Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

T20 World Cup માં Pakistan ના રમવાને લઇને રહસ્ય વધુ ઘેરાયું

T20 World Cup માં જવા રવાના થવા માટે પાકિસ્તાનની ટીમની મુસાફરી વ્યવસ્થા અંગે પણ અનિશ્ચિતતા છે. પાકિસ્તાને સોમવારે સવારે ઓસ્ટ્રેલિયા જેવી જ એર લંકા ફ્લાઇટમાં કોલંબો જવાનું છે, પરંતુ હજુ સુધી આ ઉડાણ અંગેની કોઇ પણ પુષ્ટિ થઈ નથી, જેને પગલે મેચ રમવા અંગેનું રહસ્ય વધુ ઘેરાયું છે.
t20 world cup માં pakistan ના રમવાને લઇને રહસ્ય વધુ ઘેરાયું
Advertisement
  • T20 World Cup માં પાકિસ્તાનને લઇને અનિશ્ચિતતાનું વાતાવરણ
  • બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાનની ટીમ પણ જોડાય તેવી શક્યતા
  • અંતિમ ઘડીએ કિટ લોન્ચના કાર્યક્રમને રદ કરી દેવાતા અટકળો તેજ

T20 World Cup Suspension Over Pakistan Participation :  વર્લ્ડ કપ માં પાકિસ્તાનના રમવાનાને લઇને સસ્પેન્સ હજુ પણ યથાવત રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભાગ લેશે કે નહીં, તે અંગેનો નિર્ણય 2 ફેબ્રુઆરીએ થવાની અપેક્ષા છે. તે પહેલાં, વધુ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાને તેના વર્લ્ડ કપ કિટ લોન્ચના કાર્યક્રમને રદ કર્યું છે, જેના કારણે મૂંઝવણ ઊભી થઈ છે, અને તેની World Cup રમવા અંગે અનિશ્ચિતતા વધી છે. કિટ લોન્ચ અચાનક રદ થવાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે, બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવાના વિરોધમાં પાકિસ્તાન હજુ પણ ટુર્નામેન્ટમાંથી ખસી શકે છે.

વિવાદમાં પાકિસ્તાન પણ સામેલ (T20 World Cup Suspension Over Pakistan Participation)

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ICC એ બાંગ્લાદેશની મેચો ભારતથી શ્રીલંકા ખસેડવાની વિનંતીને નકારી કાઢી હતી. ત્યારથી આ નિર્ણય એક મોટા ભૂરાજકીય અને રમતગમતના વિવાદમાં ફેરવાઈ ગયો છે, અને હવે પાકિસ્તાન પણ આ વિવાદમાં સામેલ છે, જે ICCને સતત ધમકી આપી રહ્યું છે.

Advertisement

Advertisement

એક લંકા ફ્લાઇટમાં કોલંબો જવાનું છે (T20 World Cup Suspension Over Pakistan Participation)

પાકિસ્તાનની ટીમની મુસાફરી વ્યવસ્થા અંગે પણ અનિશ્ચિતતા છે. પાકિસ્તાને સોમવારે સવારે ઓસ્ટ્રેલિયા જેવી જ એર લંકા ફ્લાઇટમાં કોલંબો જવાનું છે, પરંતુ હજુ સુધી આ ઉડાણ અંગેની કોઇ પણ પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો -------- Australian Open 2026 : Elena Rybakina એ સબાલેન્કાને હરાવીને જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન 2026 ટાઇટલ

ટીમની જાહેરાત કરી દેવામાં આવી

આ વિવાદો વચ્ચે, પાકિસ્તાને તેની ટીમની જાહેરાત કરી છે. સલમાન અલી આગાની કેપ્ટનશીપ હેઠળ, પાકિસ્તાને ટીમની જાહેરાત કરી છે. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો પહેલો મુકાબલો 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે છે. પાકિસ્તાનનો આગામી મુકાબલો 15 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ સામે છે.

વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ :

સલમાન અલી આગ (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા મોહમ્મદ નાફે (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન (વિકેટકીપર), અને ઉસ્માન તારિક

પાકિસ્તાનનો શેડ્યૂલ

  • 7 ફેબ્રુઆરી (શનિવાર): પાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ્સ - ગ્રુપ A, પહેલી મેચ
    સ્થળ: સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ, કોલંબો | સમય: સવારે 11 વાગ્યે (IST)
  • 10 ફેબ્રુઆરી (મંગળવાર): પાકિસ્તાન વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સ - ગ્રુપ A, 12 મી મેચ
    સ્થળ: સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ, કોલંબો | સમય: સાંજે 7 વાગ્યે (IST)
  • 15 ફેબ્રુઆરી (રવિવાર): ભારત વિરુદ્ધ પાકિસ્તાન - ગ્રુપ A, 27 મી મેચ
    સ્થળ: આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો | સમય: સાંજે 7 વાગ્યે (IST)
  • 18 ફેબ્રુઆરી (બુધવાર): પાકિસ્તાન વિરુદ્ધ નામિબિયા - ગ્રુપ A, 35 મી મેચ
    સ્થળ: સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ, કોલંબો | સમય: બપોરે 3 વાગ્યે 

આ પણ વાંચો ------- વૈભવ સૂર્યવંશીને મળી સચિનની ટિપ્સ, India U19 vs Pakistan U19 મેચમાં થશે ધમાકો?

Tags :
Advertisement

.

×