સૂર્યકુમાર પર આરોપ લગાવવો ખુશી મુખર્જીને ભારે પડ્યો, હવે 100 કરોડના માનહાનિ કેસ
- Suryakumar Khushi Mukherjee Case : ખુશી વિરુદ્ધ 100 કરોડનો કેસ
- સ્ટાર ક્રિકેટર સૂર્યાના ચાહકે મોડલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
- યુપીના ગાઝીપુરમાં 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ
- સૂર્યાની છબી ખરડવા બદલ મોડલની ધરપકડની માંગ
- કાયદાકીય ડરથી હવે માફી માંગવા તૈયાર થઈ મોડલ ખુશી
Suryakumar Khushi Mukherjee Case : ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વિવાદિત મોડલ ખુશી મુખર્જી વચ્ચેનો વિવાદ હવે નવો વળાંક લઈ રહ્યો છે. વર્ષ 2025ના અંતમાં સૂર્યા પર મેસેજ કરવાના ગંભીર આરોપો લગાવનાર ખુશી મુખર્જી હવે પોતે જ કાયદાકીય કુંડળીમાં ફસાઈ ગઈ છે. સૂર્યાના એક કટ્ટર ચાહકે આ મોડલ વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરતા ખળભળાટ મચી ગયો છે.
ચાહકે લીધું એક્શન: યુપીના ગાઝીપુરમાં ફરિયાદ દાખલ
સૂર્યકુમાર યાદવે ભલે ખુશીના આરોપો પર મૌન સેવ્યું હોય, પરંતુ તેમના પ્રશંસકો આ અપમાન સહન કરવા તૈયાર નથી. ઉત્તર પ્રદેશના ગાઝીપુરના રહેવાસી ફૈઝાન અન્સારીએ અહેવાલો મુજબ ખુશી મુખર્જી વિરુદ્ધ 100 કરોડનો દાવો માંડ્યો છે. અન્સારીનું કહેવું છે કે ખુશીએ પબ્લિસિટી મેળવવા માટે સૂર્યાની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ગાઝીપુરના એસપી ડો. ઈરાજ રાજાને પત્ર લખીને આ મોડલની ધરપકડ કરવાની પણ માંગ કરી છે.
Suryakumar Khushi Mukherjee Case : માફી માંગવા તૈયાર છે મોડલ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદાકીય ગાળિયો કસાતા હવે ખુશી મુખર્જી નરમ પડી છે અને તે માફી માંગીને આ મામલો થાળે પાડવા માંગે છે. જોકે, ફૈઝાન અન્સારી આ મામલે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. અગાઉ પણ ખુશીએ પોતાના નિવેદન પર સફાઈ આપી હતી, પરંતુ ત્યારે મામલો આટલો વકર્યો નહોતો.
સૂર્યાનું ધ્યાન ફોર્મ અને વર્લ્ડ કપ પર
બીજી તરફ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં મેદાનની બહારના વિવાદોથી દૂર રહીને આગામી T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓમાં વ્યસ્ત છે. તાજેતરના સમયમાં સૂર્યાનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. ન્યૂઝીલેન્ડ સામે 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી 5 મેચોની T20 શ્રેણીમાં સૂર્યા મોટી ઇનિંગ રમીને આલોચકોને જડબાતોડ જવાબ આપવા માંગશે.
આ પણ વાંચો : Disha Patani Dating : ટાઈગર બાદ હવે કોણ? દિશા પટણી મિસ્ટ્રી મેનનો હાથ પકડેલી જોવા મળી


