દિલ્હીએ T20 ઇતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો! તમામ 11 ખેલાડીઓએ કરી બોલિંગ
- દિલ્હી ટીમે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બનાવ્યો રેકોર્ડ
- T20 ઇતિહાસમાં 11 બોલરોનો ઉપયોગ કરનારી દિલ્હી પહેલી ટીમ
- દિલ્હીએ 11 બોલરો સાથે બનાવ્યો નવો રેકોર્ડ
- દિલ્હીના 11 ખેલાડીઓએ બોલિંગમાં યોગદાન આપીને બનાવ્યો અનોખો રેકોર્ડ
- દિલ્હીની ટીમની બેટિંગ અને બોલિંગની સાથે મણિપુર પર દમદાર જીત
Syed Mushtaq Ali Trophy : T20 ક્રિકેટમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં ઘણા રેકોર્ડ્સ બની રહ્યા છે, પરંતુ દિલ્હીની ટીમે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી દરમિયાન એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં, દિલ્હી ટીમના તમામ 11 ખેલાડીઓએ બોલિંગ કરી હતી, જે T20 ઇતિહાસમાં પહેલીવાર જોવા મળ્યું છે. આ પહેલા, એક ઇનિંગમાં સૌથી વધુ 9 બોલરોનો ઉપયોગ થયો હતો જેણે બોલિંગ કરી હોય, પરંતુ હવે આ રેકોર્ડ 11 બોલર દ્વારા તૂટી ગયો છે.
દિલ્હીના કેપ્ટનની અનોખી રણનીતિ
મણિપુરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મણિપુરની શરૂઆત સારી નહોતી, અને ઓપનર કાંગબમ પ્રિયજીત સિંહ 0 રને આઉટ થઈ ગયો હતો. આ પછી, દિલ્હી ટીમના કેપ્ટન આયુષ બદોનીએ એક અનોખી રણનીતિ અપનાવી. તેણે નિર્ણય લીધો કે તે પોતાના ટીમના તમામ 11 ખેલાડીઓને બોલિંગ કરાવશે. ત્યારબાદ, અખિલ ચૌધરી, હર્ષ ત્યાગી, દિગ્વેશ રાઠી, મયંક રાવત, આર્યન રાણા, હિંમત સિંહ, પ્રિયાંશ આર્ય, યશ ધૂલ અને અનુજ રાવતે બોલિંગ કરી હતી. તેટલું જ નહીં આયુષ બદોનીએ વિકેટકીપિંગ છોડી દીધી અને પોતે બોલિંગ કરવાનું શરૂ કર્યું, જેનાથી આકસ્મિક રીતે 11 વિભિન્ન ખેલાડીઓએ બોલિંગમાં યોગદાન આપ્યું હતું.
All 11 players bowled in a single match for Delhi in this Syed Mushtaq Ali Trophy. 🤯
- One of the Most Rare things in Cricket...!!!! pic.twitter.com/03KoO94Djw
— Tanuj Singh (@ImTanujSingh) November 29, 2024
11 ખેલાડીઓમાંથી કોઈએ 4 ઓવરનો ક્વોટા પૂરો કર્યો નહતો. હર્ષ ત્યાગી, દિગ્વેશ રાઠી અને મયંક રાવતે 3-3 ઓવર નાખી, જ્યારે આયુષ સિંહ, અખિલ ચૌધરી અને આયુષ બદોનીએ 2-2 ઓવર નાખી હતી. જ્યારે આર્યન રાણા, હિમ્મત સિંહ, પ્રિયાંશ આર્ય, યશ ધૂલ અને અનુજ રાવતે 1-1 ઓવર ફેંકી હતી.
મણિપુરની ટીમ માત્ર 120 પર ઓલ આઉટ
દિલ્હી ટીમના તમામ 11 ખેલાડીઓએ બોલિંગ કરી, તેમ છતા મણિપુરની ટીમ માત્ર 120 રન જ બનાવી શકી. મણિપુરની ટીમ તરફથી શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન દિગ્વેશ રાઠી દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે 8 રનમાં 2 વિકેટ ઝડપી હતી. હર્ષ ત્યાગીએ પણ 2 વિકેટ ઝડપી અને કેપ્ટન આયુષ બદોનીએ 1 વિકેટ મેળવી હતી. મણિપુરની ટીમ 41 રનમાં 6 વિકેટ ગુમાવી ચુકી હતી. રેક્સ સિંહે 23 રન અને અહેમદ શાહે 32 રન બનાવ્યા, અને આ રીતે મણિપુરની ટીમ 120 રન સુધી પહોંચવા સક્ષમ થઇ હતી.
દિલ્હીની ઝડપી જીત
દિલ્હી માટે બેટિંગના મેદાન પર યશ ધૂલનું મોટું યોગદાન રહ્યું. તેણે 59 અણનમ રન બનાવ્યા હતા. જેની મદદથી દિલ્હીની ટીમે 120 રનના લક્ષ્યને 9 બોલ પહેલાં પાર કરી લીધો. આ સાથે, દિલ્હી ટીમે 6 વિકેટથી મેચ જીતી, અને તેમના આદ્ભુત બેટિંગ અને બોલિંગ પ્રદર્શનથી મણિપુરને માત આપી.
આ પણ વાંચો: NZ vs ENG 1st Test : ચાલુ મેચમાં ચાહકો દોડી આવ્યા, મેદાનમાં લીધી સેલ્ફી અને રમ્યા ક્રિકેટ