Vaibhav Suryavanshi ના 'A' સેલિબ્રેશન પાછળ નીકળ્યું એવું રહસ્ય કે ફેન્સ થઈ ગયા ભાવુક !
- આઈપીએલ 2026 માં મચ્યો Vaibhav Suryavanshi નો તરખાટ
- LSG સામે માત્ર ૨૩ બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી
- અડધી સદી બાદ વૈભવની અનોખી 'A' સેલિબ્રેશન સ્ટાઇલે ખેંચ્યું ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન
- ભારત 'A' ટીમમાં સિલેક્શનની અટકળો વચ્ચે વાયરલ સેલિબ્રેશન પાછળનું સાચું રહસ્ય સામે આવ્યું
Vaibhav Suryavanshi : IPL 2026ની રોમાંચક મેચ રમાઈ રહી છે. ત્યારે 19 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) વિસ્ફોટક બેટિંગ કરીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. વૈભવ સૂર્યવંશીએ માત્ર 23 બોલમાં પોતાની શાનદાર અડધી સદી પૂરી કરી હતી. જો કે આ મેચમાં તેની વિસ્ફોટક ઈનિંગની સાથે સાથે તેના અનોખા સેલિબ્રેશને ભારે ચર્ચા જગાવી છે. ફિફટી પ્લસ રન બનાવ્યા બાદ વૈભવે આંગળીઓથી 'A' નું ચિહ્ન બનાવીને ખાસ ઉજવણી કરી હતી. જેને સમજવામાં શરુઆતમાં ક્રિકેટ એક્સપર્ટ્સ પણ થાપ ખાઈ ગયા હતા.
A સેલિબ્રસેલિબ્રેશ કોની સાથે જોડાયેલું છે ?
મેચ દરમિયાન વૈભવે જ્યારે 'A' નું સાઇન બનાવ્યું, ત્યારે ક્રિકેટ કોરિડોરમાં એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે ભારત 'A' ટીમમાં તેની પસંદગી થવાને કારણે તેણે આ ઇશારો કર્યો છે. મેચ પૂરી થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર મુરલી કાર્તિકે (Murali Kartik) જ્યારે વૈભવને આ સેલિબ્રેશનનો અર્થ પૂછ્યો, ત્યારે તેણે વાતને ટાળી દીધી હતી અને કહ્યું હતું કે આ માત્ર આકસ્મિક હતું અને તેનો કોઈ ખાસ અર્થ નથી.
પરંતુ, સત્ય કંઈક અલગ અને અત્યંત ભાવુક કરનારૂં હતું. મેચ બાદ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના મેનેજર રોમી ભિંડર સાથેની ખાસ વાતચીતમાં વૈભવે આ રહસ્ય પરથી પડદો હટાવ્યો હતો. વૈભવે જણાવ્યું કે, "મારી માતાનું નામ 'A' અક્ષર પરથી શરૂ થાય છે, આ સેલિબ્રેશન મેં મારી માતા માટે કર્યું હતું." વૈભવ સૂર્યવંશીની માતાનું નામ આરતી સૂર્યવંશી (Aarti Suryavanshi) છે. તે પોતાની માતા વિશે વધુ વાતો સાર્વજનિક કરવા માંગતો ન હોવાથી તેણે લાઈવ મેચમાં મુરલી કાર્તિક સામે આ પ્રશ્ન ટાળ્યો હતો.
View this post on Instagram
વૈભવ સૂર્યવંશીના ભાઈએ શેર કરી ભાવુક પોસ્ટ
ઉલ્લેખનીય છે કે લખનૌ સામે વૈભવની આ શાનદાર ઇનિંગ જોઈને તેના પિતા ગર્વથી ગદ્ગદિત થઈ ગયા હતા. વૈભવના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ (Ujjwal Suryavanshi) ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને લખ્યું કે, "પિતાની મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી, અને હવે તે વૈભવ સૂર્યવંશીના રૂપમાં દુનિયા સામે ચમકી રહી છે." આ પ્રદર્શનથી પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ હોવાનું પણ ભાઈએ જણાવ્યું હતું.
View this post on Instagram
હવે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટક્કર
વૈભવ સૂર્યવંશીની આ સનસનાટીભરી બેટિંગના કારણે રાજસ્થાન રોયલ્સની પ્લેઓફ (IPL Playoffs) માં પહોંચવાની આશા હજુ પણ જીવંત છે. જોકે, વૈભવ અને રાજસ્થાનની ટીમ સારી રીતે જાણે છે કે હજુ અસલી કામ બાકી છે. પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરવા માટે રાજસ્થાન રોયલ્સે હવે પોતાની આગામી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) ના કઠિન પડકારને પાર કરવો પડશે.
15 વર્ષના Vaibhav Suryavanshi નો મહા-તરખાટ: 38 બોલમાં 93 રન ફટકારી રાજસ્થાનને અપાવી રોમાંચક જીત!


