેલી રેન્કિંગમાં ટોચ પર
Smriti Mandhana : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો ડંકો વગાડ્યો છે. આઈસીસી (ICC Women’s ODI Rankings) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની મહિલા વનડે રેન્કિંગમાં મંધાના વિશ્વની નંબર-1 બેટર બની ગઈ છે. તેણે દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વૂલવાર્ટને (Laura Wolvaardt) પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે.
છેલ્લા 5 મહિના સ્મૃતિ માટે સુવર્ણકાળ
છેલ્લા 5 મહિના સ્મૃતિ માટે સુવર્ણકાળ સમાન રહ્યા છે. તેની કપ્તાની હેઠળ ભારતે વનડે વર્લ્ડ કપ (Women's ODI World Cup) જીત્યો, જેમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. આ સિવાય ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેની શાનદાર રમત ચાલુ રહી હતી, જ્યાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને (RCB) સતત બીજી વાર WPL ટ્રોફી જીતાડી અને ઓરેન્જ કેપ (Orange Cap) પણ પોતાના નામે કરી હતી.
Smriti Mandhana regains the 🔝 spot in the latest ICC Women's ODI ranking with #CWC25 commencing on September 30 👏
More 👉 https://t.co/zFPoE6CP8Y pic.twitter.com/YkUvSt8Ihh
— ICC (@ICC) September 16, 2025
દક્ષિણ આફ્રિકાની કેપ્ટનને પછાડી સ્મૃતિ મંધાના પહોંચી ટોચ પર. જાણો છેલ્લા 5 મહિનાની તેની શાનદાર સફર વિશે.
છેલ્લા 5 મહિનામાં Smriti Mandhana ના 8 અદ્ભુત પ્રદર્શન
મંધાનાએ ઉપ-કેપ્ટન તરીકે ODI વર્લ્ડ કપ જીત્યો
તેણે ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા.
તેણે RCB ને બીજી WPL ટ્રોફી અપાવી.
WPL માં સૌથી વધુ રન બનાવવા બદલ ઓરેન્જ કેપ જીતી.
WPL ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો
મંધાનાએ ઓસ્ટ્રેલિયામાં T20 સીરીઝ જીતી
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20માં તે પ્લેયર ઓફ ધ મેચ રહી હતી.
હવે મંધાના વિશ્વની નંબર 1 ODI બેટ્સમેન બની ગઈ છે.
આ પણ વાંચો : T20 World Cup 2026: જો સેમિફાઇનલમાં વરસાદ પડશે તો કઈ ટીમ ફાઇનલમાં પહોંચશે? જાણો ICC ના ખાસ નિયમો
મંધાનાના વનડે કરિયર પર નજર કરીએ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન હોબાર્ટમાં રમાયેલી છેલ્લી વનડેમાં ભલે તે ખાતું ન ખોલાવી શકી, પરંતુ અગાઉના પ્રદર્શન અને બ્રિસબેનમાં રમેલી 58 રનની ઇનિંગના આધારે તે રેન્કિંગમાં ટોચ પર પહોંચવામાં સફળ રહી છે. મંધાનાના વનડે કરિયર (ODI Career Statistics) પર નજર કરીએ તો, તેને 120 મેચમાં 47.88ની સરેરાશથી 5411 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે. હાલમાં તે ટી20 રેન્કિંગમાં પણ વિશ્વની બીજા નંબરની બેટર છે.
આ પણ વાંચો : T20 World Cup : "રુલાએગા ક્યા પગલે?" જીત બાદ સંજુ અને સૂર્યા વચ્ચેનો વીડિયો થયો વાયરલ


