United in Triumph : World Cup Winner ટીમોના સન્માનમાં નીતાબેન અંબાણી દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો
- નીતાબેન અંબાણી દ્વારા ભારતના સ્પોર્ટસ સ્ટારના સન્માનમાં કાર્યક્રમ યોજાયો
- ભારતીય મહિલા, પુરૂષ અને બ્લાઇન્ડ ક્રિકેટની ટીમના દિગ્ગજો નજરે પડ્યા
- બોલિવૂડના સિતારાઓએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા
United in Triumph By Nitaben Ambani : રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષા નીતાબેન અંબાણીએ સોમવારે ભારતના વર્લ્ડ કપ વિજેતાઓનું સન્માનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મુંબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર, ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન દીપિકા ટીસી અને પૂર્વ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિત અનેક અગ્રણી ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ તકે ખેલાડીઓની સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવી હતી, અને તેમના યોગદાનને દેશ માટે ગર્વની વાત ગણાવવામાં આવી હતી.
શાનદાર કાર્યક્રમનું આયોજન
આ કાર્યક્રમમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓ પણ જોડાયા હતા. જેમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચનથી લઇને, વિદ્યા બાલન, રિતેષ દેશમુખ, જેનિલિયા સહિતા સ્ટારનો સમાવેશ થાય છે. ભારતીય ખેલાડીઓના સન્માનમાં અત્યંત શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
12 વર્ષ પછી વર્લ્ડ કપનું દેશમાં આગમન
2025નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે યાદગાર રહ્યું હતું. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ 12 વર્ષની લાંબી રાહ જોયા પછી ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. દુબઈમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. અગાઉ, રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025 પણ જીત્યો હતો.
મેદાનથી લઇને રસ્તા સુધી ઉજવણીના દ્રશ્યો
2025 મહિલા ક્રિકેટ માટે પણ ઐતિહાસિક વર્ષ હતું. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય મહિલા ટીમે વર્ષોથી સ્વપ્ન સમાન સિદ્ધિ મેળવી હતી. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને, ભારતે પ્રથમ ICC મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય બોલરોએ એકદમ શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું હતું, અને બેટ્સમેનોએ આત્મવિશ્વાસપૂર્વક લક્ષ્યને પીછો કરીને તેને હાંસલ કર્યું હતું. વિજય મળતાની સાથે જ મેદાનથી લઈને દેશના રસ્તાઓ સુધી ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વિજય ફક્ત ક્રિકેટનો વિજય નહોતો, પરંતુ મહિલા રમતગમતના આત્મવિશ્વાસ અને સન્માનનો વિજય હતો.
નેપાળને સાત વિકેટથી હરાવ્યું
ભારતીય મહિલા બ્લાઇન્ડ ટીમે પ્રથમ T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. કોલંબોમાં રમાયેલી ફાઇનલમાં, ભારતે નેપાળને સાત વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા, નેપાળ ફક્ત પાંચ વિકેટે 114 રન જ બનાવી શક્યું હતું. જવાબમાં, ભારતીય ટીમે આરામથી લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું, અને 12 ઓવરમાં ત્રણ વિકેટે 117 રન બનાવ્યા હતા, અને આ ઐતિહાસિક ટુર્નામેન્ટની પ્રથમ ચેમ્પિયન બન્યું હતું.
આ પણ વાંચો -------- IND U19 vs SA U19 : ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને સિરીઝ પર હક જમાવ્યો


