U19 World Cup Final : ભારત બન્યું વિશ્ન વિજેતા, ઇંગ્લેન્ડને આપી પછડાટ
- U19 World Cup Final માં ભારતે માતબર રનનું લક્ષ્યાંક મુક્યું હતું
- ભારતના તગડા રન સ્કોર સામે ઇંગ્લેન્ડની ટીમ ટકી ના શકી
- ** ઓવરમાં જ ટીમના નામે હાર લખાઇ ગઇ
U19 World Cup Final : ICC વર્લ્ડ કપ ફાઇનલ હાલમાં ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 ક્રિકેટ ટીમો વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 411 રન બનાવ્યા છે, અને ઇંગ્લેન્ડને 412 રનનું લક્ષ્ય આપ્યું હતું. તેની સામે ટીમ 311 જ રન બનાવી શકી હતી, અને 40 જ ઓવરમાં ફાઇનલ મેચ આટોપી લેવાઇ હતી
View this post on Instagram
ભારતની બાજી (U19 World Cup Final)
ભારત તરફે વૈભવ સૂર્યવંશીએ 175 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન આયુષે પણ 53 રન બનાવ્યા હતા, અંતિમ ઓવરોમાં ભારતનો ઝડપી સ્કોર પણ આટલો મોટો સ્કોર બનાવવામાં ફાળો આપ્યો હતો. વૈભવ સૂર્યવંશી અને આયુષ ઉપરાંત, અભિજ્ઞાન કુંડુએ 31 બોલમાં 40 રન બનાવ્યા હતા. અંતે કનિષ્ક ચૌહાણ મેદાનમાં આવ્યો, અને માત્ર 20 બોલમાં 37 રન બનાવ્યા હતા, મોટા સ્કોરમાં વેદાંતે 32 રન અને વિહાને 30 રનનું યોગદાન આપ્યું હતા.
આ પણ વાંચો ------ T20 World Cup 2026 : ભારતીય ટીમના ફાસ્ટ બોલરની Exit નક્કી
ભારતનો રેકોર્ડ (U19 World Cup Final)
ભારતે પોતાની ઇનિંગની પ્રથમ 25 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા હતા. ત્યારબાદ આગામી 25 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશી 26મી ઓવરમાં આઉટ થતા રન રેટ ઘટી ગયો હતો, જે પછીથી વધારવામાં આવ્યો હતો. ભારત હવે અંડર-19 પ્લેઓફમાં 350 થી વધુ રન બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ હતી.
ભારત અને ઇંગ્લેન્ડ એક પણ મેચ હાર્યા નથી (U19 World Cup Final)
ભારતીય ટીમનું નેતૃત્વ આયુષ મ્હાત્રે કરી રહ્યા છે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ થોમસ રેવ કરી રહ્યા છે, જે હાલમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, ભારત અને ઇંગ્લેન્ડ બંને એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચ્યા છે. જો કે, પરિણામ અનુસાર, ભારતની ટીમે પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો છે. અને અંતિમ મેચમાં ઇંગ્લેન્ડના ભાગે હાર આવી છે.
બંને ટીમો
- ભારતની અંડર-19 ટીમઃ એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), આરએસ એમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનીલ પટેલ, દીપેશ દેવેન્દ્રન, હરવંશ કુમાર, મોહમ્મદ કુમાર, હરવંશી, મોહમ્મદ કીપર, યુ.
- ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ: બેન ડોકિન્સ, જોસેફ મૂર્સ, બેન મેયસ, થોમસ રીવ (વિકેટકીપર/કેપ્ટન), કાલેબ ફોકનર, રાલ્ફી આલ્બર્ટ, ફરહાન અહેમદ, સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મિન્ટો, મેની લુમ્સડેન, એલેક્સ ફ્રેન્ચ, એલેક્સ ગ્રીન, આઈઝેક મોહમ્મદ, લ્યુક હેન્ડ્સ, વિલ બેન હેન્ડ્સ, અલી બેન.
આ પણ વાંચો ----- Anurag Thakur ICC demand: પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા સાંસદ અનુરાગ ઠાકુરે ICC પાસે કરી આ માંગ


