Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

T 20 World Cup : ભારતની શાનદાર જીત, હવે સુપર-8 નો વારો !

T 20 World Cup ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આ પહેલા ફક્ત એક જ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં ભારતે તેમને ખરાબ રીતે હરાવ્યા હતા. નેધરલેન્ડ્સે આ વર્ષના T20 વર્લ્ડ કપમાં ખાસ સારું પ્રદર્શન કર્યું નથી. નેધરલેન્ડ દ્વારા સતત નબળું પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યું છે, જે આવનાર સમયમાં મુશ્કેલી સર્જશે.
t 20 world cup   ભારતની શાનદાર જીત  હવે સુપર 8 નો વારો
Advertisement
  • T 20 World Cup ભારતની ટીમ સતત જીત મેળવી રહી છે
  • નેધરલેન્ડની ટીમ પહેલાથી જ નબળી સાબિત થઇ રહી છે
  • ભારતની ટીમે આજે જીત મેળવતા સ્કોર ટેબલમાં ઉંચુ સ્થાન પ્રાપ્ત કર્યું છે
  • નેધરલેન્ડની ટીમ માટે આગળ કપરા ચઢાણ હોવાનું જાણવા મળી રહ્યું છે

T 20 World Cup : ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો છે, અને ગ્રુપ A ના અંતિમ મેચમાં નેધરલેન્ડ્સ સામે 17 રનથી શાનદાર જીત નોંધાવી છે. આ સાથે, ટીમ ઇન્ડિયા ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી છે. ભારતીય ટીમ હવે સુપર 8 માં સમાન પ્રદર્શન માટે પ્રયત્નશીલ રહેશે. ટોસ જીત્યા પછી, ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. જવાબમાં, નેધરલેન્ડ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ફક્ત 176 રન જ બનાવી શક્યું છે. સુપર 8 ના તબક્કામાં ટીમ ઈન્ડિયાનો આગામી મુકાબલો 22 ફેબ્રુઆરીએ અમદાવાદના આ જ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

T 20 World Cup, વરૂણ ચક્રવર્તીએ પહેલો ફટકો આપ્યો

જ્યારે નેધરલેન્ડ્સ ટીમ આ મેચમાં રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી, ત્યારે માઈકલ લેવિટ અને મેક્સ ઓ'ડોડની ઓપનિંગ જોડીએ સાવચેતીભરી શરૂઆત કરી હતી, અને પ્રથમ વિકેટ સુધી 35 રનની ભાગીદારી કરી હતી. ભારતીય ટીમ તરફથી છઠ્ઠી ઓવર ફેંકવા આવેલા વરુણ ચક્રવર્તીએ મેક્સ ઓ'ડોડને 20 રને આઉટ કરીને નેધરલેન્ડ્સને પહેલો ફટકો આપ્યો હતો. ત્યારબાદ નેધરલેન્ડ્સે 51 રને માઈકલ લેવિટના રૂપમાં પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી હતી, જેને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો. ત્યાંથી, બોસ ડી લીડે અને કોલિન અક્રેમેને 26 બોલમાં ત્રીજી વિકેટ સુધી 49 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી વરુણ ચક્રવર્તીએ તોડી હતી, તેઓએ કોલિન અક્રેમેને 23 રને આઉટ કર્યો હતો. આ પછી, નેધરલેન્ડ્સની વિકેટ ઝડપથી પડવા લાગી હતી.

Advertisement

T 20 World Cup, મેચ એક તબક્કે રોમાંચક બની

અંતિમ ઓવરોમાં, નોહ ક્રોસ અને જેક લિયોન-કેચેટે ઝડપથી સ્કોર કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી મેચ એક તબક્કે રોમાંચક બની હતી, પરંતુ તેઓ તેમની ટીમને હારથી બચાવી શક્યા નહીં. નેધરલેન્ડ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 176 રન જ બનાવી શક્યું, અને 17 રનથી હારી ગયું હતું. ભારત તરફથી, વરુણ ચક્રવર્તીએ ત્રણ વિકેટ, શિવમ દુબેએ બે વિકેટ, અને જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ પણ એક-એક વિકેટ લીધી.

Advertisement

T 20 World Cup, બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

  • ભારતની ટીમઃ ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન, મોહમ્મદ સિરાજ, અરવિંદ સિંહ, અરવિંદ સિંહ.
  • નેધરલેન્ડની ટીમ: માઈકલ લેવિટ, મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડે, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (વિકેટકીપર/કેપ્ટન), ઝેક લિયોન-કેચેટ, રોઈલોફ વાન ડેર મર્વે, લોગાન વાન બીક, આર્યન દત્ત, કાયલ ક્લેઈન, ફ્રેડ ક્લેઈન, ફ્રેડ ક્લાહરોસ, પોલ ક્લેઈન મીકેરેન, ટિમ વાન ડેર ગુગટેન.

આ પણ વાંચો ------ Pakistan Hockey Team ની ગજબ બેઇજ્જતી, વાસણ માંજવા પડ્યા !

Tags :
Advertisement

.

×