Vinod Kambli ની મદદે આવ્યા સુનીલ ગાવસ્કર, મેડીકલનો તમામ ખર્ચ ઉઠાવશે
- વિનોદ કાંબલીની મદદે આવ્યો સુનીલ ગાવસ્કર
- ગાવસ્કર CHAMPS ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવશે
- દર મહિને 30,000 રૂપિયા આપવામાં આવશે
Vinod Kambli: સુનીલ ગાવસ્કરે વિનોદ કાંબલીને (Vinod Kambli)મદદનો હાથ લંબાવ્યો છે. આ મદદ ગાવસ્કર(SunilGavaskar)ના CHAMPS ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સહાય હેઠળ, કાંબલીને તેમના સમગ્ર જીવન માટે દર મહિને 30,000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત, તેમને આખા વર્ષ માટે તબીબી ખર્ચ તરીકે 30,000 રૂપિયા અલગથી મળશે. સુનીલ ગાવસ્કરના CHAMPS ફાઉન્ડેશનની શરૂઆત 1999 માં જરૂરિયાતમંદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને મદદ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.
ગાવસ્કર દર મહિને કાંબલીને આટલા પૈસા આપશે
ફાઉન્ડેશન દ્વારા વિનોદ કાંબલીને દર મહિને 30000 રૂપિયા આપવાની પ્રક્રિયા 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી છે. 53 વર્ષીય કાંબલીને જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી આ પૈસા મળતા રહેશે. આ ઉપરાંત, તેમને મળનાર વાર્ષિક 30,000 રૂપિયાનો તબીબી ખર્ચ અલગથી રહેશે.
🚨 A GREAT GESTURE BY SUNIL GAVASKAR 🚨
Sunil Gavaskar foundation will provide 30,000 rs monthly for Vinod Kambli for rest of his life starting from April 1st and additional 30,000 rs annually for medical expenses. [Gaurav Gupta from TOI] pic.twitter.com/bLplVtymoH
— Johns. (@CricCrazyJohns) April 15, 2025
જાન્યુઆરીમાં બેઠક, એપ્રિલમાં મદદ
વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠ પર 11 જાન્યુઆરીએ સુનીલ ગાવસ્કર વિનોદ કાંબલીને મળ્યા હતા. તે દરમિયાન, ગાવસ્કરના પગ સ્પર્શ કરતી વખતે કાંબલી ભાવુક થઈ ગયો. તે બેઠક પછી, સુનીલ ગાવસ્કરના ફાઉન્ડેશનનો આ નિર્ણય આવકાર્ય છે. #VinodKambli
આ પણ વાંચો -IND Vs BAN : ODI સિરીઝનું શેડ્યુલ જાહેર, BCCIએ કરી જાહેરાત
કાંબલીની તબિયત બગડ્યા બાદ મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
ગયા વર્ષે ડિસેમ્બરમાં વિનોદ કાંબલીની તબિયત ઘણી બગડી ગઈ હતી. તેમને પેશાબમાં ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાંબલીની તબિયત બગડી ત્યારથી ગાવસ્કર તેમને મદદ કરવા ઉત્સુક હતા. વાનખેડે સ્ટેડિયમની ૫૦મી વર્ષગાંઠ દરમિયાન, ગાવસ્કર માત્ર વિનોદ કાંબલીને જ નહીં પરંતુ તેમના બે ડૉક્ટરોને પણ મળ્યા. જે પછી ભૂતપૂર્વ ડાબોડી બેટ્સમેનને મદદ કરવાનો તેનો ઇરાદો વધુ મજબૂત બન્યો.
આ પણ વાંચો -Dhoni નો જાદુ એકવાર ફરી ચાલ્યો! વિકેટકીપર તરીકે ઐતિહાસિક 'બેવડી સદી' ફટકારી
કાંબલી બીજા ક્રિકેટર છે જેમને મદદ મળી છે
ભારત માટે 17 ટેસ્ટ અને 104 વનડે રમનાર વિનોદ કાંબલી સુનીલ ગાવસ્કરના CHAMPS ફાઉન્ડેશન તરફથી મદદ મેળવનાર બીજા ક્રિકેટર બનશે. તેમના પહેલા આ ફાઉન્ડેશન ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુર્રાનીને પણ મદદ કરી ચૂક્યું છે.