Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Sunil Gavaskar એ Pakistan પર નિશાન તાક્યું, કહ્યું, 'એવી કાર્યવાહી કરો !'

Sunil Gavaskar એ કહ્યું કે, જો તમે છેલ્લી ઘડીએ ખસી જાઓ છો, તો તે એક સમસ્યા છે. જો તમે વહેલા ખસી જાઓ છો, તો તે સંપૂર્ણપણે અલગ બાબત છે. પરંતુ જો તમે છેલ્લી ઘડીએ, ટુર્નામેન્ટ પહેલા ખસી જાઓ છો, તો હા, મને લાગે છે કે ICC એ ચોક્કસપણે હસ્તક્ષેપ કરવો જોઈએ, અને કંઈક પગલાં લેવા જોઈએ
sunil gavaskar એ pakistan પર નિશાન તાક્યું  કહ્યું   એવી કાર્યવાહી કરો
Advertisement
  • Sunil Gavaskar નો પાકિસ્તાન વિરૂદ્ધ આક્રોશ
  • ભારત સામે મેચ નહીં રમવા અંગેના નિર્ણયને લઇને તાક્યું નિશાન
  • ICC હસ્તક્ષેપ કરીને આકરી કાર્યવાહી કરે તેવી માંગ કરતા ગવાસ્કર
  • પાકિસ્તાને ભારત સામે મેચ નહીં રમવાનો નિર્ણય જાહેર કર્યો છે
  • પાકિસ્તાનની ટીમ વતી સરકારે આ નિર્ણયની જાહેરાત કરી છે

Sunil Gavaskar Statement On Pakistan : પાકિસ્તાનની ટીમ 15 ફેબ્રુઆરીએ ICC T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ નહીં રમે, તેવો નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જો કે, તેમની ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેશે. ગાવસ્કરે આ મુદ્દે પાકિસ્તાનની જોરદાર મજાક ઉડાવી છે.

રમત-ગમત મંત્રાલયે નિર્ણય લીધો નથી (Sunil Gavaskar Statement On Pakistan)

સુનિલ ગાવસ્કરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "સરકારે આ નિર્ણય લીધો છે. આ એક રાજકીય નિર્ણય છે. રમતગમત મંત્રાલયે આ નિર્ણય લીધો નથી. સરકારે ટ્વિટ કર્યું છે કે, તેઓ ભારત સામે નહીં રમે. આ એક રાજકીય નિર્ણય છે. ફક્ત ભારત સામે જ નહીં, અન્ય ટુર્નામેન્ટ રમાઈ રહી છે. હું પૂછવા માંગુ છું કે, આજે આ યુવા ટીમ ભારત અને પાકિસ્તાન સામે રમી રહી હતી. તમે આવું કેમ થવા દીધું?"

Advertisement

આ પણ વાંચો ------  પાકિસ્તાનની જીદમાં ICC પાયમાલ? ભારત સામેની મેચના બહિષ્કારથી કરોડોનું નુકસાન

Advertisement

સિનિયર્સ નહીં રમે, ફક્ત જુનિયર્સ રમશે (Sunil Gavaskar Statement On Pakistan)

ગાવસ્કરે આગળ કહ્યું, "તમે આવું થવા દીધું કારણ કે, પાકિસ્તાને તાજેતરમાં એશિયા કપ ફાઇનલ જીતી હતી. તો તમે વિચાર્યું હતું કે, પાકિસ્તાની ટીમ આજે પણ જીતશે, અને ભારતીય યુવા ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. એવું થયું નહીં. જો આપણે ભારત સામે નહીં રમીએ, તો બધા વય જૂથો બંધ થવા જોઈએ. એવું નથી કે, આપણે સિનિયર્સ નહીં રમીએ, ફક્ત જુનિયર્સ જ રમશે. આ શું છે?"

નિવૃત્તિ પછી ફરી મેચમાં પાછા આવી જાય

સુનીલ ગાવસ્કરે વધુમાં કહ્યું, "જ્યારે આગામી બે થી ચાર દિવસમાં પ્રતિક્રિયાઓ આવશે, ત્યારે કદાચ આ નિર્ણય બદલાઈ શકે છે. આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાની ક્રિકેટરો નિવૃત્તિ લે છે, અને પછી ચાર દિવસ પછી તેને પાછો લઈ લે છે. તો તે થઈ શકે છે. અને જો પાકિસ્તાન આ નિર્ણય પાછો ખેંચે છે, તો શું સમસ્યા છે ? કોઈ સમસ્યા નથી. પાકિસ્તાની ખેલાડીઓએ બતાવ્યું છે કે, આવું પણ થઈ શકે છે." (Sunil Gavaskar Statement On Pakistan)

છેલ્લી ઘડીએ ખસી જાઓ તો સમસ્યા

તેમણે વધુમાં ઉમેર્યું કે, અલબત્ત, મને લાગે છે કે, જો તમે છેલ્લી ઘડીએ ખસી જાઓ છો, તો તે એક સમસ્યા છે. જો તમે વહેલા ખસી જાઓ છો, તો તે સંપૂર્ણપણે અલગ બાબત છે. પરંતુ જો તમે છેલ્લી ઘડીએ, ટુર્નામેન્ટ પહેલા ખસી જાઓ છો, તો હા, મને લાગે છે કે ICC એ ચોક્કસપણે હસ્તક્ષેપ કરવો જોઈએ, અને કંઈક પગલાં લેવા જોઈએ. મને ખબર નથી કે, તેઓ શું પગલાં લેશે, પરંતુ મને લાગે છે કે, તેમાં ઘણા અન્ય બોર્ડ સામેલ છે, તેથી તે ફક્ત એક વ્યક્તિનો નિર્ણય નહીં હોય. જો કે, તે કંઈક એવી કાર્યવાહી થવી જોઈએ, જેનાથી ખાતરી કરાય કે, ભવિષ્યમાં કોઈ અન્ય ટીમ આવું કરવાનું વિચારે પણ નહીં. (Sunil Gavaskar Statement On Pakistan)

આ પણ વાંચો ------  Pakistani 'મૂળ'ના ક્રિકેટરોનું ભારતમાં શાનદાર સ્વાગત કરાયું !

Tags :
Advertisement

.

×