Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"સચિન જેવો જ ચમત્કાર છે આ છોકરો": કોંગ્રેસ નેતા શશિ થરૂરે કરી મોટી ભવિષ્યવાણી

એક 14 વર્ષના બાળકની બેટિંગ જોઈને દિગ્ગજ નેતાને 'ક્રિકેટના ભગવાન' યાદ આવી ગયા. વર્લ્ડ કપની ફાઈનલમાં આ છોકરાએ એવું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું કે સામેવાળી ટીમ પાણીમાં બેસી ગઈ. માત્ર બાઉન્ડ્રીથી જ 150 રન બનાવનાર આ ખેલાડી માટે હવે સીધી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીની માંગ ઉઠી છે. શું આ ખરેખર બીજો સચિન બની શકશે?
 સચિન જેવો જ ચમત્કાર છે આ છોકરો   કોંગ્રેસ નેતા શશિ થરૂરે કરી મોટી ભવિષ્યવાણી
Advertisement
  • 14 વર્ષના ખેલાડીની સચિન સાથે શશી થરૂરે કરી તુલના
  • U-19 વર્લ્ડ કપ ફાઈનલમાં વૈભવે 80 બોલમાં 175 રન ફટકાર્યા
  • શશિ થરૂરે કહ્યું- સચિનની જેમ આને પણ જલ્દી ટીમમાં લો
  • 15 ચોગ્ગા અને 15 છગ્ગા સાથે ઈંગ્લેન્ડના બોલરોને ધોઈ નાખ્યા
  • 400+ રન સાથે ટૂર્નામેન્ટમાં 'પ્લેયર ઓફ ધ સીરીઝ' બન્યો

Vaibhav Suryavanshi batting : જુનિયર લેવલ પર બિહારના 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) ની તોફાની બેટિંગ જોઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) મંત્રમુગ્ધ થઈ ગયા છે. વૈભવનું ટેલેન્ટ જોઈને થરૂરે તેની સરખામણી સીધી 'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) સાથે કરી દીધી છે. તાજેતરમાં સંપન્ન થયેલા અંડર-19 વર્લ્ડ કપ (Under-19 World Cup) માં ટીમ ઈન્ડિયા (Team India) એ રેકોર્ડ છઠ્ઠી વખત ટ્રોફી જીતી છે, અને આ જીતનો મુખ્ય હીરો વૈભવ સૂર્યવંશી રહ્યો છે.

ફાઈનલમાં 80 બોલમાં 175 રનનો વિસ્ફોટ

ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ (England) ના બોલરોની ધુલાઈ કરતા માત્ર 80 બોલમાં 175 રનની યાદગાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગની ખાસ વાત એ હતી કે તેણે 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકારીને માત્ર બાઉન્ડ્રી (Boundaries) દ્વારા જ 150 રન ભેગા કર્યા હતા. વૈભવનો આ અંદાજ જોઈને શશિ થરૂરનું માનવું છે કે જેમ સચિન તેંડુલકરને ખૂબ નાની ઉંમરે ભારતીય ટીમમાં તક મળી હતી, તેવી જ રીતે વૈભવને પણ ફાસ્ટ ટ્રેક (Fast Track) પર લાવીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળવું જોઈએ.

Advertisement

Advertisement

શશિ થરૂરનું ટ્વીટ અને સચિન સાથે સરખામણી

વૈભવ સૂર્યવંશીના એક વીડિયો પર પ્રતિક્રિયા આપતા શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, "વૈભવ સૂર્યવંશી ફાસ્ટ ટ્રેકના મોટા સન્માનનો હકદાર છે. છેલ્લી વખત જ્યારે આપણી પાસે ક્રિઝ પર કોઈ 14 વર્ષનો 'જીનિયસ' (Genius) હતો, ત્યારે તેનું નામ સચિન તેંડુલકર હતું. અને આપણે તેને ટીમમાં લાવવા માટે વધારે રાહ નહોતી જોઈ." ઉલ્લેખનીય છે કે 1980ના દાયકાના અંતમાં સચિને મુંબઈના મેદાનો પર અસાધારણ પ્રદર્શન કર્યું હતું અને તેને તરત જ ભારતીય ટીમમાં સામેલ કરાયો હતો. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીએ એજ-ગ્રુપ ક્રિકેટ અને 2025 આઈપીએલ (IPL 2025) માં શાનદાર ડેબ્યુ કરીને પોતાની ઓળખ બનાવી છે.

વર્લ્ડ કપમાં વૈભવનું પ્રદર્શન

વૈભવ સૂર્યવંશીએ માત્ર ફાઈનલમાં જ નહીં, પરંતુ અફઘાનિસ્તાન (Afghanistan) સામેની સેમીફાઈનલમાં પણ તોફાની અડધી સદી ફટકારી હતી. અંડર-19 વર્લ્ડ કપ 2026 માં 400 થી વધુ રન બનાવીને તે ટૂર્નામેન્ટમાં બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. તેના આ સાતત્યપૂર્ણ પ્રદર્શન માટે તેને 'પ્લેયર ઓફ ધ સીરીઝ' (Player of the Series) નો એવોર્ડ પણ મળ્યો હતો. ફાઈનલમાં ભારતે વૈભવના 175 રનની મદદથી 411 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 311 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 100 રને જીત મેળવી હતી.

આ પણ વાંચો : India vs Pakistan T20 World Cup 2026 controversy : ભારત સામે રમીશું પણ અમારી 3 શરતો છે... - PCB

Tags :
Advertisement

.

×