Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"અમે લાચાર છીએ": ભારત સામે મેચ ન રમવા પાકિસ્તાને કોર્ટના કયા નિયમનો સહારો લીધો?

મેદાન પરની લડાઈ હવે કોર્ટરૂમ ડ્રામામાં ફેરવાઈ ગઈ છે. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં જે થવાનું હતું તેના પર પાકિસ્તાને પાણી ફેરવી દીધું છે. દંડથી બચવા માટે તેઓએ એક એવો 'કાનૂની શબ્દ' શોધી કાઢ્યો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે યુદ્ધ સમયે થાય છે. શું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ આ દલીલ સ્વીકારશે કે પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમને હંમેશા માટે ઘરે બેસવાનો વારો આવશે? અંદરની વાત કંઈક અલગ જ છે.
 અમે લાચાર છીએ   ભારત સામે મેચ ન રમવા પાકિસ્તાને કોર્ટના કયા નિયમનો સહારો લીધો
Advertisement
  • 15 ફેબ્રુઆરીની મેચના બહિષ્કાર માટે પાકિસ્તાને શોધ્યો 'કાનૂની રસ્તો' (PCB vs ICC)
  • દંડથી બચવા 'ફોર્સ મેજ્યોર' (Force Majeure) ક્લોઝનો લીધો આશરો
  • "સરકારી આદેશ છે": પાકિસ્તાને મેચ ન રમવા માટે ધર્યું બહાનું
  • ICC અને BCCI લાલઘૂમ, રાજકીય કારણોને માન્ય રાખવા ઈનકાર
  • નિયમભંગ બદલ પાકિસ્તાન પર કરોડોના દંડ અને પ્રતિબંધનો ખતરો

PCB vs ICC : ટી-20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) નું મેદાન હવે ક્રિકેટરો કરતા વકીલો માટે વધુ ચર્ચાનો વિષય બની ગયું છે. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત (India) સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરવાના પાકિસ્તાનના નિર્ણયે ક્રિકેટ જગતમાં મોટો વિવાદ સર્જ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથેના કરારમાં રહેલા 'ફોર્સ મેજ્યોર' (Force Majeure) ક્લોઝનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ કાનૂની દાવ પાછળનો મુખ્ય હેતુ મેચ ન રમવા બદલ લાગતા કરોડોના દંડ અને કાનૂની કાર્યવાહીથી બચવાનો છે.

PCB vs ICC : 'ફોર્સ મેજ્યોર' ક્લોઝ શું છે?

સરળ ભાષામાં કહીએ તો, 'ફોર્સ મેજ્યોર' નો અર્થ એવી અણધારી પરિસ્થિતિઓ છે જે કોઈના પણ નિયંત્રણ બહાર હોય—જેમ કે યુદ્ધ, કુદરતી આફત અથવા સરકારના કડક આદેશો. PCB દાવો કરી રહ્યું છે કે તેમને ઇસ્લામાબાદ (Islamabad) સ્થિત પોતાની સરકાર તરફથી ભારત સામે ન રમવા માટેના સ્પષ્ટ આદેશો મળ્યા છે. પાકિસ્તાન આ સરકારી આદેશને એક 'અનિવાર્ય સંજોગ' તરીકે રજૂ કરી રહ્યું છે જેથી તેઓ દંડમાંથી છટકી શકે.

Advertisement

Advertisement

ICC અને BCCI એ દલીલ ફગાવી (PCB vs ICC)

આ વિવાદનું મૂળ ત્યાં છે જ્યારે સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશ (Bangladesh) એ ભારતમાં રમવાની ના પાડી હતી અને ICC એ તેમની જગ્યાએ સ્કોટલેન્ડ (Scotland) ને ટૂર્નામેન્ટમાં સ્થાન આપ્યું હતું. આ નિર્ણયનો વિરોધ કરતા પાકિસ્તાને ભારત સામેની મેચના બહિષ્કારનું પગલું ભર્યું છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ICC એ પાકિસ્તાનની 'ફોર્સ મેજ્યોર' વાળી દલીલને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રમતગમતના કાયદામાં રાજકીય તણાવને આ શ્રેણીમાં ગણવામાં આવતો નથી. ICC એ સ્પષ્ટ કર્યું છે કે વર્લ્ડ કપ જેવી મેગા ઈવેન્ટમાં ટીમો પોતાની મરજી મુજબ મેચ પસંદ કરી શકતી નથી.

આર્થિક નુકસાન અને પ્રતિબંધનો ખતરો

જો પાકિસ્તાન મેદાનમાં નહીં ઉતરે, તો માત્ર પોઈન્ટ ટેબલ પર જ નહીં પણ આર્થિક રીતે પણ મોટી ઉથલપાથલ થશે. જિયોસ્ટાર (JioStar) જેવા બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સ આ હાઈ-વોલ્ટેજ મેચ રદ થવાથી થતા નુકસાનનું વળતર માંગી શકે છે. ICC એ PCB ને કડક ચેતવણી આપી છે કે જો તેઓ નિર્ણય નહીં બદલે તો માત્ર આર્થિક દંડ જ નહીં, પરંતુ ભવિષ્યની ટૂર્નામેન્ટ્સમાંથી પણ તેમને બાકાત (Ban) રાખવામાં આવી શકે છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાનો માસ્ટરપ્લાન : વર્ષ 2012 પછી પહેલીવાર ICC ઇવેન્ટમાં જોવા મળશે આ અનોખો નજારો, વિરોધી ટીમોમાં ફફડાટ!

Tags :
Advertisement

.

×