Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL 2026 News: SRH vs RR વચ્ચે મહાજંગ, હૈદરાબાદ પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક

આઈપીએલ 2026 ની સૌથી રોમાંચક નૉકઆઉટ મેચમાં હૈદરાબાદ અને રાજસ્થાન આમને-સામને છે, જ્યાં જીતનાર ટીમ આગળ વધશે અને હારનાર બહાર થઈ જશે. આ મેચમાં માત્ર જીત-હારનો ફેંસલો જ નહીં, પરંતુ ક્રિકેટ ઇતિહાસનો એક બેટિંગ રેકોર્ડ પણ દાવ પર છે. હૈદરાબાદના વિસ્ફોટક ઓપનર્સ અને મિડલ ઓર્ડરના બેટ્સમેનો ચંદીગઢના મેદાન પર રાજસ્થાનના અજેય રેકોર્ડને કઈ રીતે પડકારશે તે રોમાંચ જોવા જેવો રહેશે.
ipl 2026 news  srh vs rr વચ્ચે મહાજંગ  હૈદરાબાદ પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક
Advertisement

આઈપીએલ 2026 (IPL 2026) નો હાઈ-વોલ્ટેજ એલિમિનેટર મુકાબલો (Eliminator Match) સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ન્યૂ ચંદીગઢના મેદાન પર રમાવા જઈ રહ્યો છે. આ મેચમાં હૈદરાબાદ (SRH) નો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે, કારણ કે આ સીઝનની લીગ સ્ટેજમાં તેમણે રાજસ્થાન રોયલ્સ (RR) ને બંને મેચમાં ધૂળ ચટાડી છે. એટલું જ નહીં, હૈદરાબાદે રાજસ્થાન સામે પોતાની છેલ્લી છ મેચો જીતી છે, જ્યારે બીજી તરફ રાજસ્થાનની ટીમ આ મેદાન પર ક્યારેય હારી નથી, જેથી મુકાબલો કાંટાની ટક્કરનો બનશે.

IPL 2026 News: રચાશે આઈપીએલ ઇતિહાસનો અનોખો રેકોર્ડ

આજની મેચમાં આઈપીએલના ઇતિહાસનો એક એવો મહારેકોર્ડ બની શકે છે જે આજ સુધી કોઈ ટીમ નથી કરી શકી. જો અભિષેક શર્મા (Abhishek Sharma) 39 રન અને ઈશાન કિશન (Ishan Kishan) 31રન બનાવી લેશે, તો આઈપીએલ ઇતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે કોઈ એક જ ટીમના ત્રણ બેટ્સમેન એક જ સીઝનમાં 600 પ્લસ રનનો આંકડો પાર કરશે. હેનરિક ક્લાસેન (Heinrich Klaasen) 14 ઇનિંગ્સમાં 606 રન સાથે ઓરેન્જ કેપ (Orange Cap) ની રેસમાં આગળ છે, જ્યારે ઈશાનના 569 અને અભિષેકના 563 રન છે. હાલ આ રેસમાં 652 રન સાથે સાઈ સુદર્શન ટોપ પર છે.

Advertisement

ટીમનું સંતુલન અને જોરદાર લાઈનઅપ

હૈદરાબાદની ટીમ લીગ સ્ટેજમાં 18 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી. નેટ રન રેટ ઓછો હોવાને કારણે તેમણે આ એલિમિનેટર રમવું પડી રહ્યું છે. પેટ કમિન્સ (Pat Cummins) ના નેતૃત્વવાળી આ ટીમની બેટિંગ લાઈનઅપ શાનદાર ફોર્મમાં છે. નીતિશ કુમાર રેડ્ડી ઓલરાઉન્ડર તરીકે ચમક્યા છે, જ્યારે બોલિંગમાં સાકિબ હુસૈન અને ઈશાન મલિંગા કમિન્સને સારો સાથ આપી રહ્યા છે. બીજી તરફ, રિયાન પરાગ (Riyan Parag) ની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાનની ટીમ પણ વાનખેડેમાં મુંબઈને હરાવીને પ્લેઓફમાં પહોંચી છે અને તેઓ પણ વળતો પ્રહાર કરવા માટે સજ્જ છે.

Advertisement

આ પણ વાંચો: Vadodara Crime news: વડોદરાના પાણીગેટમાં પોલીસનો દરોડો, રહેણાંક મકાનમાંથી ગાંજા સાથે 2 ઝડપાયા

Tags :
Advertisement

.

×