Suryakumar Yadav Controversy: સૂર્યા મને દરરોજ મેસેજ કરતો હતો, જાણો કઈ અભિનેત્રી કર્યો દાવો?
- ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યા એક અણધાર્યા વિવાદના કેન્દ્રમાં (Suryakumar khushi mukherjee Controversy)
- રિયાલિટી શો ફેમ અભિનેત્રીના દાવાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
- પર્સનલ ચેટ અને સતત મેસેજ આવતા હોવાનો ઈન્ટરવ્યુમાં થયો ધડાકો
- વાયરલ વીડિયોમાં અભિનેત્રીએ સંબંધોને લઈ જણાવી ચોંકાવનારી વિગતો
- ક્રિકેટ ફેન્સમાં ભારે ચર્ચા, શું છે આ સમગ્ર મામલા પાછળની અસલી હકીકત?
Suryakumar khushi mukherjee Controversy : ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં એક અણધાર્યા વિવાદને કારણે ચર્ચામાં આવ્યા છે. મોડલ અને ‘સ્પ્લિટ્સવિલા’ ફેમ અભિનેત્રી ખુશી મુખર્જીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કરેલા ચોંકાવનારા દાવાએ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ખુશીના જણાવ્યા અનુસાર, એક સમય એવો હતો જ્યારે સૂર્યકુમાર યાદવ તેને સતત મેસેજ કરતા હતા.
ખુશી મુખર્જીનો ચોંકાવનારો દાવો
ખુશીએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં ઘણા ક્રિકેટરો તેની પાછળ હતા, જેમાં સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ થાય છે. તેણે દાવો કર્યો કે સૂર્યા તેને વારંવાર મેસેજ મોકલતા હતા, જોકે હવે તેમની વચ્ચે કોઈ વાતચીત થતી નથી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ખુશીનો આ વીડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Suryakumar khushi mukherjee Controversy : સંબંધો પર સ્પષ્ટતા<
🚨 Massive Claim on Surya Kumar Yadav 😲
Suryakumar Yadav used to message me a lot” - Khushi Mukherjee's massive claim on Indian captain pic.twitter.com/8OxhiPMjCn
— Indian Cricket (@IPL2025Auction) December 30, 2025
/h3>
ખુશી મુખર્જીએ આ સાથે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે તેના અને સૂર્યકુમાર વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નહોતો. તેણે ઉમેર્યું કે, "હું કોઈ પણ ક્રિકેટરને ડેટ કરવામાં રસ ધરાવતી નથી અને નથી ઈચ્છતી કે મારું નામ કોઈની સાથે જોડાય." બીજી તરફ, સૂર્યકુમાર યાદવ પોતાની પત્ની દેવિશા શેટ્ટી સાથે સુખી લગ્નજીવન માણી રહ્યા છે. તાજેતરમાં જ આ દંપતી તિરૂપતિ બાલાજીના દર્શન કરતા પણ જોવા મળ્યું હતું, જે તેમની મજબૂત બોન્ડિંગ દર્શાવે છે.
કોણ છે ખુશી મુખર્જી?
ખુશી મુખર્જી ગ્લેમર વર્લ્ડનું જાણીતું નામ છે. તેણે 2013માં તમિલ ફિલ્મ 'અંજલ થુરાઈ'થી અભિનયની શરૂઆત કરી હતી. તે 'સ્પ્લિટ્સવિલા 10' અને 'લવ સ્કૂલ 3' જેવા રિયાલિટી શો દ્વારા લોકપ્રિય થઈ હતી. આ ઉપરાંત તે 'બાલવીર રિટર્ન્સ' જેવી સીરિયલ્સમાં પણ જોવા મળી છે અને સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે.
આ પણ વાંચો : Top Viral Faces 2025 : શું તમને યાદ છે આ ચહેરાઓ? 2025માં આ થયા છે ખૂબ વાયરલ


