Commentator Sanjay Manjrekar એ ભારતને હરાવનારને કહ્યું, 'Thanks'
- Commentator Sanjay Manjrekar એ ભારતની હારનું સટીક નિરીક્ષણ કર્યું
- આગામી મેચમાં સારૂ પ્રદર્શન કરવા માટે ત્રણ મહત્વના મુદ્દાઓ સૂચવ્યા
- ભારતની નબળાઇ ખુલ્લી પાડવા માટે દક્ષિણ આફ્રિકાનો આભાર માન્યો
Commentator Sanjay Manjrekar : T 20 World Cup માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય (India Lost Match Against South Africa) ટીમ સતત સવાલોના ઘેરામાં છે. દક્ષિણ આફ્રિકા સામે હાર ટીમ ઇન્ડિયા માટે મોટો મુદ્દો ન હતો, પરંતુ તેમનો અભિગમ મહત્વપૂર્ણ હતો. ભારતીય ટીમના 11 બેટ્સમેનમાંથી આઠ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. આ જ કારણ છે કે, ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા ભૂતપૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો હવે ટીમ ઇન્ડિયાને સલાહ આપી રહ્યા છે. જેમાં સંજય માંજરેકરે ખૂબ જ સટીક નિરીક્ષણ જણઆવ્યું છે.
View this post on Instagram
Commentator Sanjay Manjrekar, આપણે શું કરવાની જરૂર છે
સંજય માંજરેકરે સોશિયલ મીડિયાની રીલમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો આભાર માનતા કહ્યું, "દક્ષિણ આફ્રિકાની ટીમનો આભાર, હવે આપણે જાણીએ છીએ કે, આપણે શું કરવાની જરૂર છે." માંજરેકરે ત્યારબાદ ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા ટીમ ઇન્ડિયાએ ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો કરવા જોઈએ, તેવું સૂચવ્યું છે, સાથે તેમણે કુલદીપ યાદવના સમાવેશનો પણ ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો ------- સુપર-8માં આફ્રિકાની ગર્જના! 187 રન બનાવ્યા બાદ ભારતને 111 માં રોકી મેચ કબજે કરી
Commentator Sanjay Manjrekar ના મતે આ ત્રણ ફેરફારો કરવા જોઈએ
- ટોચના ક્રમમાં, જે બેટ્સમેન સ્પિન સામે ધીરજ અને સંયમ સાથે બેટિંગ કરી શકે છે, તેમને તક આપવી જોઈએ. તેમનો મુદ્દો એ હતો કે, સ્પિનરો પર પહેલા બોલથી એટેક ન કરવો જોઈએ.
- ટીમ ઇન્ડિયાના થ્રો ડાઉન નિષ્ણાતે પ્રેક્ટિસ સત્રો દરમિયાન ઘણા ધીમા બોલ ફેંકવા જોઈએ, અને બેટ્સમેનોને પ્રેક્ટિસ પૂરી પાડવી જોઈએ. જેમ જોવા મળ્યું, દક્ષિણ આફ્રિકાના બધા જ ઝડપી બોલરોએ ધીમા બોલથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.
- કુલદીપ યાદવને ટીમમાં તક આપવી જોઈએ. કુલદીપનો ટીમમાં સમાવેશ ટીમને વિકેટ લેવાનો વધારાનો વિકલ્પ પૂરો પાડી શકે છે.
સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બન્યો
દક્ષિણ આફ્રિકા સામે 76 રનની મોટી હાર બાદ, ટીમ ઇન્ડિયાનો સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બન્યો છે. જો ભારતીય ટીમ તેની બાકીની બંને મેચ જીતી જાય, તો પણ તેને અન્ય ટીમોના પરિણામો, અને નેટ રન રેટ પર આધાર રાખવો પડશે. ભારતની આગામી સુપર 8 મેચ 26 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે સામે, અને 1 માર્ચે કોલકાતામાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાશે.
આ પણ વાંચો ------- T20 World Cup Super-8 : ટીમ ઈન્ડિયાની મોટી હાર બાદ સેમીફાઇનલનું ગણિત બગડ્યું, હવે દરેક મેચ ‘કરો કે મરો’


