Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડ કપ માટે ટીમની કરી જાહેરાત, 'બેબી એબી' સહિત 7 યુવા ખેલાડીઓની એન્ટ્રી

ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાનારા 2026 T20 વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાએ 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. એડન માર્કરામના નેતૃત્વમાં જાહેર થયેલી આ ટીમમાં 'બેબી એબી' ડેવાલ્ડ બ્રેવિસ અને ક્વેના મ્ફાકા સહિત સાત નવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા દિગ્ગજોની બાદબાકી થઈ છે. આફ્રિકા તેની ગ્રુપ સ્ટેજની ત્રણ મહત્વની મેચો અમદાવાદમાં રમશે, જેમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સામેના મુકાબલા મુખ્ય છે.
દક્ષિણ આફ્રિકાએ t20 વર્લ્ડ કપ માટે ટીમની કરી જાહેરાત   બેબી એબી  સહિત 7 યુવા ખેલાડીઓની એન્ટ્રી
Advertisement
  • દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડ કપ માટે ટીમની કરી જાહેરાત (SA Squad T20WC 2026 )
  •  નવા સાત ખેલાડીઓ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમશે
  • સ્ટાર ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી

ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાનારા 2026 T20 વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાએ પોતાની 15 સભ્યોની મજબૂત ટીમની જાહેરાત કરી દીધી છે. એડન માર્કરામના નેતૃત્વમાં જાહેર થયેલી આ ટીમમાં આ વખતે યુવા અને અનુભવી ખેલાડીનું અનોખું મિશ્રણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ આફ્રિકાએ આ ટુર્નામેન્ટ માટે સાત એવા ખેલાડીઓને તક આપી છે જેઓ પ્રથમ વખત વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે.

Advertisement


Advertisement

SA Squad T20WC 2026 : T20 વર્લ્ડ કપ માટે નવા ખેલાડીઓને મોકો 

'બેબી એબી' ની એન્ટ્રી અને સ્ટબ્સની બાદબાકી ટીમમાં સૌથી મોટું આકર્ષણ 'બેબી એબી' તરીકે જાણીતા ડેવાલ્ડ બ્રેવિસ છે, જેઓ પોતાનો પ્રથમ વર્લ્ડ કપ રમશે. આ ઉપરાંત, 19 વર્ષીય ફાસ્ટ બોલિંગ સેન્સેશન ક્વેના મ્ફાકા અને ઓલરાઉન્ડર ડોનોવન ફેરેરાને પણ સ્થાન મળ્યું છે. જોકે, આશ્ચર્યજનક રીતે વિસ્ફોટક બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સ અને રાયન રિકેલ્ટન જેવા મોટા નામોને મુખ્ય ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

SA Squad T20WC 2026 : T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીને સોંપાઇ કમાન 

અમદાવાદમાં રમાશે આફ્રિકાની મેચો વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને ગ્રુપ-Dમાં રાખવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે દક્ષિણ આફ્રિકાની શરૂઆતની ત્રણેય મહત્વની મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આફ્રિકા 9 ફેબ્રુઆરીએ કેનેડા સામે અભિયાન શરૂ કરશે, ત્યારબાદ 11 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાન અને 14 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.

T20 વર્લ્ડ કપ 2026 માટે દક્ષિણ આફ્રિકાની ટીમ: એઇડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર, કાગીસો રબાડા, એનરિચ નોર્ટજે, ડેવાલ્ડ બ્રેવિસ, ટોની ડી જ્યોર્ગી, ડોનોવન ફેરેરા, માર્કો જેન્સન, કેશવ મહારાજ, લુંગી ન્ગીડી, જ્યોર્જ લિન્ડે, ક્વેના મ્ફાકા, કોર્બિન બોશ અને જેસન સ્મિથ.

આ પણ વાંચો: T-20 World Cup પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીની ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત

Tags :
Advertisement

.

×