ENGLAND CRICKET TEAM માં 147 વર્ષમાં પ્રથમ વખત બની આવી ઘટના
ENGALND અને WEST INDIES વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાં હવે ENGLAND ની ટીમે એવો વિક્રમ સર્જ્યો છે કે તેમની ટીમે અત્યાર સુધીમાં પહેલા કોઈ દિવસ ન હતો સર્જ્યો. ઉલ્લેખનીય છે કે, ENGLAND અને WEST INDIES વચ્ચે હાલ શ્રેણીની બીજી ટેસ્ટ રમાઈ રહી છે. જેના વિશે વાત કરવામાં આવે તો, આ ટેસ્ટ મેચમાં ENGLAND ની ટીમે WEST INDIES ને ચોથી પારીમાં 385 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં ENGLAND ના બૅટ્સમેનઓએ શાનદાર દેખાવ કર્યો હતો. જેના કારણે હવે ઇંગ્લૈંડના બૅટ્સમેનોએ આ વિક્રમ પોતાના નામે કર્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
બીજી ટેસ્ટમાં ENGLADN ના બૅટ્સમેન રહ્યા આગળ
With his hundred against West Indies in the second Test, Joe Root sits one behind Alastair Cook in the all-time England record for most Test centuries 👊#WTC25 | #ENGvWI
More ⬇https://t.co/TYiFgwqU2e
— ICC (@ICC) July 21, 2024
બંને દેશ વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઓલી પોપે ટીમ માટે 121 રનની ઇનિંગ રમી હતી. જ્યારે બેન ડકેટે 71 રનની અને બેન સ્ટોક્સે 69 રનની ઇનિંગ રમી હતી. આ ખેલાડીઓએ પ્રથમ દાવમાં સારી બેટિંગ કરી હતી. બીજી પારીમાં પણ ઈંગ્લેન્ડના બેટિંગનો જાદુ ખૂબ જ ચાલ્યો હતો. બીજી પારીમાં રૂટે 122 રન અને બ્રુકે 109 રન બનાવ્યા હતા. આ સિવાય ઓલી પોપે 51 રન અને બેન ડકેટે 76 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના શાનદાર દેખાવના કારણે તેમની ટીમ એક મજબૂત સ્કોર સુધી પહોંચવામાં સક્ષમ બની હતી.
147 વર્ષમાં પહેલી વખત બન્યું આવું
THE SHOT & CELEBRATION BY JOE ROOT. 🥶 🔥 pic.twitter.com/ghAZMt1I2h
— Johns. (@CricCrazyJohns) July 21, 2024
ENGLAND ની ટીમે આ મેચમાં રેકોર્ડ બનાવ્યો છે. તે રેકોર્ડ વિશેની ખાસ વાત એ છે કે, ટેસ્ટ ક્રિકેટના તેના 147 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ઈંગ્લેન્ડ ક્રિકેટે બંને દાવમાં 400 પ્લસ રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડની ટીમ 1877થી ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. તેણે 1877માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ મેચ રમી હતી. 1877 થી લઈને વર્ષ 2024 સુધીમાં તેમની ટીમે 1000 કરતાં પણ વધુ ટેસ્ટ રમી છે. પરંતુ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ક્યારેય 400નો આંકડો પાર કરી શકી નથી. આ 12મી વખત છે જ્યારે ટેસ્ટ રમી રહેલી ટીમે બંને દાવમાં 400થી વધુ રન બનાવ્યા છે.
આ પણ વાંચો : Olympics ખેલાડીઓને BCCI ની કરોડોની ભેટ! Jay Shah એ કરી મોટી જાહેરાત