Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Test Cricket: સંન્યાસને લઈ રોહિત શર્માએ મોટી જાહેરાત

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએની મોટી જાહેરાત રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી સોશિયલ મીડિયા પોસ્ટ કરી આપી માહિતી Rohit Sharma Retire: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિની (Rohit Sharma Retire)જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનર અને બે...
test cricket  સંન્યાસને લઈ રોહિત શર્માએ મોટી જાહેરાત
Advertisement
  • ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએની મોટી જાહેરાત
  • રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
  • સોશિયલ મીડિયા પોસ્ટ કરી આપી માહિતી

Rohit Sharma Retire: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિની (Rohit Sharma Retire)જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનર અને બે ફોર્મેટમાં કેપ્ટન, રોહિતે ટેસ્ટ (Test Cricket)ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હિટમેન તરીકે જાણીતા રોહિતે બુધવાર, 7 મેના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લાંબા ફોર્મેટના ક્રિકેટને અલવિદા કહ્યું. રોહિતની નિવૃત્તિના સમાચાર એવા સમયે આવ્યા જ્યારે પસંદગી સમિતિએ તેમને ટેસ્ટ ટીમના કેપ્ટન પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર તેમને ટીમમાં સ્થાન મળવાની કોઈ શક્યતા દેખાતી ન હતી.

Advertisement

 રોહિતની કેપ્ટનશીપમાં  ઈન્ડિયાને 3-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો

એવા પણ સમાચાર હતા કે રોહિતને આ પ્રવાસ માટે કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવશે નહીં. રોહિતના નેતૃત્વમાં, ભારતીય ટીમને પહેલીવાર ન્યુઝીલેન્ડની ધરતી પર તેની જ ધરતી પર 3-0થી હારનો સામનો કરવો પડ્યો. બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં પણ, રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને 3-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

રોહિતે ટેસ્ટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

ટેસ્ટ ક્રિકેટમાં સતત ખરાબ પ્રદર્શન બાદ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરતા લખ્યું છે કે "નમસ્તે, હું તમારા બધા સાથે શેર કરવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું

આ પણ  વાંચો -Operation Sindoor ને કારણે IPL 2025 થશે રદ્દ? BCCIએ આપ્યું મોટું અપડેટ

ODI ફોર્મેટમાં જોવા મળશે

વ્હાઈટ જર્સીમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત રહી છે. આટલા વર્ષો સુધી મને પ્રેમ અને સપોર્ટ કરવા બદલ આપ સૌનો આભાર. હું ODI ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખીશ." ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં રોહિતનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું. આ પ્રવાસમાં રોહિતની બેટિંગ એવરેજ ફક્ત 6 હતી.

આ પણ  વાંચો -SRH Vs DC: વરસાદને કારણે મેચ થઈ રદ્દ, દિલ્હી-હૈદરાબાદને મળ્યા 1-1 પોઈન્ટ

ટેસ્ટમાં સંઘર્ષ કરી રહ્યો હતો રોહિત શર્મા

રોહિત શર્મા લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ કરી રહ્યો હતો. હિટમેનના બેટમાંથી રન નહોતા આવી રહ્યા, જ્યારે તેની કેપ્ટનશીપ પર પણ પ્રશ્નાર્થ હતો. રોહિતની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ન્યુઝીલેન્ડ સામે ભારતની ધરતી પર 3-0થી હારનો સામનો કરવો પડ્યો. આ પછી, રોહિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કેપ્ટન અને બેટ્સમેન તરીકે પણ નિષ્ફળ ગયો. સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં, રોહિતે પણ પોતાને પ્લેઈંગ 11માંથી બહાર કરી દીધો હતો.

Tags :
Advertisement

.

×