Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આફ્રિકાના મેદાન પર 'વૈભવ'ની ગર્જના, 10 સિક્સર સાથે ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

ભારત અંડર-19 ના કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ સાઉથ આફ્રિકાની ધરતી પર બેટિંગનું એવું પ્રદર્શન કર્યું કે સ્કોરબોર્ડ પણ હાંફવા લાગ્યું! માત્ર 19 બોલમાં અડધી સદી અને મેદાનની બહાર જતી 10 ગગનચુંબી સિક્સરોએ વિરોધી ટીમના આત્મવિશ્વાસના લીરેલીરા ઉડાડી દીધા છે. ડોમેસ્ટિક ક્રિકેટનો આ ફોર્મ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે આફત બનીને તૂટી પડ્યો, તે જાણવું રસપ્રદ છે.
આફ્રિકાના મેદાન પર  વૈભવ ની ગર્જના  10 સિક્સર સાથે ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
Advertisement
  • વૈભવ સૂર્યવંશીએ સાઉથ આફ્રિકામાં મચાવ્યું પ્રચંડ વાવાઝોડું (Vaibhav Suryavanshi fastest fifty)
  • માત્ર 19 બોલમાં તોફાની અડધી સદી ફટકારી
  • 24 બોલની ઇનિંગમાં ફટકારી 10 ગગનચુંબી સિક્સર
  • સાઉથ આફ્રિકા સામે 68 રનની વિસ્ફોટક ઇનિંગ રમી
  • વિજય હજારે ટ્રોફીનું શાનદાર ફોર્મ રાખ્યું અકબંધ

Vaibhav Suryavanshi fastest fifty : ભારત અંડર-19 અને દક્ષિણ આફ્રિકા અંડર-19 વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે શ્રેણીના બીજા મુકાબલામાં ભારતીય સુકાની વૈભવ સૂર્યવંશીએ મેદાન પર ચોતરફ રનનો વરસાદ કરીને સનસનાટી મચાવી દીધી છે. સાઉથ આફ્રિકાની ધરતી પર ભારતીય યુવા બેટ્સમેનનું આવું આક્રમક વલણ જોઈને ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું છે.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 245 રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. જેનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી ઓપનિંગમાં આવેલા વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક મૂડ બતાવ્યો હતો. તેણે માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને વિરોધી ટીમના બોલરોને લાચાર કરી દીધા હતા.

Advertisement

Vaibhav Suryavanshi fastest fifty : સિક્સરનો વરસાદ અને આક્રમક ઇનિંગ

વૈભવે પોતાની 24 બોલની ટૂંકી પરંતુ અત્યંત પ્રભાવશાળી ઇનિંગમાં 68 રન ફટકાર્યા હતા. નવાઈની વાત એ છે કે આ ઇનિંગ દરમિયાન તેણે માત્ર 1 ચોગ્ગો માર્યો હતો, જ્યારે 10 આકાશી સિક્સર ફટકારી હતી. વૈભવ અને આરોન જ્યોર્જ વચ્ચે પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી થઈ હતી, જેમાં સિંહફાળો કેપ્ટનનો રહ્યો હતો. જોકે, વૈભવ તેની આ ઇનિંગને સદીમાં ફેરવી શક્યો નહોતો, પરંતુ તેણે ભારતને જીત માટે મજબૂત પાયો આપી દીધો હતો.

Advertisement

Vaibhav Suryavanshi fastest fifty : સાઉથ આફ્રિકા પ્રવાસમાં ભારતનો પડકાર

આ શ્રેણીની પ્રથમ મેચમાં વૈભવ ખાસ કમાલ કરી શક્યો નહોતો, પરંતુ બીજી જ મેચમાં તેણે જોરદાર વાપસી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે. દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરો સામે વૈભવનું આ પ્રદર્શન તેની ટેકનિક અને તાકાતનો પુરાવો આપે છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ મચાવી છે ધમાલ

વૈભવ સૂર્યવંશીનું આ ફોર્મ અચાનક નથી આવ્યું. આ શ્રેણી પહેલા તેણે વિજય હજારે ટ્રોફી 2025-26માં બિહાર તરફથી રમતા અરુણાચલ પ્રદેશ સામે શાનદાર 190 રનની ઇનિંગ રમી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં બતાવેલો આ જ આત્મવિશ્વાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય સુરક્ષિત

ભારત અંડર-19 ટીમના કેપ્ટન તરીકે વૈભવ માત્ર પોતાની બેટિંગથી જ નહીં, પરંતુ પોતાની આક્રમક રણનીતિથી પણ પ્રભાવિત કરી રહ્યો છે. જે રીતે તેણે દક્ષિણ આફ્રિકાની ધરતી પર સિક્સરોની હેલી કરી, તે જોતા લાગે છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.

આ પણ વાંચો : Rohit Sharma Viral Video: મુંબઈની સડક પર હિટમેન સાથે ફેન્સની બદતમીઝી, જુઓ શું થયું?

Tags :
Advertisement

.

×