Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

T20 World Cup : ભારતની ઇનિંગ 193 રને સમેટાઇ, નબળા નેધરલેન્ડ પર નજર

T20 World Cup અંતર્ગત ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આ પહેલા ફક્ત એક જ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં ભારતે તેમને ખરાબ રીતે હરાવ્યા હતા. નેધરલેન્ડ્સે આ વર્ષના T20 વર્લ્ડ કપમાં ખાસ સારું પ્રદર્શન કર્યું નથી. હવે, જોવાનું એ છે કે, ટીમ આજની મેચમાં કેવું પ્રદર્શન કરે છે
t20 world cup   ભારતની ઇનિંગ 193 રને સમેટાઇ  નબળા નેધરલેન્ડ પર નજર
Advertisement
  • T20 World Cup માં આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ
  • ભારતે 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા
  • શિવમ દુબેનું અસાધારણ પ્રદર્શન ઉડીને આંખે વળગ્યું

T20 World Cup : આજે ભારત અને નેઝરલેન્ડ (India Vs Netherland) વચ્ચે મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Indian Caption SuryaKumar Yadav) ટોસ જીતીને નેધરલેન્ડ્સ સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવતા 193 રન બનાવ્યા છે. અને આ મેચ જીતવા માટે નેધરલેન્ડ સામે 194 રનનું લક્ષ્ય આપ્યું છે. નોંધનીય છે કે, કેપ્ટન સૂર્યાએ જાહેરાત કરી કે, પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. કુલદીપ યાદવ અને અક્ષર પટેલ આજની મેચ રમી રહ્યા નથી. વોશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન સુંદર પોતાની પહેલી વર્લ્ડ કપ મેચ રમી રહ્યો છે. આ મેચમાં શિવમ દુબેની (Shivam Dube) હાફ સેન્ચ્યુરી દમદાર રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ICC Hindi (@icchindiofficial)

T20 World Cup, પહેલી મેચમાં નબળું પ્રદર્શન

નોંધનીય છે કે, ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આ પહેલા ફક્ત એક જ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં ભારતે તેમને ખરાબ રીતે હરાવ્યા હતા. નેધરલેન્ડ્સે આ વર્ષના T20 વર્લ્ડ કપમાં ખાસ સારું પ્રદર્શન કર્યું નથી. હવે, જોવાનું એ છે કે, ટીમ આજની મેચમાં કેવું પ્રદર્શન કરે છે. આજની મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં 100,000 થી વધુ લોકો મેચનો આનંદ માણવા માટે એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા છે.

Advertisement

આ પણ વાંચો ------ T20 World Cup 2026 / IND vs NED : પાકિસ્તાન બાદ હવે નેધરલેન્ડ્સનો વારો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની હેટ્રિક પર નજર

Advertisement

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

  • ભારતની સંપૂર્ણ ટીમઃ ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન, મોહમ્મદ સિરાજ, અરવિંદ સિંહ, અરવિંદ સિંહ.
  • નેધરલેન્ડની સંપૂર્ણ ટીમ: માઈકલ લેવિટ, મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડે, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (વિકેટકીપર/કેપ્ટન), ઝેક લિયોન-કેચેટ, રોઈલોફ વાન ડેર મર્વે, લોગાન વાન બીક, આર્યન દત્ત, કાયલ ક્લેઈન, ફ્રેડ ક્લેઈન, ફ્રેડ ક્લાહરોસ, પોલ ક્લેઈન મીકેરેન, ટિમ વાન ડેર ગુગટેન.

આ પણ વાંચો ------ Pakistan Hockey Team ની ગજબ બેઇજ્જતી, વાસણ માંજવા પડ્યા !

Tags :
Advertisement

.

×