ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી Police માં નોકરી, સંભાળશે આ પદ
- ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરને મળી નોકરી
- મોહમ્મદ સિરાઝ તેલંગાણા પોલીસમાં DSP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
- તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીનો આભાર વ્યક્ત કર્યો
ટીમ ઈન્ડિયા (Team India) ના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) ને તેલંગાણા પોલીસમાં DSP (Deputy Superintendent of Police) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે શુક્રવારે આ પદ સંભાળ્યું હતું. આ દરમિયાન મોહમ્મદ સિરાજની સાથે સાંસદ એમ. અનિલ કુમાર યાદવ, માનનીય સાંસદ અને TGMREIS ના અધ્યક્ષ મોહમ્મદ ફહીમુદ્દીન કુરેશી પણ હતા.
રાજ્યના DSP તરીકે નિયુક્ત
ભારતીય ટીમના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર મોહમ્મદ સિરાજને તેલંગાણા સરકારે રાજ્યના DSP તરીકે નિયુક્ત કર્યા છે. મોહમ્મદ સિરાજે DSP નું પદ સંભાળ્યા બાદ તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ T20 વર્લ્ડ કપ 2024 વિજેતા ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહેલા મોહમ્મદ સિરાજને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. આ કારણથી તેમને આ પદ આપવામાં આવ્યું છે. જો કે, આનાથી તેની ક્રિકેટ કારકિર્દી પર કોઈ અસર નહીં થાય. સિરાજ હજુ પણ ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળશે. જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોહમ્મદ સિરાજનું પ્રદર્શન હંમેશાથી ઘણું સારું રહ્યું છે. મોહમ્મદ સિરાજે પોતાની ઘાતક બોલિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી મહત્વની મેચ જીતવામાં મદદ કરી છે. મોહમ્મદ સિરાજે પણ ICC T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની જીતમાં શાનદાર પ્રદર્શન કર્યું અને તમામ ચાહકોનું દિલ જીતી લીધું.
Mohammed Sirajએ DSPનો પદભાર સંભાળ્યો | Gujarat First#MohammedSiraj #TeamIndia #DSPAppointment #T20WorldCup2024 #IndianCricket #PoliceService #CricketingExcellence #SportsToService #SirajJoinsPolice #CricketHeroes #Gfcard #Gujaratfirst pic.twitter.com/fTHRoVvlSB
— Gujarat First (@GujaratFirst) October 11, 2024
સિરાજને નોકરી માટે જમીન પણ આપવામાં આવી
તેલંગાણા સરકારે સિરાજને સરકારી નોકરીની સાથે જમીનનું વચન પણ આપ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિરાજને હૈદરાબાદમાં ઘર માટે જમીન પણ આપવામાં આવી છે. જણાવી દઇએ કે, તેલંગાણા પોલીસે ટ્વિટર પર લખ્યું, "ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજને તેની ક્રિકેટિંગ સિદ્ધિઓ અને રાજ્ય પ્રત્યેના સમર્પણને માન્યતા આપવા માટે તેલંગાણાના DSP નિયુક્ત કરવામાં આવ્યા છે. તે તેમની નવી ભૂમિકામાં ઘણાને પ્રેરણા આપતા પોતાની ક્રિકેટ કારકિર્દી ચાલુ રાખશે."
ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં જોવા મળી શકે છે સિરાજ
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તે હાલમાં બાંગ્લાદેશ સામે ત્રણ મેચની T20 સીરીઝ રમી રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે અને બંનેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 2-0થી આગળ છે. આ પછી ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે અને મોહમ્મદ સિરાજ તેમાં શાનદાર પ્રદર્શન કરવા ઈચ્છશે.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડ સામે ખરાબ પ્રદર્શન બાદ PCB ગુસ્સામાં, કરી દીધો આ મોટો ફેરફાર