WTC Final : ભારત માટે કેમ આવી ‘Do or Die’ ની સ્થિતિ?
- ટીમ ઈન્ડિયા માટે WTC ફાઈનલની રેસ મુશ્કેલ
- દક્ષિણ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર
- ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારથી ફાઈનલ પર ખતરો
- ટીમ ઈન્ડિયાને WTC માં ટોપ-2માં પહોંચવું મુશ્કેલ
- ભારતના ચાન્સ હવે અન્ય ટીમો પર નિર્ભર
- ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ જીતવી એ મહત્વપૂર્ણ
- ટીમ ઈન્ડિયાની 'Do or Die' સ્થિતિ
WTC Final : દક્ષિણ આફ્રિકાની શ્રીલંકા સામેની 109 રનથી જીત અને એડિલેડમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યા પછી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની દાવેદારી પર મોટો ખતરો ઊભો થયો છે. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાએ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે, જ્યારે ભારતની ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ જટિલ બની ગઈ છે.
ટીમ ઈન્ડિયા માટે માર્ગ મુશ્કેલ
ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં 5 મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. હાલની સ્થિતિમાં બંને ટીમોએ 1-1 મેચ જીતી છે, અને શ્રેણીની 3 મેચ હજુ બાકી છે. જો ટીમ ઈન્ડિયાએ WTC ફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવું હોય તો હવે તે માટે બાકીની બધી 3 મેચ જીતી લેવી જરૂરી છે. જો ભારત અહીંથી એક પણ મેચ હારે છે તો તે ફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે. ભારતની ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ અન્ય ટીમોના પ્રદર્શન પર પણ નિર્ભર રહેશે, જેના કારણે ભારતની ફાઇનલમાં પહોંચવાની શક્યતા ઓછી છે.
દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાન પર પહોંચ્યું
દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર સ્થાન મેળવી લીધું છે. હવે આફ્રિકાને પોતાના ઘરઆંગણે પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. જો દક્ષિણ આફ્રિકા આ સિરીઝમાં સફળ થાય છે તો તેની ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ ઘણી વધી જશે. શ્રીલંકા સામે જીત બાદ દક્ષિણ આફ્રિકાએ પોતાના પોઈન્ટમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જ્યારે શ્રીલંકા ચોથા સ્થાને યથાવત રહી છે. જોકે શ્રીલંકાના પોઈન્ટમાં ઘટાડો થયો છે, તેમ છતાં તે હજુ ફાઈનલ માટે રેસમાં છે.
ભારત માટે મહત્વપૂર્ણ સીરીઝ
WTC ની ફાઈનલ પહેલા, ભારત ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી મહત્વપૂર્ણ શ્રેણી રમી રહ્યું છે. આ સીરીઝમાં ભારત માટે દરેક મેચ ‘Do or Die’ સ્થિતિ સમાન છે. આ ઉપરાંત ભારત ઈચ્છે છે કે ઓસ્ટ્રેલિયાની આગામી શ્રીલંકા સામેની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને નુકસાન પહોંચે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમવા માટે ભારતે પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં રહેવું પડશે, કારણ કે ફાઈનલ માત્ર ટોપ-2 ટીમો વચ્ચે જ રમાશે.
ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવા માટે જરૂરી મહેનત
ટીમ ઈન્ડિયાના ચાહકો માટે આ એક ગંભીર સમય છે. હવે ભારતના ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે અને દરેક મેચમાં જીત મેળવવી પડશે. જો કે ભારતના ચાન્સ હવે સંપૂર્ણપણે તેમના હાથમાં પણ નથી. તેમને અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. આ કરણોસર, આગામી મેચો ભારત માટે નિર્ણાયક બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીની દરેક મેચ જીતવી હવે માત્ર એક જરૂરીત જ નહીં, પણ ફરજ પણ બની ગઈ છે.
આ પણ વાંચો: IND vs AUS: કેપ્ટન રોહિત શર્મા પ્રેશરમાં! 12 ઇનિંગ્સમાં માત્ર અડધી જ સદી