શ્રીલંકાના સ્ટાર ક્રિકેટરની Match Fixing ના આરોપમાં ધરપકડ
શ્રીલંકાના ભૂતપૂર્વ સ્ટાર સ્પિનર Sachitra Senanayake ની મેચ ફિક્સિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 38 વર્ષીય સચિત્રા સેનાનાયકે પર 2020માં રમાયેલી લંકા પ્રીમિયર લીગ દરમિયાન ફિક્સિંગ માટે ઘણા ખેલાડીઓનો સંપર્ક કરવાનો આરોપ છે. તે સમયે તે લીગનો ભાગ ન હતો. જો કે સચિત્રા સેનાનાયકે તેના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે, પરંતુ અહેવાલો અનુસાર સેનાનાયકે સામે ફિક્સિંગના પુરાવા મળ્યા છે.
Sachitra Senanayake ની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ
શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સચિત્રા સેનાનાયકેની બુધવારે રમતગમત મંત્રાલયના વિશેષ તપાસ એકમ (SIU) સમક્ષ હાજર થયા બાદ મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગયા મહિને, કોલંબોના મેજિસ્ટ્રેટે 38 વર્ષીય પર ત્રણ મહિના માટે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. અહેવાલ મુજબ સેનાનાયકે વિદેશમાં રહીને LPL માં ભાગ લેનાર એક કરતા વધુ ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો. જો કે, આ માહિતી ટૂર્નામેન્ટના ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓને મળી હતી. જે બાદ આ સમગ્ર મામલો સામે આવી શકે છે. આ એ જ સેનાનાયકે છે જેણે 2014ના એશિયા કપમાં 6 વિકેટ લીધી હતી.
સેનાનાયકેએ આરોપોને ખોટા ગણાવ્યા
બીજી તરફ સચિત્રા સેનાનાયકેએ મેચ ફિક્સિંગને લઈને તેના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. સેનાનાયકે વર્ષ 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. સેનાનાયકે પર લંકા પ્રીમિયર લીગ 2020માં મેચ ફિક્સ કરવાનો આરોપ છે, જેમાં તેણે કથિત રીતે બે ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે ઉશ્કેર્યા હતા. 38 વર્ષીય ખેલાડીએ 2012 થી 2016 વચ્ચે એક ટેસ્ટ, 49 ODI અને 24 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેની કારકિર્દી દરમિયાન તે કેરમ બોલ સારી રીતે ફેંકવામાં સક્ષમ હતો અને તેની લાઇન અને લેન્થ પણ સારી હતી. તેણે વનડેમાં 53 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 25 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો - World Cup 2023 : India vs Pakistan મેચની એક ટિકિટ વેચાઈ રહી છે 57 લાખ રૂપિયામાં
આ પણ વાંચો - Super-4 ની પહેલી મેચમાં પાકિસ્તાનની બાંગ્લાદેશ વિરુદ્ધ આસાન જીત, એશિયા કપમાં તોડ્યો આ રેકોર્ડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.