T20 World Cup 2026 : T20 વર્લ્ડકપને લઈને મહત્વના સમાચાર, અમદાવાદમાં જ રમાશે ફાઈનલ!
- T20 વર્લ્ડકપ (T20 World Cup 2026) ને લઈને મહત્વના સમાચાર
- T20 વર્લ્ડકપની ફાઇનલ અમદાવાદ (Ahmedabad) માં યોજાશે
- પાકિસ્તાન (Pakistan) સેમિફાઇનલની રેસમાંથી થયું બહાર
- શ્રીલંકા સામે પાકિસ્તાનની જીત છતાં સેમિફાઇનલથી બહાર
- પાકિસ્તાન બહાર થતા ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં
T20 World Cup 2026 : T20 વર્લ્ડકપ 2026 માં ગઈકાલે રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાને શ્રીલંકા (PakistanVsSriLanka) ને હરાવ્યું હોવા છતાં, તે સેમીફાઇનલની રેસમાંથી સત્તાવાર રીતે બહાર ફેંકાઈ ગયું છે. આ સાથે જ ન્યુઝીલેન્ડ (NewZealand) ની ટીમે સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ, પાકિસ્તાન બહાર થતા જ હવે વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે.
T20 વર્લ્ડકપ (T20 World Cup 2026) ની ફાઇનલ અમદાવાદ (Ahmedabad) માં યોજાશે
ગઈકાલે પલ્લેકેલે સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે સુપર-8 ની મહત્વની મેચ રમાઈ હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં લડાયક સ્કોર બનાવ્યો હતો.
જીતનું સમીકરણ:પાકિસ્તાને સેમીફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકાને માત્ર હરાવવાનું જ નહોતું, પરંતુ રન-રેટ સુધારવા માટે શ્રીલંકાને 146 રન કરતા ઓછા સ્કોર પર રોકવું અનિવાર્ય હતું અથવા 65 રનથી મેચ જીતવી જરૂરી હતી.
પરિણામ: પાકિસ્તાનના બોલરો શ્રીલંકાને વહેલા આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા. શ્રીલંકાએ લડત આપી અને પાકિસ્તાન માત્ર 5 રનથી જ મેચ જીતી શક્યું. આ સાંકડા અંતરની જીત પાકિસ્તાનને સેમીફાઇનલની ટિકિટ અપાવવા માટે પૂરતી નહોતી.
T20 World Cup semifinal: T20 વર્લ્ડકપને લઈને મહત્વના સમાચાર
T20 વર્લ્ડકપની ફાઇનલ અમદાવાદમાં યોજાશે
પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી થયું બહાર
શ્રીલંકા સામે પાકિસ્તાનની જીત છતાં સેમિફાઇનલથી બહાર
પાકિસ્તાન બહાર થતા ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં#T20WorldCup #AhmedabadFinal #PakistanOut… pic.twitter.com/cLPfFPqcZ1— Gujarat First (@GujaratFirst) March 1, 2026
ન્યુઝીલેન્ડ સેમીફાઇનલમાં, પાકિસ્તાનનું પેક-અપ
પાકિસ્તાન જરૂરી રન-રેટ હાંસલ ન કરી શકતા પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ આગળ નીકળી ગયું છે. આ સાથે જ સેમીફાઇનલની ચાર ટીમોનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. પાકિસ્તાન સતત બીજા ICC ટૂર્નામેન્ટમાં નોક-આઉટ સ્ટેજ પહેલા બહાર થતા ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.
અમદાવાદમાં ફાઈનલ યોજવાનો રસ્તો સાફ
ICC ના નિયમ મુજબ, જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચ્યું હોત તો સુરક્ષાના કારણોસર ફાઈનલ મેચ કોલંબો (શ્રીલંકા) ખાતે ખસેડવામાં આવનાર હતી. પરંતુ હવે પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હોવાથી 8 માર્ચ, 2026 ના રોજ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ,નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ) ફાઈનલની યજમાની કરશે.
હવે શું?
હવે ક્રિકેટ ચાહકોની નજર આજની ભારત vs વેસ્ટ ઈન્ડિઝ મેચ પર છે. જો ભારત આજે જીતશે, તો તે સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ભારતની જીત સાથે જ અમદાવાદમાં યોજાનારી ફાઈનલ મેચનો ઉત્સાહ બમણો થઈ જશે.
આ પણ વાંચો :Gujarat News : આજે 01 માર્ચ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


