Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Cricketer Vaibhav Sooryavanshi એ બનાવ્યો નવો રેકોર્ડ, Virat Kohli પાછળ છુટ્યો

Vaibhav Sooryavanshi એ 14 વર્ષ અને 294 દિવસની ઉંમરે U19 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું. વૈભવ 15 વર્ષનો થયા પહેલાં વર્લ્ડ કપ મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. અગાઉ, U19 ગ્લોબલ ટુર્નામેન્ટમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ભારતીય કુમાર કુશાગ્ર હતો, જેણે 2020 માં શ્રીલંકા સામે 15 વર્ષ અને 88 દિવસની ઉંમરે મેચ રમી હતી
cricketer vaibhav sooryavanshi એ બનાવ્યો નવો રેકોર્ડ  virat kohli પાછળ છુટ્યો
Advertisement
  • અંડર 19 મેચના ખેલાડીઓ આજે રચ્યો ઇતિહાસ
  • વિરાટ કોહલીનો રેકોર્ડ તોડીને પોતાનું સ્થાન જમાવ્યું
  • નાની ઉંમરે ભારતીય ક્રિકેટરે મોટી સફળતા મેળવી

Cricketer Vaibhav Sooryavanshi Record : માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવ હવે અંડર-19 યુથ વનડેમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. કોહલીએ અંડર-19 માં 28 યુથ વનડેમાં કુલ 978 રન બનાવ્યા છે, જ્યારે વૈભવ હવે આ સંદર્ભમાં તેને પાછળ છોડી દીધો છે. વિજય ઝોલ ભારતના અંડર-19 વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે, તેમણે 36 મેચમાં 1404 રન બનાવ્યા છે. જયસ્વાલ યાદીમાં બીજા ક્રમે છે, જેમાં યશસ્વી જયસ્વાલ 27 મેચમાં 1386 રન બનાવ્યા છે. આ યાદીમાં તન્મય શ્રીવાસ્તવ 34 મેચમાં 1316 રન બનાવીને ત્રીજા ક્રમે છે. ઉન્મુક્ત ચંદે 21 મેચમાં 1149 રન બનાવ્યા છે. શુભમન ગિલે 16 મેચમાં 1149 રન બનાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

આ પણ વાંચો -------- T20 World Cup 2026 : બાંગ્લાદેશને મનાવવા ICC નો આખરી પ્રયાસ, જાણો શું નિર્ણય લેવાયો

Advertisement

વૈભવ યુએસએ સામે ફક્ત બે રન બનાવી શક્યો હતો

અત્રે નોંધનીય છે કે, વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષ અને 294 દિવસની ઉંમરે U19 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું. વૈભવ 15 વર્ષનો થયા પહેલાં વર્લ્ડ કપ મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. અગાઉ, U19 ગ્લોબલ ટુર્નામેન્ટમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ભારતીય કુમાર કુશાગ્ર હતો, જેણે 2020 માં શ્રીલંકા સામે 15 વર્ષ અને 88 દિવસની ઉંમરે મેચ રમી હતી. અંડર-19 વર્લ્ડ કપમાં તેની પહેલી મેચમાં, વૈભવ યુએસએ સામે ફક્ત બે રન બનાવી શક્યો હતો.

Advertisement

ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન

આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, હરવંશ પાંગલિયા, આરએસ એમ્બ્રીસ, હેનીલ પટેલ, દિપેશ દેવેન્દ્રન, ખિલન પટેલ

બાંગ્લાદેશ પ્લેઇંગ ઇલેવન

એમડી રિફત બેગ, ઝવાદ અબરાર, મોહમ્મદ અઝીઝુલ હકીમ તમીમ (કેપ્ટન), કલામ સિદ્દીક અલિન, મોહમ્મદ રિઝાન હોસન, મોહમ્મદ ફરીદ હસન ફૈઝલ (વિકેટકીપર), મોહમ્મદ સમીયન બસીર રાતુલ, શેખ પાવેઝ જીબોન, અલ ફહાદ, સાદ ઈસ્લામ રઝીન, ઈકબાલ હુસૈન ઈમોન.

આ પણ વાંચો -------  Virat Kohli Mahakaleshwar Visit : મહાકાલની ભક્તિમાં વિરાટ મગ્ન: ઈન્દોર વનડે પહેલા ઉજ્જૈનમાં ભસ્મ આરતી કરી

Tags :
Advertisement

.

×